health department

દશેરા પહેલા રાજ્યભરમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, ફાફડા-જલેબીના નમૂના લેવાયા

શુક્રવારે દશેરાના દિવસે સવારથી લોકો ફાફડા-જલેબી લેવા માટે લાઇનમાં ઉભા રહેવાના છે. આ પહેલા લોકોને સારી ગુણવત્તાવાળા ફાફડા-જલેબી મળે તે માટે આરોગ્ય વિભાગે અનેક જગ્યાએ તપાસ હાથ ધરી હતી. 

Oct 14, 2021, 09:17 PM IST

રાજકોટમાં ખાણીપીણીના શોખીનો સાવધાન, આરોગ્ય વિભાગના ચેકિંગમાં વાસી શ્રીખંડ મળ્યો

રાજકોટ શહેર ખાણીપીણી માટે પ્રખ્યાત છે. પરંતુ આ ખાણીપીણી જ ક્યાંક આરોગ્યને નુકસાન નોતરી શકે છે. રાજકોટમાં કેટલાક ખાણીપીણી પર આરોગ્યને જોખમી વસ્તુઓ વેચાઈ રહી છે, અને લોકો તેની જાણ બહાર તેને ખાઈ પણ રહ્યાં છે. રાજકોટમાં આરોગ્ય વિભાગના ચેકિંગમાં વાસી શ્રીખંડ, વાસી ચટણી અને વાસી પપૈયાનો સાંભારો મળી આવ્યો છે. 

Sep 30, 2021, 05:09 PM IST

COVID19 vaccine: ભારતે વધુ એક કીર્તિમાન બનાવ્યો, દેશમાં 70 કરોડ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

જાન્યુઆરી મહિનામાં શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં ભારતે વધુ એક સિદ્ધિ મેળવી છે. દેશમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના 70 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 
 

Sep 7, 2021, 04:09 PM IST

Ahmedabad: AMC એ 42 હોસ્પિટલોનું ફોર્મ C રદ્દ કર્યું, ફાયર સેફ્ટી મુદ્દે આરોગ્ય વિભાગની કાર્યવાહી

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીટીશન બાદ એએમસીએ કાર્યવાહી કરી છે. 
 

Sep 6, 2021, 07:17 PM IST

વડોદરામાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં મોટો વધારો, હોસ્પિટલમાં લોકોની લાઇનો લાગી

શહેરમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ વધીને 692 થયા છે, જ્યારે ચિકનગુનિયાના કુલ દર્દીનો આંક 406 પર પહોંચ્યો છે. 
 

Sep 6, 2021, 04:16 PM IST

સરકારી નોકરી શોધતા યુવાનો માટે સારા સમાચાર, રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગમાં જોડાવાની સારી તક

Recruitment in Rajkot District Health Department: સરકારી નોકરી શોધતા યુવાનો માટે સારી તક, ફાર્માસિસ્ટ સહિત અન્ય પદ માટે ભરતી કરવામાં આવશે.

Aug 31, 2021, 10:13 AM IST

સુરતમાં 3 વર્ષના માસુમ બાળકને થયો મ્યુકોરમાઈસોસિ, રાજ્યનો પહેલો કિસ્સો

રાજ્યમાં સૌપ્રથમવાર સુરતમાં 3 વર્ષના બાળકને મ્યુકરમાઇકોસિસ (mucormycosis) થયો હોવાનું સામે આવ્યું છે. કોરોના શંકાસ્પદ લક્ષણો જણાતા તરત બાળકનું સિટીસ્કેન કરાયું હતું. હાલ બાળકની હાલત ગંભીર હોવાથી હાલ તેને હાયર સેન્ટરમાં રિફર કરવાની તૈયારી ચાલી રહી છે. મ્યુકોરમાઇકોસિસ થતા બાળકને સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. સિટી સ્કેનમાં કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. 

Jul 25, 2021, 11:19 AM IST

ZEE 24 KALAK ના અહેવાલની અસર, Dy.CM એ કહ્યું ઉદાહરણ બેસે તેવી કાર્યવાહી કરાશે

જિલ્લામાં નાની ઉંમર ધરાવતી યુવતીનાં પેટમાં રહેલા બાળકને પેટમાં જ હત્યા કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ અંગે ZEE 24 KALAK દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું. ઘટના અંગે અમે કરેલી તપાસમાં સામે આવ્યું કે, વીડિયોની દર્શાવાયેલી જગ્યા સંતરામપુર નગરમાં આવેલા FCI ગોડાઉન પાછળના ભાગમાં એક મકાનમાં મહિલાના પેટમાં રહેલા બાળકની હત્યા કરી દેવામાં આવી હતી. 

Jul 17, 2021, 11:06 PM IST

રાજ્યમાં આગામી બે દિવસ કોવિડ વેક્સીનેશન બંધ, આરોગ્ય વિભાગની કરી જાહેરાત

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં ચાલી રહેલા કોવિડ-19 મહામારી સામેના રસીકરણ અભિયાનને આગામી બે દિવસ એટલે કે, ગુરૂવાર અને શુક્રવાર તારીખ 8 અને 9 જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં બંધ રાખવામાં આવ્યું છે

Jul 7, 2021, 09:45 PM IST

આરોગ્ય વિભાગને મળી 25 એમ્બ્યુલન્સ, એવરેજ આટલી મિનિટમાં પહોંચે એવું છે નેટવર્ક

WHO ના ધારાધોરણ મુજબ પ્રતિ વ્યક્તિ 1 એમ્બ્યુલન્સની સામે ગુજરાત મા 630 એમ્બ્યુલન્સ હોવી જોઈએ, પરંતુ હાલ રાજ્યમાં 800 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે. હાલ કાર્યરત એમ્બ્યુલન્સમા 200 એમ્બ્યુલન્સ વેન્ટિલેટર અને મોનીટર સાથે પણ ઉપલબ્ધ છે.

Jun 2, 2021, 03:06 PM IST

અંતે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની બદલીનો આદેશ આવ્યો, સ્વર્ણિમ સંકુલના વર્તુળોમાં કાનાફૂસી શરૂ 

  • લાંબા સમયની અટકળો બાદ અંતે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિની અચાનક બદલી સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો

Jun 1, 2021, 11:03 AM IST

સરકારના આ પ્લાનિંગથી કોરોનામુક્ત બનશે ગુજરાતના ગામડા

  • ગુજરાતના ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવાની સૂચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી
  • 10-15 બેડની વ્યવસ્થાવાળા કેર સેન્ટર ગામમાં જ સંસ્થાઓ અને લોકભાગીદારીથી બને
  • સરકારી શાળા, કોમ્યુનિટી હોલ, સમાજની વાડી હોસ્ટલ અથવા સરકારી મકાનમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવે

May 2, 2021, 09:06 AM IST

કોરોનાને ડામવા ગુજરાતના આ જિલ્લાએ જે કરી બતાવ્યું, એવુ આખા દેશમાં કોઈએ ન કર્યું

વલસાડ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ગામે ગામ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા. વહીવટી તંત્ર દ્વારા વલસાડ જિલ્લાના 409 ગામોમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરાયા છે 

Apr 30, 2021, 11:42 AM IST

UP આ જિલ્લામાં વેક્સીનેશન બાદ 'ગુમ' થઇ ગયા 2000 હેલ્થ વર્કર્સ, તંત્ર પણ હેરાન

સ્વાસ્થ્ય વિભાગ તરફથી 26,292 કર્મચારીઓનો ડેટા મોકલવામાં આવ્યો હતો. તેમાં 2000 વિશે ખબર જ ન પડી. હવે સવાલ એ છે કે શું લિસ્ટ બનાવવામાં ગરબડી કરવામાં આવી અથવા પછી બીજું કંઇ મામલો છે. 

Feb 6, 2021, 03:43 PM IST

રાજકોટમાં વેક્સીનની ટ્રાયલ રનનું કાઉન્ટડાઉન શરૂ, વીજળી વગર 55 કલાક રસી રહે તેવા 25 ફ્રિજ સૌરાષ્ટ્રને મળ્યાં

  • કોરોના સામે હવે રસી આપવાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી
  • રાજકોટ અને ગાંધીનગરમાં સોમવારે અને મંગળવારે રસી માટે ટ્રાયલ રન થશે
  • ટ્રાયલ રન બાદ મંગળવારે સાંજે રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરાશે 

Dec 27, 2020, 11:33 AM IST

Corona Vaccine: જામનગરમાં તંત્રએ શરૂ કરી તૈયારી, પ્રથમ તબક્કામાં 12 હેલ્થ કર્મચારીઓને અપાશે રસી

જામનગરમાં હાલ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સાચવવા માટેની તમામ સામગ્રીઓ સજ્જ કરી દેવામાં આવી છે.
 

Dec 9, 2020, 06:32 PM IST

સુરતમાં વેક્સિન વિતરણનો રોડમેપ તૈયાર, તૈયારીઓને આખરી ઓપ અપાયો

સુરતમાં અડાજણ હેલ્થ સેન્ટર ખાતે કોરોના વેક્સિન રાખવામાં આવશે. અહીં 1235 લીટર સ્ટોરેજ ક્ષમતા ઉભી કરવામાં આવી છે. 

Dec 7, 2020, 02:09 PM IST

કોરોના વેક્સિનની તડામાર તૈયારી: અમદાવાદ કોર્પોરેશને યાદી રાજ્ય સરકારને સોંપી

PM મોદી દ્વારા આજે કોરોનાની રસી શોધાઇ ગઇ હોવાની અને માત્ર એક અઠવાડીયા જેટલા સમયમાં જ તે ઉપલબ્ધ થવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો કે રસી આવે તો કઇ રીતે નાગરિકો સુધી પહોંચાડવી તેની તૈયારી ગત્ત ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી. વડાપ્રધાન કાર્યાલય અને સ્વાસ્થય મંત્રાલય દ્વારા દરેક રાજ્યોને ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ, વૃદ્ધો અને કોરોનાનાં વધારે અસરગ્રસ્ત લોકોની યાદી તૈયારી કરીને મોકલવા માટે જણાવી દેવામાં આવ્યું છે. આ લોકોને સૌપ્રથમ તબક્કાવાર રસી આપવામાં આવશે. આ અંગેની યાદી ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર પણ કરી લેવામાં આવી છે. 

Dec 4, 2020, 05:07 PM IST

ગુજરાતમાં હવે રેપિડ-RTPCR નેગેટિવ આવે તો સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે

  • પોઝિટિવ દર્દીના હાઈરિસ્ક કોન્ટેકમાં હોય તેવા લોકોના પાંચથી સાત દિવસ રેપિડ ટેસ્ટ કરાશે. જો તેમાંથી કોઈને લક્ષણો હોય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવાનો રહેશે.

Nov 29, 2020, 01:02 PM IST

અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ પર AMC એક્શનમાં, પાણીપુરીની લારીઓ કરાઈ બંધ

શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને લઇને અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ ભીડવાળા વિસ્તારોમાં ખાણીપીણીની જગ્યાઓ પર દરોડા પડાવામાં આવ્યા છે

Nov 18, 2020, 06:26 PM IST