કરૂણ અંજામ: પ્રેમીએ પ્રેમિકાને હોટલમાં બોલાવી ગળે, પેટ અને છાતીમાં ઝીંક્યા ચપ્પુના ઘા, કારણ હતું આ!

સુરતના પુણા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીને તેના જ ઘર નજીક રહેતા નિલેશ સોંડાગર સાથે આજથી 10 મહિના પહેલા પ્રેમ સંબંધ થયો હતો. બન્ને જણાએ એક બીજા સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો.

કરૂણ અંજામ: પ્રેમીએ પ્રેમિકાને હોટલમાં બોલાવી ગળે, પેટ અને છાતીમાં ઝીંક્યા ચપ્પુના ઘા, કારણ હતું આ!

પ્રશાંત ઢીવરે/સુરત: પુણા વિસ્તારમાં ગ્રીષ્મા જેવી ઘટના ઘટતી ઘટતી રહી ગઈ. શંકી પ્રેમીએ યુવતીને હોટલમાં લઈ જઈ યુવતીના ગળે અને પેટ છાતીના ભાગે ચપ્પું મારી પોતે પણ હાથમાં ચપ્પુ મારી દીધું. યુવતીએ બુમા બૂમ કરી દેતા હોટલના કર્મચારીએ યુવતીને આ શંકી પ્રેમીના ચુંગાલમાંથી છોડાવી યુવકને પોલીસ હવાલે કર્યો, જ્યાં પુણા પોલીસે શંકી પ્રેમી વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. 

સુરતના પુણા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીને તેના જ ઘર નજીક રહેતા નિલેશ સોંડાગર સાથે આજથી 10 મહિના પહેલા પ્રેમ સંબંધ થયો હતો. બન્ને જણાએ એક બીજા સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. નિલેશે યુવતી સાથે વાત કરવા માટે એક નવો મોબાઈલ અને સિમ કાર્ડ આપ્યો હતો અને કહીંયુ હતું કે આ નંબર કોઈને આપતી નહિ. આપણે બંને જ આ ફોન પર વાત કરીશું, પરંતુ ઘટનાના થોડા દિવસ પહેલા યુવતીનો મોબાઈલ સતત વ્યસ્ત આવતો હતો, તેને લઈ નિલેશ ગુસ્સે થયો હતો અને સતત ફોન કરતો રહ્યો હતો.

ત્યારબાદ યુવતીએ ફોન ઉપાડતા નિલેશે ગુસ્સામાં કોની સાથે વાત કરે છે તને આ નંબર કોઈને આપવાનું કીધું નહોતું. છતાં યુવતીએ કહ્યું કે તે તેની બહેનપણી સાથે વાત કરતી હતી. નિલેશે કહ્યું કે તું ફોનમાંથી નંબર ડીલીટ કરતી નહિ અને મને બતાવજે. નિલેશ ત્યારબાદ યુવતીના ઘરે ગયો અને મોબાઈલ ચેક કર્યો તો નિલેશ ગુસ્સે થયો અને તેની સાથે ઝગડો કર્યો હતો. બસ આ જ વાતને લઇ બને વચ્ચે ઝગડો ચાલતો હતો. ત્યારે ફરી ગત રોજ નંબર વ્યસ્ત આવતા નિલેશ ગુસ્સે થયો હતો અને યુવતીને મળવા બોલાવી હતી.

જ્યાં યુવતી દરરોજની જેમ પુણા DR વર્લ્ડ પાસે આવેલી ધ વર્લ્ડ નામની OYO હોટેલમાં મળવા આવી હતી. જ્યાં નિલેશ તેને એક રૂમમાં લઈ ગયો હતો. જ્યાં યુવતીને મોબાઈલ પર અન્ય સાથે વાત કરવા બાબતે બને વચ્ચે ઝગડો થયો. જ્યાં નિલેશે ખિસ્સામાંથી ચપ્પુ કાઢી યુવતી પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ પોતાના હાથમાં ચપ્પુ મારી દીધું હતું. યુવતી બુમાબૂમ કરતા લોકો આવી દોડ્યા હતા, જ્યાં યુવતી લોહી લુહાણ હાલતમાં ઢળી પડી હતી. જ્યાં લોકોએ નિલેશને પકડીને પુણા પોલીસને હવાલે કર્યો હતો. પુણા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news