ચૈતર વસાવાનું વિવાદાસ્પદ નિવેદન; 'આગામી દિવસમાં ખ્રિસ્તી સમાજ કોણ છે તે સરકારને બતાવીશું'

ડેડીયાપાડાના ધારસભ્ય ચૈતર વસાવાએ મહારાષ્ટ્રમાં નર્મદા જિલ્લાની બોર્ડરને અડીને આવેલ નવાપુર લાલ બારી ગામ ખાતે ખ્રિસ્તી સમાજના સંમેલનમાં ધર્માંતરણ બાબતે નિવેદન આપતો વિડિઓ વાયરલ થયો છે.

ચૈતર વસાવાનું વિવાદાસ્પદ નિવેદન; 'આગામી દિવસમાં ખ્રિસ્તી સમાજ કોણ છે તે સરકારને બતાવીશું'

ઝી બ્યુરો/નર્મદા: લોકસભાની ચૂંટણી પહેલા તમામ પાર્ટીના નેતાઓ અલગ અલગ જાતિના લોકોને આકર્ષવામાં લાગી ગયા છે. ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો ખ્રિસ્તી સમાજ પ્રત્યેનો પ્રેમ બહાર આવ્યો છે.

ડેડીયાપાડાના ધારસભ્ય ચૈતર વસાવાએ મહારાષ્ટ્રમાં નર્મદા જિલ્લાની બોર્ડરને અડીને આવેલ નવાપુર લાલ બારી ગામ ખાતે ખ્રિસ્તી સમાજના સંમેલનમાં ધર્માંતરણ બાબતે નિવેદન આપતો વિડિઓ વાયરલ થયો છે. જેમાં ખ્રિસ્તી સામાજના કાર્યક્રમમાં ચૈતર વસાવાએ કહ્યું કે ગુજરાતમાં અને દેશમાં ખ્રિસ્તી સમાજને ધર્માંતરણ કરાવવા માટે આક્ષેપ કરવામાં આવે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જોકે ખ્રિસ્તી સમાજ ધર્માંતરણ કરાવે છે તે આક્ષેપો પાયાવિહોણાં છે, ધારાસભ્ય તરીકે મને દુઃખ થાય છે કે સંમેલન માટે મંજૂરી આપી નથી, પણ આવનારા દિવસોમાં ખ્રિસ્તી સમાજ કોણ છે તે સરકારને બતાવી દઈશું અને સેલંબામાં શોર્ય યાત્રા પરમિશન વગર નીકળી શકે પણ ખ્રિસ્તી સમાજના સંમેલન કરવા માટે પરમિશન લેવી પડે અને તે પરમિશન પણ ન આપે તો આ સરકારને ઉખેડીને ફેંકી દેવી જોઈએ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news