સુરતમાં અતિભારે વરસાદ! આ વિસ્તારમાં જશો તો 100 ટકા તમારું વાહન ફસાશે! લોકોને ભારે હાલાકી
સુરતના અઠવાગેટ સ્થિત જૂની આરટીઓ પાસે પાણી ભરાઈ ગયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી. રોડ પર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદને લઈને અહી ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે. સુરતમાં શહેરમાં ગત મોડી રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી પણ શહેરમાં વરસાદી માહોલ છે. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ ભારે વરસાદને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જૂની આરટીઓ પાસે પાણી કાર સફાઈ ગઈ હતી.અનેક વાહનો અટવાયા હતા. જેને લઈને લોકોને હાલાકી પડી હતી.
સુરતના અઠવાગેટ સ્થિત જૂની આરટીઓ પાસે પાણી ભરાઈ ગયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી. રોડ પર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદને લઈને અહી ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. એટલું જ નહીં અનેક કાર પણ પાણીમાં ફસાઈ ગઈ હતી.પાણી ભરાવ એટલો હતો કે વાહન ચાલકો પાછા ફરી વળ્યાં હતા. અહી મનપાની કેટલાક સમય સુધી મનપાની ટીમ પણ પહોચી ન હતી. સ્થાનિકોને જ પાણી નિકાલની કામગીરી હાથ ધરી હતી.
મહત્વનું છે કે નવસારી,જુનાગઢ, અમદાવાદ બાદ સુરત શહેરમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. વહેલી સવારથી જ સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે. ભારે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેને લઈને લોકોને પણ હાલાકી ભોગવવી પડી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે