સુરત મનપાનું આ પગલું રંગ લાવ્યું! મિલકત વેરાની આવકનો આંકડો જાણી આંખે અંધાપા આવશે
સુરત શહેર ના તમામ 8 ઝોનના આસીટન્ટ કમિશનરોને 90 ટકા સુધી વેરાની રિકવરી કરવા કડક સૂચના આપી દેવાઇ છે. જેને લઇ રોજ હાલમાં 100થી વધુ મિલકતો સીલ કરવામાં આવી રહી છે. દૈનિક વેરા પેટે 5 કરોડની આવક પાલિકાને થઇ રહી છે.
Trending Photos
ઝી બ્યુરોસુરત: મહાનગર પાલિકા દવારા વેરો ઉઘરાવવાની ઝુંબેશ આક્રમક બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં મિલકતવેરા પેટે 1100 કરોડથી વધુની આવક મેળવી છે. માર્ચના અંત સુધીમાં આંકડો 1300 કરોડને પાર થવાની સંભાવના છે.
સુરત શહેર ના તમામ 8 ઝોનના આસીટન્ટ કમિશનરોને 90 ટકા સુધી વેરાની રિકવરી કરવા કડક સૂચના આપી દેવાઇ છે. જેને લઇ રોજ હાલમાં 100થી વધુ મિલકતો સીલ કરવામાં આવી રહી છે. દૈનિક વેરા પેટે 5 કરોડની આવક પાલિકાને થઇ રહી છે. અગાઉ પાલિકા ને દૈનિક 1થી 2 કરોડની આવક થતી હતી. પાલિકાની આક્રમક કાર્યવાહીથી હાલમાં મિલકતવેરાની આવક પ્રતિદિન 5 કરોડ પહોંચી છે.
પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર માર્ચ અંત સુધીમાં રિકવરીની ટકાવારી હાઇએસ્ટ રહેશે. દર વર્ષે સરેરાશ 70થી 80 ટકાની રિકવરી થાય છે. ગત વર્ષે અંદાજે 1500 કરોડની ડિમાન્ડ સામે 1150 કરોડ જમા થયા હતા. આ વર્ષે 1764 કરોડની ડિમાન્ડ સામે 1300 કરોડથી વધુની 85 ટકા રિકવરી થવાનો અંદાજ છે.
શહેરમાં કુલ 22.89 લાખ મિલકતોમાંથી 14.29 લાખે વેરો ભરતા 1104 કરોડની આવક થઇ છે. આગામી નાણાકીય વર્ષ 2023-24માં મિલકતવેરામાં ડિમાન્ડ 2100 કરોડ પહોંચશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે