ગુજરાતમાં હવે ફોરેનવાળી! એક મહિનામાં જ 18 હજાર લોકો પાસેથી વસૂલાયો લાખો રૂપિયાનો દંડ

સ્વચ્છ સુરત સુંદર સુરત ના સૂત્રને સાકાર કરવા માટે સુરત મહાનગરપાલિકા અનેક પ્રયાસો કરી રહી છે. દેશમાં સ્વચ્છતા ને લઈ સુરતે બીજો ક્રમ મેળવેલ છે જ્યારે પ્રથમ મેળવવા માટે સુરત મહાનગર પાલિકા દંડની કાર્યવાહી સહિત અનેક ઉપાયો કરી રહી છે.

ગુજરાતમાં હવે ફોરેનવાળી! એક મહિનામાં જ 18 હજાર લોકો પાસેથી વસૂલાયો લાખો રૂપિયાનો દંડ

પ્રશાંત ઢીવરે/સુરત: સુરત મનપાયે જાહેરમાં થુંકનારા પર કડક તેવર અપનાવ્યું છે એક મહિનામાં 18 હજાર લોકો પાસેથી 2 લાખથી વધુનો દંડ વસૂલ્યો છે. એપ્રિલ માસમાં હજી કડક કાર્યવાહી કરી આરટીઓ ના સંકલનથી જાહેરમાં થુકનારોને ઈ ચલન મારફત દંડની કારવાઈ કરવામાં આવનાર છે. 

સ્વચ્છ સુરત સુંદર સુરત ના સૂત્રને સાકાર કરવા માટે સુરત મહાનગરપાલિકા અનેક પ્રયાસો કરી રહી છે. દેશમાં સ્વચ્છતા ને લઈ સુરતે બીજો ક્રમ મેળવેલ છે જ્યારે પ્રથમ મેળવવા માટે સુરત મહાનગર પાલિકા દંડની કાર્યવાહી સહિત અનેક ઉપાયો કરી રહી છે. જાહેરમાં થુકનારા પર સુરત મહાનગર પાલિકાએ કડક તેવર અપનાવ્યું છે છેલ્લા એક મહિનામાં સુરત મહાનગરપાલિકા 18 લોકો પાસેથી 2 લાખથી વધુનો દંડ વસુલ્યો છે.

ICCC રિસ્પોન્સ સેન્ટરના સીસીટીવી કેમેરાના માધ્યમથી જાહેરમાં થુંકનારા પર વોચ રાખવામાં આવી રહી છે. જો કોઈ જાહેરમાં તૂટતા પકડાઈ જાય તેના પર દંડની કાર્યવાહી કરી શહેરને સ્વચ્છ બનાવવા માટે મનપા દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ સુરત અભિયાન હેઠળ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવા માટે શહેરના જાહેર સ્થળોની સ્વચ્છતા  જાળવવા ના ઉદ્દેશથી જાહેરમાં થુકનાર અને ગંદકી ફેલાવવા લોકો સામે મહાનગરપાલિકાના કમાન સેન્ટરના માધ્યમથી અને સુરત પોલીસના સીસીટીવી કેમેરાના માધ્યમથી દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

ખાસ કરીને એક એપ્રિલથી આરટીઓ સાથે સંકલન કરી ઈ મેમો દ્વારા દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીમાં એક મહિનામાં 18 હજાર લોકો પાસેથી 2 લાખથી વધુ નો દંડ વસૂલવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news