હવે સુરતમાં ડ્રેનેજની સફાઈ કરશે હાઈટેક રોબોટ

હવે સુરતમાં ડ્રેનેજની સફાઈ કરશે હાઈટેક રોબોટ
  • સુરત મહાનગરપાલિકાને ડ્રેનેજની સફાઇ માટે ઇકો ફ્રેન્ડલી 2 રોબોટ મળ્યા
  • ડ્રેનેજની સફાઇ સંપૂર્ણ રીતે માનવ રહિત થાય એ માટેની તૈયારીઓ પાલિકા દ્વારા કરવામાં આવી 

ચેતન પટેલ/સુરત :સુરત શહેરે પોતાની સ્વચ્છતાને દેશભરમાં અવ્વલ દરજ્જાની સાબિત કરી છે. ત્યારે હવે રોડ રસ્તાની સાથે ડ્રેનેજની પણ સારી રીતે સફાઈ થશે. સ્માર્ટ સિટી સુરતના ડ્રેનેજની સફાઇ પણ હવે અત્યાધુનિક ટેકનિક દ્વારા કરવામાં આવશે. જે માટે સુરતને હવે ડ્રેનેજની સફાઈ માટે ઇકો ફ્રેન્ડલી બે રોબોટ મળ્યા છે. આ ઈકો ફ્રેન્ડલી રોબોટની
ખાસિયત છે કે, આ સંપૂર્ણ રીતે સોલાર પેનલથી ચાલે છે, જેથી વીજ અને ડીઝલની જરૂરિયાત પડશે નહિ.

આ પણ વાંચો : રાજકોટના 189 ગામમાં કોરોનાનું નામોનિશાન નહિ, બીજી લહેરના વિદાયના સંકેત

કર્મચારીનું મોત ન થાય તે માટે રોબોટ મંગાવાયા 

સુરત મહાનગરપાલિકાને ડ્રેનેજની સફાઇ માટે ઇકો ફ્રેન્ડલી 2 રોબોટ મળ્યા છે. જેના કારણે ડ્રેનેજની સફાઇ તો થશે જ, પણ સાથે પર્યાવરણની જાળવણી પણ થશે. રોબોટને ડીઝલ કે વીજ પ્રવાહની જરૂર પડશે નહીં. કારણ કે, રોબોટ સંપૂર્ણ રીતે સોલાર પેનલથી ચાલે છે, જેથી તે ઈકો ફ્રેન્ડલી પણ છે. સોલાર પેનલ રોબોટને ચાર્જ કરશે અને રોબર્ટ લઈ જવા માટેનો ટેમ્પો પણ બેટરી ઓપરેટેડ રહેશે. ડ્રેનેજની સફાઇ સંપૂર્ણ રીતે માનવ રહિત થાય એ માટેની તૈયારીઓ પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. અનેકવાર ડ્રેનેજની સફાઇ દરમિયાન કર્મચારીઓને ઇજા અથવા તો ગભરામણના કારણે મોત થતું હોય છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ ઇકો ફ્રેન્ડલી રોબોટ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : કોલેજનું પગથિયુ પણ ન ચઢેલો ગિરીશ પટેલ હાલોલમાં આખેઆખું ક્લિનીક ચલાવતો હતો

ડ્રેનેજની સફાઇ માટે પાલિકાને પડતી મુશ્કેલી હવે દૂર થશે

સુરત સહિત સમગ્ર દેશમાં મેન્યુઅલી સફાઈ પર પ્રતિબંધ આવી ગયો છે. જેના કારણે ડ્રેનેજની સફાઇ માટે પાલિકાને મુશ્કેલી પડી રહી છે. હાલમાં પાલિકા કેટલાક સાધનોનો ઉપયોગ કરીને ડ્રેનેજની સફાઇ કરી રહી છે. તેમાં મુશ્કેલી પડતા રોબોટનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાલિકાએ ડ્રેનેજ સફાઈ માટે ગુજરાત કોર્પોરેટર સોશિયલ પાસે 8 ઝોનમાં 8 રોબોટની માંગણી કરી હતી. જેમાંથી પહેલા તબક્કામાં 2 રોબોટ આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news