ગ્રીષ્મા મર્ડર કેસનું રિકન્સ્ટ્રક્શન : ફેનિલે ચપ્પુ ખરીદવાથી લઈને ગ્રીષ્માના ગળા પર કેવી રીતે ફેરવ્યો તેનો ડેમો કરાવાયો

સુરત જિલ્લાના પાસોદરા પાટીયા પાસે 21 વર્ષીય ગ્રીષ્મા વેંકરિયાની ઘાતકી હત્યા કેસમાં આજે રિકન્સ્ટ્રક્શન કરાયુ હતું. ઘટનાના દિવસે શું શું બન્યુ હતું તેને લઈને આરોપી ફેનિલને સાથે રાખી સુરત પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. જિલ્લા પોલીસ દ્વારા SIT ની જે રચના કરવામાં તે ટીમ સાથે અલગ અલગ જગ્યા પર ફેનિલને લઈ જવાયો હતો. અને તપાસ કરવામાં આવી હતી. જોકે આરોપી ફેનિલ ગોયાણી બનાવના દિવસે ક્યાં ક્યાં ફર્યો હતો અને ક્યાંથી છરી કયાંથી ખરીદવામાં આવી તે તમામ સ્થળે અને હત્યાના સ્થળ પર પણ આરોપીને લઈ જવામાં આવ્યો હતો. ફેનિલ પહેલા કાપોદ્રા વિસ્તારમાં તેના એક મિત્રના કાફેમાં ગયો હતો અને મિત્ર સાથે અમરોલી વિસ્તારમાં ગયો હતો ત્યારે બાદ કોલેજમાં અને ઘટના સ્થળે આવ્યો હતો.
ગ્રીષ્મા મર્ડર કેસનું રિકન્સ્ટ્રક્શન : ફેનિલે ચપ્પુ ખરીદવાથી લઈને ગ્રીષ્માના ગળા પર કેવી રીતે ફેરવ્યો તેનો ડેમો કરાવાયો

ચેતન પટેલ/સંદીપ વસાવા/સુરત :સુરત જિલ્લાના પાસોદરા પાટીયા પાસે 21 વર્ષીય ગ્રીષ્મા વેંકરિયાની ઘાતકી હત્યા કેસમાં આજે રિકન્સ્ટ્રક્શન કરાયુ હતું. ઘટનાના દિવસે શું શું બન્યુ હતું તેને લઈને આરોપી ફેનિલને સાથે રાખી સુરત પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. જિલ્લા પોલીસ દ્વારા SIT ની જે રચના કરવામાં તે ટીમ સાથે અલગ અલગ જગ્યા પર ફેનિલને લઈ જવાયો હતો. અને તપાસ કરવામાં આવી હતી. જોકે આરોપી ફેનિલ ગોયાણી બનાવના દિવસે ક્યાં ક્યાં ફર્યો હતો અને ક્યાંથી છરી કયાંથી ખરીદવામાં આવી તે તમામ સ્થળે અને હત્યાના સ્થળ પર પણ આરોપીને લઈ જવામાં આવ્યો હતો. ફેનિલ પહેલા કાપોદ્રા વિસ્તારમાં તેના એક મિત્રના કાફેમાં ગયો હતો અને મિત્ર સાથે અમરોલી વિસ્તારમાં ગયો હતો ત્યારે બાદ કોલેજમાં અને ઘટના સ્થળે આવ્યો હતો.

ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગ્રીષ્મા વેંકરિયા મર્ડર કેસ ચર્ચાનો વિષય બન્યો છે. સુરત જિલ્લાના પાસોદરા ગામમાં રહેતી એક 21 વર્ષીય ગ્રીષ્મા વેકારીયાને પોતાની ઘર નજીક જઈને તેના જ પરિવાર સામે બાનમાં લઈ હત્યા કરતા મામલો ગરમાયો હતો. ગ્રીષ્મા વેકરીયાની તેના એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી ફેનિલ પંકજ ગોયાણીએ સાંજના સમયે લોકોની વચ્ચે છરી વડે ગળુ કાપી હત્યા કરી હતી. ગ્રીષ્માની હત્યા બાદ આરોપી ફેનિલે પોતે પણ જ્યાં સુધી ગ્રીષ્માનું મોત થયું ત્યાં સુધી તેની પાસે ઉભો રહ્યો હતો અને બાદમાં ખિસ્સામાંથી માવો કાઢીને ખાધો હતો. આ બાદ ગ્રીષ્માનો પરિવાર તેની પાછળ દોડ્યો હતો. આ જોઈ ફેનિલે પોતાના હાથમાં ચપ્પુ માર્યું હતું. બાદમાં પોલીસ આવતા તેને પકડી પાડ્યો હતો. આરોપીને સુરત જિલ્લા કઠોર કોર્ટમાં રજુ કરી 19મી તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આજે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા DYSP બીકે વનારના નેજા હેઠળ આખી ટીમ દ્વારા એક પછી એક સ્થળ પર વિઝીટ કરાઈ હતી અને તમામ ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું હતું.

No description available.

રિકન્સ્ટ્રક્શન સમયે આરોપી ફેનિલને યુવતીના ઘર નજીક લાવતા પરિવાર પરિવારોમાં રોષ જોવા મળ્યો હતો. પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનુ ધ્યાન રાખવામાં આવ્યુ હતું. સમગ્ર રિકન્સ્ટ્રક્શન સમયે પોલીસ કાફલો સાથે રહ્યો હતો.

No description available.

રિકન્ટ્રકશન ક્યાં ક્યાં કરવામાં આવ્યું...

  • કામરેજ પોલીસ સ્ટેશનથી કાપોદ્રા વિસ્તારમાં આવેલ મિત્રના કાફે લઈ જવામાં આવ્યો હતો
  • મિત્રના કાફે બાદ અમરોલી વિસ્તારમાં જ્યાં ચપ્પુ લીધું હતું ત્યાં લઈ જવામાં આવ્યો હતો
  • અમરોલી વિસ્તારમાં જ્યાં યુવતીની કોલેજ બહાર મુલાકાત કરી હેરાન કરી હતી ત્યાં ગયો બાદમાં ત્યાંથી તે તેના મિત્ર પાસે ગયો હતો
  • બાદમાં પોલીસે અમરોલીથી પાસોદરા ખાતે જ્યાં યુવતીની હત્યા કરવામાં આવી ત્યાં લાવવામાં આવ્યો
  • વીડિયોમાં જે રીતે ચપ્પુ ગળાના ભાગે રાખે તે રીતે ડેમો કરાવવામાં આવ્યું
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news