બધું જ નક્કી હતું પણ વહૂના લીધે સસરાના હાથમાંથી સરકી ગઈ PMની ખુરશી! પુત્ર પ્રેમમાં પડ્યો અને તૂટી ગયું પિતાનું સપનું!
પુત્ર પ્રેમમાં પડ્યો એટલે પિતાનું ભારતના પ્રધાનમંત્રી બનવાનું સપનું રોળાઈ ગયું! વહૂના કારણે આ દિગ્ગજ નેતા નહોતા બની શક્યા દેશના PM, જાણો કેમ? દેશની રાજનીતિના ઈતિહાસમાં ખુબ જ રસપ્રદ છે આ કિસ્સો...
Trending Photos
નવી દિલ્હીઃ પુત્ર પ્રેમમાં પડ્યો એટલે પિતાનું ભારતના પ્રધાનમંત્રી બનવાનું સપનું રોળાઈ ગયું! વહૂના કારણે આ દિગ્ગજ નેતા નહોતા બની શક્યા દેશના PM, જાણો કેમ? દેશની રાજનીતિના ઈતિહાસમાં ખુબ જ રસપ્રદ છે આ કિસ્સો...મુલાયમ સિંહ સફળ રાજનેતા હોવા છતા એક દિવસ એવો તેમના જીવનમાં આવ્યો, જેને તેઓ ક્યારેય યાદ નહીં કરવા માંગે. એક એવો દિવસ જ્યારે તેઓ વહૂ ડિમ્પલ યાદવના કારણે દેશના પીએમ બનતા બનતા રહી ગયા અને વહુના લીધે તેમનું પ્રધાનમંત્રી બનવાનું સપનું હંમેશા માટે રોળાઈ ગયું.
દેશના સૌથી મોટા રાજ્ય યૂપીમાં થોડા દિવસો બાદ વિધાનસભા ચૂંટણીની શરૂઆત થઈ જશે. આ વખતે મુખ્યમંત્રીની ગાદી પર યોગી આદિત્યનાથ ફરી બેસશે કે નહીં, તે તો ચૂંટણી બાદ જ ખબર પડશે. પરંતુ એ પહેલા આજે અમે સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના પિતા મુલાયમ સિંહ યાદવના જીવન સાથે જોડાયેલો એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છે.
મુલાયમ સિંહ યાદવ સફળ રાજનેતા હોવા છતા એક દિવસ એવો તેમના જીવનમાં આવ્યો, જેને તેઓ ક્યારેય યાદ નહીં કરવા માંગે. એક એવો દિવસ જ્યારે તેઓ વહૂ ડિમ્પલ યાદવના કારણે દેશના પીએમ નહોતા બની શક્યા. આ કિસ્સો એવો છેકે, માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પણ આખા દેશની રાજનીતિમાં તમામ રસપ્રદ કિસ્સાઓમાં આ ઘટનાનો સમાવેશ થાય છે. કારણકે, આ કિસ્સાના લીધે દેશની રાજનીતિની દિશા પણ બદલાઈ ગઈ.
1996નું વર્ષ મુલાયમ નહીં ભૂલી શકે-
1996નું વર્ષ મુલાયમ સિંહ યાદવાના જીવનમાં ક્યારેય ન ભૂલી શકાય તેવું રહ્યું. તેઓ ઈચ્છે તો પણ આ વર્ષને યાદ કરવા નહીં માંગે. કારણ કે આ એ જ વર્ષ હતું, જ્યારે તેઓ પીએમ બનતા બનતા રહી ગયા. મીડિયા રિપોર્ટ્સ અને અને રાજનૈતિક વિશેષજ્ઞો દાવો કરતા હતા કે એ વર્ષે પ્રધાનમંત્રીના પદ માટે મુલાયમસિંહને નામ પર મહોર લગાવવામાં આવી હતી. ત્યાં સુધી કે શપથ ગ્રહણની તારીખ અને સમય પણ નક્કી થઈ ગયા હતા. પરંતુ લાલૂ પ્રસાદ યાદવ પોતાની દીકરીના લગ્ન અખિલેશ યાદવ સાથે કરાવવા માંગતા હતા. આ વાતની જાણકારી અખિલેશને થઈ તો તેમણે ડિમ્પલ સાથે લગ્નની વાત કહી. જેના પર મુલાયમે પુરો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે અખિલેશ ન માન્યા તો લાલૂ પ્રસાદ યાદવ અને શરદ યાદવે સમર્થન ન ક્યું. જે બાદ મુલાયમની જગ્યાએ એચડી દેવગૌડ પીએમ બન્યા.
બે વર્ષમાં મળ્યા ત્રણ પીએમ-
ભલે એ સમયે મુલાયમ પીએમ ન બની શક્યા પરંતુ એ વર્ષોમાં પીએમની ગાદી પર કોઈ સ્થિર જ ન રહી શક્યું. ભારતીય રાજનીતિમાં આ એ જ વર્ષ હતું જ્યારે, દેશને 2 વર્ષમાં 3 પીએમ મળ્યા. 1996માં સૌથી પહેલા વાજપેયીજી દેશના પીએમ બન્યા. જો કે, લોકસભામાં બહુમતિ સાબિત ન કરી શકવાના કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું. ત્યારે કોંગ્રેસ બીજી સૌથી મોટી પાર્ટી હતી પરંતુ સરકાર બનાવવાનો દાવો ન કર્યો. જે બાદ યૂનાઈટેડ ફ્રંટે જ્યારે સરકાર બનાવવાનું વિચાર્યું તો પીએમ પદ માટે દેવગૌડાનું નામ આવ્યું. એ સમયે કર્ણાટકની રાજનીતિમાં દેવગૌડાનું મોટું નામ હતું. અને તેમની છબી સાફ હતી. પ્રધાનમંત્રી પદના દાવેદાર તો ઘણા હતા પરંતુ દેવગૌડના નામ પર સહમતિ બની. ભારતીય રાજનીતિમાં આ વર્ષને એટલા માટે પણ યાદ કરવામાં આવે છે કે, ચૂંટણીમાં માત્ર 46 બેઠકો લાવનારી પાર્ટી જનતા દળના નેતા દેવગૌડાને પીએમનું પદ મળ્યું.
1996 લોકસભા ચૂંટણીમાં બેઠકોના લેખા-જોખા-
1996માં લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને બહુમતિ નહોતી મળી. ભાજપ 161 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. તો કોંગ્રેસ પાસે 141 અને જનતા દળ પાસે 46 બેઠકો હતી. સૌથી મોટી પાર્ટી હોવાના કારણે ભાજપને સરકાર માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. અટલ બિહારી વાજપેયીએ પીએમ પદના શપથ પણ લીધા. પરંતુ લોકસભામાં બહુમતિ સાબિત ન કરી શકવાના કારણે તેમને રાજીનામું આપવું પડ્યું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે