હજુ બાકીના આ ત્રણ મહત્ત્વના રિપોર્ટમાં ખુલશે અકસ્માતનું 'તથ્ય' આજે ફાઈલ થઈ શકે છે ચાર્જશીટ

હવે આ કેસમાં ઝડપથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી શકે છે. ચાર્જશીટમાં પોલીસ મજબૂત પૂરાવા રજૂ કરશે અને તથ્યને આકરી સજા અપાવશે. પોલીસે આ માટે વીડિયો પૂરાવા પણ ભેગા કર્યાં હતા.

હજુ બાકીના આ ત્રણ મહત્ત્વના રિપોર્ટમાં ખુલશે અકસ્માતનું 'તથ્ય' આજે ફાઈલ થઈ શકે છે ચાર્જશીટ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઇસ્કોન ફ્લાયઓવર પર જેગુઆર કારથી 10 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલના રિમાન્ડ પૂરો થતો પોલીસે તેને જેલમાં મોકલવાની સાથે ચાર્જશીટ પણ શરૂ કરી દીધી છે. આ કેસમાં સંકળાયેલાનો નિવેદનો પણ લેવાઈ કર્યા છે ત્યારે હવે પોલીસ આ ને વધુ મજબૂત બનાવવા આઈપીસીની કલમ ગુનાહિત મનુષ્ય વધની કલમ પણ ઉમેરશે, જેમાં 3થી 7 વર્ષની સજાની ભેગવાઈ છે. 

તથ્ય પટેલ સામે પોલીસે આઈપીસીની કલમ 279, 337, 338, 304 તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 અને 134બી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ સાથે કારમાં સવાર આર્યન પંચાલ, સ્વામ સાગક, ધ્વનિ પંચાલ, જેથા વાસિયા, માલવિકા પટેલનાં નિવેદની લઈનાના સાક્ષી બનાવ્યા છે. તથ્ય પટેલ તથા તેના મિત્રોના ફોન એફએસએલમાં મોકલી આપ્યા છે. આ સિવાય કેસ વધુ મુજબૂત બનાવવા પોલીસે તમામ રિપોર્ટ્સ મેળવી લીધાં છે.

માત્ર 0.5 સેકન્ડમાં ટોળાંને ટક્કર મારી જેગુઆર આગળ નીકળી ગઈ તથ્ય સામે ગુનાઇત મનુષ્ય વધની કલમ ઉમેરાશે, 2 દિવસમાં ચાર્જશીટની તૈયારી. કાર લોક થઈ ત્યારે તેની સ્પીડ 108ની હતી ધવારે રાત્રે જગુઆર કારથી લોકોને ઉલાગ્યા તે પહેલાં તો બે વાર પરમારી કને બદલે એક્સિલેટર પરથી પણ હટાવી લીધો. આથી કારની સ્પીડ 150થી યટીને 141,27એ પહોંચી અને ટોળાને ટક્કર મારી કારની સ્પીડ 141.27ની થઈ ત્યારે માત્ર 0.5 સેકન્ડમાં ટોળાને ટક્કર મારી આગળ નીકળી ગઈ હતી. 

અકસ્માત બાદ પણ તપ્થે બ્રેક મારી ન હોવાથી 200-300 મીટર આગળ જઈ કારના સેન્સર એક્ટિવધવા અને લોક થઈ ગઈ. કાર લોક થઈ ત્યારે તેની સ્પીડ 108 હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું. પોલીસે તેને પુરાવા સ્વરૂપે રજૂ કરશે. ટેકનિશિયનોએ બે વાર તપાસ કર્યા બાદ પોલીસને રિપોર્ટ કર્યો છે, જેમાં કારમાં હેઈમા ન હોવાનું બ્રેક મારી ન હોવાનું તથા અકસ્માત બાદ ઓટો બ્રેક થઈ ગઈ હોવાનું જણાવ્યું છે.

હજુય પીએમ, ડીએનએ, ફોનના રિપોર્ટ બાકી:
તથ્ય પટેલ સામેના કેસમાં પોલીસે કાગળ પરની તમામ કાર્યવાહી લગભગ પૂરી કરી દીધી છે. આથી નાગામી એક કે બે દિવસમાં ન તથ્ય કેસમાં પોલીસ ચાર્જની સાથ કરી છે. તેવું તપાસ અધિકારીઓનું કહેવું છે. ત્યારે તથ્ય કેસમાં આરટીઓ, એફએસએલ જેગુઆર કાર કંપની. એક ટેસ્ટ, પીએમ નોટ સહિતના તમામ રિપોર્ટ આવી ગથા છે. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ડીએનએ રિપોર્ટ તેમ જ મોબાઇલ ફોનના રિપોર્ટ આવવાના બાક છે. તે પણ ટૂંક જ સમયમાં થી કશે તેવું પોલીસનું કહેવું છે. આટલું જ નહીં તે મ ચાર્જશીટ ફાઇલ થયા બાદ કેરા શસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને તેને રેટથી બંનેના જવા સા અપાવવાની તૈયારીઓ પોલો દ્વરા કરી દેવામાં આવી છે.

જેગુઆરના રિપોર્ટમાં ખુલાસો:
તથ્ય જે કાર ચલાવતો હતો તે જેગુઆર કંપનીનો રિપોર્ટ યુકેથી આવી ગયો છે. આ રિપોર્ટ પ્રમાણે અકસ્માત સમયે તથ્યએ ગાડી પર બ્રેક નહોતી મારી. તથ્યની સ્પીડ પણ લિમિટ કરતા ખુબ વધારે હતી. કંપનીની તપાસમાં પણ કારની સ્પીડ વધુ હોવાની વાત સાબિત થઈ ગઈ છે. સામે આવ્યું કે અકસ્માત સમયે તથ્યનું ધ્યાન ડ્રાઇવિંગ પર નહોતું. જેગુઆર કંપનીના રિપોર્ટ પ્રમાણે અકસ્માત સમયે ગાડીની કંડીશન બરાબર હતી. 

તથ્ય પાસે ક્યાંથી આવી જગુઆર-
જગુઆર કાર તથ્યને ગિફ્ટમાં મળી હોવાનો મોટો ખુલાસો. તેના પિતા પ્રજ્ઞેશ પટેલે દીકરાને ગાડી ગિફ્ટમાં આપી હતી. કંપનીમાં ભાગીદાર હોવાની રીતે ગાડી ગિફ્ટમાં આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news