Jobs Alert 2021: Indian Air Force નોકરીની તક, ધોરણ-10થી લઈને ગ્રેજ્યુએટ સુધી થશે ભરતી

ભારતીય વાયુસેનામાં આ વખતે 255 પદો પર ભરતી આવી છે. જેમાં મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ, સ્નેટોગ્રાફર ગ્રેટ-2, સ્ટોર સુપ્રીટેન્ડેટ, સ્ટોર કીપર, લોન્ડ્રીમેન, આયા/વોર્ડ સહાયિકા, કુક અને ફાયરમેન પદ પર ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો પરીક્ષા 18 એપ્રિલથી 22 એપ્રિલ 2021 વચ્ચે યોજાશે. 

Jobs Alert 2021: Indian Air Force નોકરીની તક, ધોરણ-10થી લઈને ગ્રેજ્યુએટ સુધી થશે ભરતી

નવી દિલ્હીઃ ભારતીય વાયુ સેના (Indian Air Force) ઘણા પદો માટે અરજી મંગાવી છે. ગ્રુપ સી કેટેગરીના પદો પર ભરતી નિકળી છે. નોટિફિકેશન પ્રમાણે પશ્ચિમી એર કમાન્ડમાં સિવિલયનના 255 ખાલી પદો પર ભરતી કરવાની છે. 10 પાસ કરી ચુકેલા ઉમેદવારોથી લઈને ગ્રેજ્યુએટ સુધી માટે વેકેન્સી  (Vacancy 2021) છે. તો ઉંમર મર્યાદાની વાત કરીએ તો આ પદો પર ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 25 વર્ષ છે. એરફોર્સમાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવાર www.airmenselection.cdac.in પર પણ વિઝિટ કરીને જાણકારી મેળવી શકે છે. 

આ પદો પર આવી ભરતી
ભારતીય વાયુસેનામાં આ વખતે 255 પદો પર ભરતી આવી છે. જેમાં મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ, સ્નેટોગ્રાફર ગ્રેટ-2, સ્ટોર સુપ્રીટેન્ડેટ, સ્ટોર કીપર, લોન્ડ્રીમેન, આયા/વોર્ડ સહાયિકા, કુક અને ફાયરમેન પદ પર ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો પરીક્ષા 18 એપ્રિલથી 22 એપ્રિલ 2021 વચ્ચે યોજાશે. 

જરૂરી યોગ્યતાઓ
તમામ પદો માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. કેટલાક પદો માટે ધોરણ-10 પાસ તો કેટલાક માટે 12 પાસની માંગ કરવામાં આવી છે. તો કેટલીક પોસ્ટ માટે ગ્રેજ્યુએશનની જરૂર પડસે. જનરલ કેટેગરી માટે ઉંમર મર્યાદા 18થી 25 વર્ષ છે. ઓબીસી વર્ગને ઉંમરમાં 3 વર્ષ, એસસી તથા એસટીને 5 વર્ષ અને દિવ્યાંગોને 10 વર્ષની છૂટ મળશે. વિભાગીય કર્મચારીઓ, વિધવા, છુટાછેડા લીધેલી મહિલાઓને પણ ઉંમર મર્યાદામાં છૂટનો આ વિશેષ લાભ મળશે. 

પગારની વાત
પગારમાં વિવિધ પદો અનુસાર અંતર છે. લેવલ-1- 18000 રૂપિયા, લેવલ-2- 19900 રૂપિયા, લેવલ-4- 25500 રૂપિયા છે. 

આ રીતે કરો અરજી
આ તમામ પદો માટે તમારે ઓનલાઇન અરજી કરવી પડશે. તમારે તેમાં માંગવામાં આવેલી વિગત ભરવાની છે. ફોર્મ ભર્યા બાદ તમારે તેને કવરમાં બંધ કરી આપેલા સરનામા પર મોકલવાનું રહેશે. કવર પર 10 રૂપિયાનો પોસ્ટ સ્ટેમ્પ લગાવવાનો છે અને તેના પર તે લખવાનું છે કે તમે ક્યા પદ માટે અરજી કરી રહ્યાં છો. મહત્વનું છે કે તમારે આ અરજી 13 માર્ચ 2021 સુધી મોકલવાની રહેશે. 

પહેલા અરજીના આધાર પર શોર્ટલિસ્ટિંગ થશે અને ત્યારબાદ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાં સફળ થનાર ઉમેદવારોને પદોની માંગ અનુસાર સ્કિલ ટેસ્ટ/ ફિઝિકલ ટેસ્ટ/પ્રેક્ટિકલ ટેસ્ટમાં સામેલ થવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news