શાકભાજીના ભાવમાં તીખો ભડકો! હજુ પાકે તે પૂર્વે જ બળી ગઈ, જાણો કયા શાકનો શું છે ભાવ?

રાજકોટ જિલ્લામાં હાલ 80 ટકા શાકભાજી પંજાબ, મધ્યપ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી આવે છે. જેમાં ટમેટાં, ભીંડો, આદુ, ગલકા, રીંગળ, ગુવાર, કોથમીર, અને બટેટા વગેરેનો સમાવેશ થાય છે. આ શાકભાજીમાં છૂટક બઝારમાં 50 ટકાથી વધારે ભાવ વધારો નોંધાયો છે.

શાકભાજીના ભાવમાં તીખો ભડકો! હજુ પાકે તે પૂર્વે જ બળી ગઈ, જાણો કયા શાકનો શું છે ભાવ?

ઝી બ્યુરો/રાજકોટ: ચાલુ વર્ષે અસહ્ય ગરમીની અસર લોકોના આરોગ્ય સાથે ગૃહણીઓના આર્થિક બજેટ પર પણ પડી છે, જેમાં વાત કરીએ તો હિટવેવની અસર સમગ્ર દેશમાં થઈ છે અને હિટવેવની સીધી અસર શાકભાજીના વાવેતર પર પડી છે. આકરા તાપને કારણે મોટાભાગના રાજ્યોમાં શાકભાજી હજુ પાકે તે પૂર્વે જ બળી ગઈ અને જે બચી ગઈ તે અહીં લાવતા ટ્રાન્સપોર્ટેશનમાં સમય લાગવાને કારણે ગરમીથી બગડી જતા હોય છે. 

રાજકોટ જિલ્લામાં હાલ 80 ટકા શાકભાજી પંજાબ, મધ્યપ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી આવે છે. જેમાં ટમેટાં, ભીંડો, આદુ, ગલકા, રીંગળ, ગુવાર, કોથમીર, અને બટેટા વગેરેનો સમાવેશ થાય છે. આ શાકભાજીમાં છૂટક બઝારમાં 50 ટકાથી વધારે ભાવ વધારો નોંધાયો છે. શાકભાજીમાં ભાવ વધારા અંગે ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. ગૃહિણીઓએ શાકભાજીના ભાવને શેરબજારના ભાવ સાથે સરખાવ્યા હતાં અને જણાવ્યું હતું કે અમો પેલા શાકભાજીની ખરીદીમાં બજેટમાં મેનેજ થઈ જતું હતું. 

એટલે કે પહેલા જે ભાવે શાકભાજી મળતું તે અત્યારે સીધું ડબલ ભાવ થઈ ગયા છે. જેથી કરીને 15 હજારના બજેટમાં પૂરું થઈ જતું તે હવે 18થી 20 હજારની આસપાસના બજેટમાં પૂરું થાય એટલે શાકભાજીના ભાવ વધવાથી ગૃહણીઓના બજેટ ઉપર પણ અસર થઈ છે. સાથે ગરમીના કારણે શાકભાજી પણ સારા નથી આવતા અને ભાવ પણ વધ્યો છે. અત્યારે તો અમો શાકભાજી ખરીદીમાં ગમે તેટલી કરકસર કરીએ તો પણ મહિનાના અંતે તો બજેટ ઉપર સીધી અસર પડે જેથી બાળકોના મોજશોખ ભૂલી તો જ જવાના.

શાકભાજીના ભાવ અંગે હરાજી બજારના પ્રમુખ સાથે વાત કરતા ગરમીના કારણે શાકભાજી બળી જાય છે. જેથી ભાવો આસમાને પહોંચે છે. સાથે જ પહેલાના અને અત્યારે ભાવો માં 40થી 50 ટકાનો ફેર છે. પહેલા કરતા અત્યારે 50 ટકા શાકભાજી મોંઘું છે. સાથે હજુ એકથી દોઢ મહિના સુધી આવા ભાવો યથાવત રહેશે, ત્યારબાદ શાકભાજીની આવક શરૂ થશે એટલે ભાવ કાબુમાં આવી જશે. 

શાકભાજી હોલસેલ અને બજાર ભાવ કિલોમાં...

હોલસેલ ટામેટા 50 થી 55 કિલો...બજાર ભાવ 90થી 100 આસપાસ કિલો..

ગુવાર હોલસેલ ભાવ 90 આસપાસ ગુવાર બજાર ભાવ 140 આસપાસ

મરચા હોલસેલ ભાવ 50 થી 60 આસપાસ બજાર ભાવ 100 આસપાસ

કોથમરી હોલસેલ ભાવ 100 આસપાસ બજાર ભાવ 200 આસપાસ

રીંગણા હોલસેલ ભાવ 30 આસપાસ બજાર ભાવ 70 થી 80 આસપાસ

ભીંડો હોલસેલ ભાવ 50 થી 60 આસપાસ બજાર ભાવ 100 થી 120 આસપાસ

ફ્લાવર હોલસેલ ભાવ 60 આસપાસ બજાર ભાવ
100 થી 110 આસપાસ

આ રીતે બધા શાકભાજીના અલગ અલગ ભાવો છે એટલે શાકભાજીના ભાવોમાં હાલ 50 ટકાથી પણ વધારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news