ચિત્રોડી નદીમાં આભ ફાટ્યું, ગામ આખુ બેટમાં ફેરવાયું પરંતુ તંત્ર સમગ્ર ઘટનાથી સંપુર્ણ અજાણ

હળવદથી 18 કિલોમીટર દુર આવેલા ચિત્રોડી ગામે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે ભારે વરસાદ તુટી પડતા પળવારમાં ગામમાં પાણીની સ્થિતિ સર્જાઇ હતી. એક તરફ ફલકું નદી અને એક તરફ બ્રહ્માણી નદી વચ્ચે ગામ ટાપુમાં ફેરવાઇ જતા સાંજે પરત ફરી રહેલા બે માલધારીના ઘેટા-બકરા પણ તણાઇ ગયા હતા. જો કે સરકારી તંત્ર હજુ પણ આ બાબતથી અજાણ હોવાનું સામે આવ્યું છે. 

Updated By: Jun 18, 2021, 04:23 PM IST
ચિત્રોડી નદીમાં આભ ફાટ્યું, ગામ આખુ બેટમાં ફેરવાયું પરંતુ તંત્ર સમગ્ર ઘટનાથી સંપુર્ણ અજાણ

સુરેન્દ્રનગર : હળવદથી 18 કિલોમીટર દુર આવેલા ચિત્રોડી ગામે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે ભારે વરસાદ તુટી પડતા પળવારમાં ગામમાં પાણીની સ્થિતિ સર્જાઇ હતી. એક તરફ ફલકું નદી અને એક તરફ બ્રહ્માણી નદી વચ્ચે ગામ ટાપુમાં ફેરવાઇ જતા સાંજે પરત ફરી રહેલા બે માલધારીના ઘેટા-બકરા પણ તણાઇ ગયા હતા. જો કે સરકારી તંત્ર હજુ પણ આ બાબતથી અજાણ હોવાનું સામે આવ્યું છે. 

Bhuj માં વરસાદ માહોલ વચ્ચે ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ

હળવદ તાલુકા મથકેથી 18 કિલોમીટર દુર બ્રાહ્મણી નદી અને ફલકુ નદી કિનારે વસેલા ચિત્રોડી ગામે મોડી સાંજથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. વરસાદ એક તબક્કે તો જાણે આભ ફાટ્યું હોય તેમ વરસવા લાગ્યો હતો. જેના કારણે બંન્ને નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. જેના કારણે એક ભરવાડના 25થી 30 જેટલા ઘેટા પાણીના પ્રવાહમાં તણાયા હતા. જો કે માનવ સાંકળ રચીને ઘેટા બચાવી લેવાયા હતા. 

નવલખી બંદર પર 485 મીટરની નવી જેટી બનાવાશે, સ્થાનિક રોજગારીમાં થશે મોટો વધારો

જો કે આશ્ચર્યજનક બાબત છે કે, હળવદ મામલતદારનો ચાર્જ માળિયા મામલતદાર પાસે હોવાથી આ ઘટનાક્રમથી તેઓ અજાણ હોવાનું અને સરપંચ દ્વારા કોઇ જાણકારી આપવામાં ન આવી હોવાનું કહ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી પણ રજા પર હોઇ આભ ફાટવાની ઘટના બની હોવા છતા તંત્ર ઉંઘતુ ઝડપાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube