પાડાના વાંકે પખાલીને ડામ, કોર્પોરેશને બિલ નહી ભરતા હવે શહેરના નળ કનેક્શન કપાશે

જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગર પાલિકા માઝુમ ડેમમાં પાણી બિલ ભરવામાં ઉણી ઉતરી છે. શહેરીજનો પાસે કડકાઈથી પાણી વેરો વસુલતી નગર પાલિકાનું માઝુમ ડેમ વિભાગમાં 33.15 કરોડ પાણી બિલ ચૂકવવાનું બાકી રહેતા ડેમ વિભાગ દ્વારા પત્ર લખી જાણ કરાઈ. મોડાસા ખાતે આવેલા માઝુમ ડેમમાંથી ડેમ વિભાગ દ્વારા મોડાસા નગર પાલિકાને શહેરી જનોને પાણી પૂરું પાડવા માટે રોજના 90 લાખ લીટર પાણીનો જથ્થો આપવામાં આવી રહ્યો છે. આ જથ્થો છેલ્લા ગણા વર્ષોથી આપવામાં આવી રહ્યો છે. જેની સામે નગર પાલિકા દ્વારા દર વર્ષે પાણી બિલ ભરવાનું હોય છે, પરંતુ નગર પાલિકા દ્વારા અત્યાર સુધીમાં પાણી બિલ પેટે એક પણ રૂપિયો ચુકવવામાં નહિ આવતા પાણીનું બિલ વધી અધધ 33.15 કરોડ થઇ ગયું છે, ત્યારે આ બિલ વસૂલવા માટે ડેમ વિભાગ દ્વારા લેખિત પાત્ર દ્વારા નગર પાલિકાને તાકીદ કરવામાં આવી છે. 
પાડાના વાંકે પખાલીને ડામ, કોર્પોરેશને બિલ નહી ભરતા હવે શહેરના નળ કનેક્શન કપાશે

અરવલ્લી : જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગર પાલિકા માઝુમ ડેમમાં પાણી બિલ ભરવામાં ઉણી ઉતરી છે. શહેરીજનો પાસે કડકાઈથી પાણી વેરો વસુલતી નગર પાલિકાનું માઝુમ ડેમ વિભાગમાં 33.15 કરોડ પાણી બિલ ચૂકવવાનું બાકી રહેતા ડેમ વિભાગ દ્વારા પત્ર લખી જાણ કરાઈ. મોડાસા ખાતે આવેલા માઝુમ ડેમમાંથી ડેમ વિભાગ દ્વારા મોડાસા નગર પાલિકાને શહેરી જનોને પાણી પૂરું પાડવા માટે રોજના 90 લાખ લીટર પાણીનો જથ્થો આપવામાં આવી રહ્યો છે. આ જથ્થો છેલ્લા ગણા વર્ષોથી આપવામાં આવી રહ્યો છે. જેની સામે નગર પાલિકા દ્વારા દર વર્ષે પાણી બિલ ભરવાનું હોય છે, પરંતુ નગર પાલિકા દ્વારા અત્યાર સુધીમાં પાણી બિલ પેટે એક પણ રૂપિયો ચુકવવામાં નહિ આવતા પાણીનું બિલ વધી અધધ 33.15 કરોડ થઇ ગયું છે, ત્યારે આ બિલ વસૂલવા માટે ડેમ વિભાગ દ્વારા લેખિત પાત્ર દ્વારા નગર પાલિકાને તાકીદ કરવામાં આવી છે. 

બીજી તરફ નગર પાલિકા દ્વારા શહેરીજનો પાસથી પાણીના નામે પાણીવેરો વસૂલાય છે. વર્ષ અંતે કોઈ શહેરીજનનો પાણી વેરો બાકી હોય તો નળ કનેક્શન પણ કાપવાની કાર્યવાહી કરી પાણી વેરો વસૂલાય છે, ત્યારે શહેરીજનો પાસેથી કડકાઈથી વેરો વસુલતી પાલિકા ખુદ ડેમ વિભાગનો વેરો ભરવામાં ઉણી ઉતરતા અનેક સવાલો ઉભા થયા છે.

સમગ્ર મામલે નગર પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, રાજ્યની બીજી નગર પાલિકાઓનું બિલ જોતા મોડાસા નગર પાલિકાની આ રકમ ખુબ જ ઓછી છે બીજી તરફ આ બિલ પાલિકાના સ્વભંડોળમાંથી ભરવાની હોય છે. ગ્રાન્ટની આવકમાંથી આ ભરી શકતા નથી. આ બિલ બાકી રહી ગયું છે. જે માટે સરકાર સાથે વાટાઘાટો કરી આ માટે યોગ્ય નિકાલ થાય તે માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news