મોદી અને ભાજપ કઈ રીતે બની ગયા એકબીજાના પર્યાય? જાણો કેવી રહી પક્ષ અને પ્રધાન સેવકના સંઘર્ષની સફર

BJP Foundation Day: 6 એેપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. પણ શું તમે જાણો છોકે, લોકસભામાં માત્ર બે જ બેઠકો ધરાવતો આ પક્ષ કઈ રીતે દુનિયાનો સૌથી મોટી રાજકીય પક્ષ બની ગયો? અને કઈ રીતે એક સામાન્ય ચા વેચનારો છોકરો દુનિયાની સૌથી મોટી લોકશાહીનો પ્રમુખ બની ગયો? એ જાણવા માટે તમામે અતિતમાં ડોકિયું કરવું પડશે. જાણો નરેન્દ્ર મોદી કઈ રીતે બની ગયા ભાજપના પર્યાય.

Trending Photos

મોદી અને ભાજપ કઈ રીતે બની ગયા એકબીજાના પર્યાય? જાણો કેવી રહી પક્ષ અને પ્રધાન સેવકના સંઘર્ષની સફર

જયેશ જોશી, અમદાવાદઃ એક સમયે જે પક્ષને લોકસભામાં માત્ર બે જ બેઠકો મળી હતી એવી પાર્ટી આજે કેન્દ્રમાં જંગી બહુમત સાથે સતત બીજીવાર સત્તારૂઢ થયેલી છે. અને વર્ષ 2024માં ત્રીજી ટર્મ જીતવા માટે મોદી સરકાર જોર લગાવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ દુનિયાનો સૌથી મોટો રાજકીય પક્ષ બની ગયો છે. ભાજપ આજે 42 વર્ષનો થઈ ગયો છે અને પોતાના 42માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે જાણીએ કે કઈ રીતે ભાજપ અને મોદી બની ગયા એકબીજાના પર્યાય....

No description available.

દેશના રાજકીય ઈતિહાસમાં ભારતીય જનતા પાર્ટીએ જ્યારે એન્ટ્રી કરી હતી ત્યારે કોઈએ વિચાર્યું પણ ન હતું કે એક દિવસ આ પાર્ટી ઐતિહાસિક જીત મેળવીને સત્તાનું સુકાન સંભાળશે. 1980ના દાયકામાં જ્યારે બીજેપીની રચના થઈ અને પાર્ટીએ એક રાજકીય પાર્ટી તરીકે પહેલી લોકસભાની ચૂંટણી લડી હતી ત્યારે પાર્ટીના ખાતામાં માત્ર બે બેઠક આવી હતી. તેમ છતાં પણ પાર્ટીના નેતાઓએ હિંમત હારી નહીં અને તેનું ફળ આપણી સામે છે. ભાજપના સંઘર્ષથી ભરેલા ઈતિહાસમાં હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ મોટું યોગદાન છે.

No description available.

નરેન્દ્ર મોદી બાળપણથી જ RSS સાથે જોડાયેલા હતા. 1958માં દિવાળીના દિવસે ગુજરાત RSSના પહેલા પ્રાંત પ્રચારક લક્ષ્મણરાવ ઈનામદાર ઉર્ફે વકીલ સાહેબે નરેન્દ્ર મોદીને બાળ સ્વયંસેવકના શપથ અપાવ્યા હતા. ત્યારબાદ મોદી RSSના શાખાઓમાં જવા લાગ્યા. નરેન્દ્ર મોદી મહેનતુ કાર્યકર્તા હતા. RSSની મોટી શિબિરોના આયોજનમાં તે પોતાના મેનેજમેન્ટની કમાલ પણ બતાવતા હતા.

No description available.

RSSના નેતાઓને ટ્રેન અને બસમાં રિઝર્વેશનની જવાબદારી તેમની પાસે રહેતી હતી. એટલું જ નહીં ગુજરાતના હેડગેવાર ભવનમાં આવનારી દરેક ચિઠ્ઠીને ખોલવાનું કામ પણ નરેન્દ્ર મોદીએ જ કરવાનું રહેતું. નરેન્દ્ર મોદીના મેનેજમેન્ટ અને તેમના કામ કરવાના પ્રકારને જોયા પછી RSSમાં તેમને મોટી જવાબદારી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેના માટે તેમને રાષ્ટ્રીય કાર્યાલય નાગપુરમાં એક મહિનાના વિશેષ ટ્રેનિંગ કેમ્પમાં મોકલવામાં આવ્યા. 

No description available.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયા બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાત મોડલને દેશ અને દુનિયા સામે એ રીતે પ્રસ્તુત કર્યું કે ત્યાર બાદ મોદીની છબિ રાજનીતિના આકાશમાં સૌથી ઉંચે અંકિત થઈ ગઈ. મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે એક કૂશળ રાજનેતા અને વહીવટ કર્તા તેમજ કડક છબિ ધરાવતા નેતા તરીકે લોકોમાં પ્રસ્થાપિત થઈને ખુબ જ નામના મેળવી.

No description available.

1990ના દાયકામાં નરેન્દ્ર મોદીએ અડવાણીની સોમનાથથી અયોધ્યા રથ યાત્રામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેના પછી તેમને બીજેપી અધ્યક્ષ મુરલી મનોહર જોશીની એકતા યાત્રાના સંયોજક બનાવવામાં આવ્યા. આ યાત્રા દક્ષિણમાં તમિલનાડુથી શરૂ થઈને શ્રીનગરમાં ત્રિરંગો ફરકાવીને પૂરી કરવાની હતી.

No description available.

2001માં જયારે ગુજરાતમાં ભૂકંપ આવવાથી 20,000 લોકોના મૃત્યુ થયા અને રાજ્યમાં રાજકીય સત્તામાં પરિવર્તન થયું. દબાણના કારણે તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પોતાનું પદ છોડ્યું અને નરેન્દ્ર મોદીને રાજ્યની કમાન સોંપવામાં આવી. જેના પછી તેમણે ગુજરાતમાં ભાજપના વિકાસ માટે કામ કરવાનું શરૂ કર્યું. મુખ્યમંત્રીની જવાબદારીની સાથે સાથે નરેન્દ્ર મોદીએ પોતાને રાજકીય સંગઠન મજબૂત કરવા અને રાજ્યના વિકાસના કામ શરૂ કર્યા.

No description available.

ગુજરાતમાં તે 2002, 2007, 2012માં વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત મેળવીને ભાજપનો પરચમ દેશ અને દુનિયામાં લહેરાવ્યો. 2012 સુધીમાં તેમનું કદ એટલું મોટું થઈ ગયું કે તેમને પાર્ટીના પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે જોવામાં આવવા લાગ્યા. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઐતિહાસિક જીત મેળવતાં 282 બેઠકો જીતીને પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી. ત્યારબાદ પાર્ટીને દેશના 20થી વધારે રાજ્યમાં સરકાર બનાવવામાં સફળતા મેળવી.

No description available.

પ્રધાનમંત્રી મોદીએ પોતાના પહેલાં કાર્યકાળના પાંચ વર્ષ સફળતાપૂર્વક પસાર કર્યા પછી ફરી એકવાર 2019ની લોકસભાની ચૂંટણી આવી. જેમાં પણ પાર્ટીએ 2014 કરતાં પણ મોટી જીત મેળવતાં 303 બેઠકો જીતીને ઈતિહાસ રચી દીધો. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યાર બાદ બબ્બે વાર ભારતના પ્રધાનમંત્રી બન્યા પછી જે રીતે તેમણે ભાજપને સફળતા અપાવી છે. તેના કારણે હવે ભાજપ અને નરેન્દ્ર મોદી એકબીજાના પૂરક બની ગયા છે. અને હવે ત્રીજીવાર દેશનો જનમત મળવવા માટે પક્ષ અને પ્રધાન સેવક બન્ને કરી રહ્યાં છે વર્ષ 2024 માટેની તૈયારીઓ....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news