BRTS ના ડ્રાઇવરે કર્યું એવું કામ કે તમે કરશો સલામ, પણ ઘટના બાદ તત્કાલ નિપજ્યું તેનું મોત

બીઆરટીએસ બસોના ડ્રાઇવરો બેફામ રીતે બસ ચલાવી લોકોનો જીવ લેતા હોવાના સમાચારો હમેશાં ચર્ચામાં રહેતા હોય છે, સુરત પણ આવી ઘટનામાંથી બાકાત નથી. જોકે સુરતની બીઆરટીએસ બસના એક ડ્રોઇવરે એવું કામ કર્યું છે કે તેને સલામ કરવાનું મન થઇ શકે છે. જોકે દુઃખની વાત એ છે કે તેને જે કામ કર્યું હતું, ત્યાર બાદ તેને અંતિમશ્વાસ લીધો હતો. 
BRTS ના ડ્રાઇવરે કર્યું એવું કામ કે તમે કરશો સલામ, પણ ઘટના બાદ તત્કાલ નિપજ્યું તેનું મોત

તેજસ મોદી/સુરત : બીઆરટીએસ બસોના ડ્રાઇવરો બેફામ રીતે બસ ચલાવી લોકોનો જીવ લેતા હોવાના સમાચારો હમેશાં ચર્ચામાં રહેતા હોય છે, સુરત પણ આવી ઘટનામાંથી બાકાત નથી. જોકે સુરતની બીઆરટીએસ બસના એક ડ્રોઇવરે એવું કામ કર્યું છે કે તેને સલામ કરવાનું મન થઇ શકે છે. જોકે દુઃખની વાત એ છે કે તેને જે કામ કર્યું હતું, ત્યાર બાદ તેને અંતિમશ્વાસ લીધો હતો. 

મળતી માહિતી અનુસાર સુરતની બીઆરટીએસ સેવાની સોમેશ્વરથી અમેઝિયા રૂટની બીઆરટીએસ બસ અશોકભાઈ કરસનભાઈ માઘડ ડ્રાઈવર તરીકે ચલાવે છે. તેઓ બસ લઈ વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસેથી અલથાણ ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક તેમને છાંતીમાં દુ:ખાવો થવા લાગ્યા હતો. પોતાની સાથે કઈ અજુકતું થઈ રહ્યું હોવાનો ખ્યાલ આવતા તેમને બસને સાઈડમાં ઉભી રાખી દીધી હતી. જેથી પોતે જે બસ ચલાવી રહ્યા છે તેના પેસેન્જર અને બસની આસપાસ રહેલા વાહનો સુરક્ષીત થઇ જાય.

બીઆરટીએસના ડ્રાઇવરે ગાડી સાઇડમાં ઉભી રાખીને પોતાનાં સુપરવાઈઝરને જાણ કરી હતી. આ સાથે જ બસમાં બેઠેલા મુસાફરોને પોતાની તબિયત અંગેની જાણ કરી ઉતારી દીધા હતાં. પોતે બસમાં સુઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા સમજી સુપરવાઈઝરે પણ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે અશોકભાઈનું મોત નિપજ્યું હતું. ખટોદરા પોલીસે અશોકભાઈના મોતનુ સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news