work

હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસની જ નોકરી, 3 દિવસ રહેશે વીક ઓફ! જાણો ક્યારથી લાગુ થશે નવા નિયમો

સરકાર નવા શ્રમ કાયદા લાગુ કરવા જઈ રહી છે. સરકાર અમલ કરતા પહેલા તેના નિયમોને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જેથી અમલીકરણ પછી કોઈ મુશ્કેલી ન આવે. આ નવા નિયમમાં રજાઓ અને કામના કલાકોથી લઈને પગાર સુધીના નિયમો બદલાશે.

Dec 30, 2021, 09:08 AM IST

VADODARA માં નોકરીથી ઘરે જવા નિકળેલી મહિલા એવી હાલતમાં મળી કે...

શહેરના સાવલીના લામડાપુરા ગામ પાસે આવેલ નિરમા કેનાલ પાસે મહિલાની હત્યા કરેલી લાશ મળતાં હડકંપ મચી જવા પામ્યો છે, મહિલાની હત્યા કરેલી લાશ મળતાં પોલીસ દોડતી થઈ છે. સાવલીના લામડાપુરા ગામ પાસે આવેલ નિરમા કેનાલ પાસે રાત્રે 32 વર્ષીય મહિલાની હત્યા કરેલી લાશ હોવાની માહિતી સાવલી પોલીસને મળતાં પોલીસ દોડતી થઈ અને સ્થળ પર પહોચી તપાસ કરી. જેમાં તપાસ કરતાં મૃતક મહિલા હંસાબેન પરમાર કે જે ઉમરેઠના ભરોડા તાલુકામાં રહેતી હોવાનું સામે આવ્યું છે. 

Dec 11, 2021, 11:20 PM IST

PF ખાતા ધારકો માટે સૌથી મહત્ત્વના સમાચાર, ઝડપથી પુરી કરો EPFO એ જણાવેલી આ કામગીરી

સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને (EPFO) તેના ગ્રાહકોને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. આજકાલ, EPFOના સબસ્ક્રાઇબર્સ સંબંધિત તમામ કામ ઓનલાઈન થઈ શકે છે. તેવી જ રીતે તેની ઈ-નોમિનેશન સેવા પણ ઓનલાઈન કરી શકાય છે. આ માટે તમે ઘરે બેઠા EPFOની વેબસાઈટ પર આ કામ સરળતાથી કરી શકો છો.

Nov 22, 2021, 11:48 AM IST

સરકારી કામ માટે ડિજિટલ એપ લોન્ચ તો ધડાધડ થાય છે પણ આખરે શોભાના ગાંઠી બની જાય છે

છાંયા નગર પાલિકા વિસ્તારના લોકો માટે આજથી એકાદ વર્ષ પૂર્વે પાલિકાએ મોબાઈલ એપ લોન્ચ કરી હતી.આજના ડીજીટલ યુગમાં લોકોએ પાલિકાને લગતી ફરિયાદો માટે પાલિકાએ રુબરુ જવાને બદલે મોબાઈલ એપ વડે પ્રાથમિક સુવિધા અંગેની ફરિયાદ ઓનલાઇન કરી શકાય તેવા ઉદેશ્ય સાથે એપ શરુ કરવામાં આવી હતી. જો કે માત્ર એક જ વર્ષમાં એપ માત્ર શોભાના ગાઠીયા સમાન બની ગઈ છે. સુવિઘાને બદલે એપ દુવિધા બની ગઈ છે. 

Nov 1, 2021, 11:00 PM IST

તલાટીને લગતુ કામ હોય તો પતાવી દેજો, ફરી એકવાર તલાટીઓએ લડાયક મુડમાં

છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી રાજ્યના તલાટી-મંત્રીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઇને સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત અને માંગણી કરવામાં આવી છે, જેનું અત્યાર સુધી કોઇપણ પ્રકારનું નિરાકરણ ન આવતા રાજકોટ સહિત રાજ્યના તલાટી- મંત્રી ઓ એ આજે કાળી પટ્ટી લગાડી વિરોધ નોંધાવ્યો હતો. સમાન કામ સમાન વેતન સહિત વિવિધ મુદ્દાઓને લઈને રાજકોટના તલાટી- મંત્રીઓ એ આજે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા તેઓની માંગણી વહેલી તકે પૂરી કરવા રાજ્ય સરકારના અધિકારીઓને રજૂઆત પણ કરી હતી. 

Sep 20, 2021, 04:53 PM IST

RAJKOT માં અનરાધાર 1 કલાકમાં 1 ઇંચથી તંત્રની પ્રિમોનસુન કામગીરી ધોવાઇ, NDRF ટીમ તહેનાત

સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજ સવારથી જ આગાહી અનુસાર મેઘાડંબર છવાયું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો બાદ અચાનક મેઘરાજાએ તોફાની બેટિંગ આદરી હતી. એક કલાકમાં જ એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરનાં મોટા ભાગના વિસ્તારો પાણી પાણી થયા હતા. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી હજી પણ વરસાદ ચાલું જ છે. હવામાન વિભાગે અગાઉથી જ કરેલી આગાહી અનુસાર તંત્ર દ્વારા NDRF ની એક ટીમ તહેનાત કરવામાં આવી છે. 

Jun 20, 2021, 05:05 PM IST

બાળ મજૂરી નાબુદ કરવા જામનગરમાં હાથ ધરાયું લોક જાગૃતિ અભિયાન

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળ મજૂરી નાબુદી માટે જાગૃતિ લાવવા  વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. વાલીઓને બાળ મજૂરીની આર્થિક, સામાજિક અને માનસિક અસરો વિશે માહિતીગાર કરી શિક્ષણના મહત્વ વિશે જામનગર જિલ્લામાં અભિયાન શરૂ કરીને દરેકને સમજાવવામાં આવી રહ્યાં છે.

Jun 18, 2021, 03:33 PM IST

કોરોના થઇ ગયો હવે મ્યુકરમાઇકોસિસ થશે તેવા ડરથી વૃદ્ધે ધાબે ચડીને કર્યું એવું કામ કે...

રાજ્યમાં કોરોનાની સાથે હવે વિવિધ ફંગસને લગતા કેસ પણ વધી રહ્યા છે. મ્યુકોરમાઇકોસિસના કારણે હાહાકાર મચી ગયો છે. રોજનાં અનેક કેસો સામે આવી રહ્યા છે. જેનાં કારણે દર્દીના ઝડબા, આંખ, મોઠા અને વિવિધ અંગો કાઢવા પડે છે. તેવામાં લોકોમાં કોરોના બાદ આ રોગ મુદ્દે પણ ભારે ગભરામણ જોવા મળી રહી છે. 

May 30, 2021, 07:21 PM IST

SURAT: કોફી શોપમાં 13થી19 વર્ષની તરૂણીઓ કરતી હતી એવું કામ કે પોલીસ પણ વિચારમાં પડી

શહેરમાં લાંબા સમયથી કોફી શોપનાં નામે પ્રેમી કપલને છોકરા છોકરીઓને એકાંત માણવાની જગ્યાએ વેપલો ખીલ્યો છે. આજે શહેરના મોટા વરાછા ચાલતા કોફી શોપમાં કપલ બોક્સ પર પોલીસે દરોડા પાડ્યાં હતા. જેમાં 10 કરતા વધુ કપલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. 

May 11, 2021, 12:21 AM IST

April મહિનામાં 15 દિવસ બંધ રહેશે બેંકો, સમય મળે તો જલદી પતાવી દેજો આ જરૂરી કામો

હોળીના કારણે 27થી લઈને 29 માર્ચ સુધી બધી બેંક બંધ છે. 29 માર્ચ પછી 30 અને 31 માર્ચે એટલે કે 2 દિવસ બેંક ખુલશે. એપ્રીલ મહિનામાં કુલ 15 દિવસ બેંક બંધ રહેશે જેમાં 9 અલગ અલગ તહેવારોની રજા છે.

Mar 29, 2021, 01:29 PM IST

જાણીતી કંપની હવે કર્મચારીઓ માટે ચિતરી રહી છે નવો અને અનોખો ચિલો

કોરોના કાળ અનેક પરિવર્તન લઈને આવ્યો છે. જેમાનું એક છે નોકરી કરવાનું સ્વરૂપ. વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ સર્વ સામાન્ય થયો. અને હવે આ જ કન્સ્પેક્ટ સ્વીડિશ ઓડિયો સ્ટ્રીમિંગ કંપની સ્પોટિફાઈ લઈને આવી છે. તેણે પોતાના કર્મચારીઓની ફ્લેક્સિબિલીટી અંગે વિચારવાનું શરૂ કર્યુ છે અને આગામી વર્ષોમાં આ વિચારને અમલમાં મૂકવાની તૈયારી થઈ રહી છે. 
 

Feb 13, 2021, 10:22 PM IST

પિતા પુત્રના કારણે આખુ જૂનાગઢ રાતા પાણીએ રોઇ રહ્યું છે, કર્યું એવું કામ કે...

પોસ્ટ એજન્ટ પિતા પુત્ર લાખો રૂપીયાનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયા છે. ઠગ પોસ્ટ એજન્ટ પિતા પુત્રએ અનેક ખાતા ધારકોના રૂપીયાનું ફુલેકું ફેરવી નાખ્યું, પોસ્ટ ઓફીસના ખાતાં ધારકોએ બચત માટે આપેલા રૂપિયા પોસ્ટ ઓફીસમાં જમા કરાવતા ન હતા. પાસબુકમાં એન્ટ્રી  હોય પરંતુ ખાતામાં રૂપિયા જમા ન હોય ખાતા ધારકો ચિંતામાં મુકાયા છે. આ ઘટનાને લઈને પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા ખાત્રી અપાઈ છે. જો કે ભોગ બનનાર એક ખાતા ધારકે પોસ્ટ એજન્ટ ભરત પરમાર અને તેના પુત્ર તુષાર પરમાર સામે પોલીસ ફરીયાદ પણ નોંધાવી છે.

Jan 4, 2021, 12:10 AM IST

અમદાવાદ: દિવાળી બાદ તબક્કાવાર શરૂ થશે શૈક્ષણિક કાર્ય, SOP બનાવવાની કામગીરી શરૂ

કોરોનાને કારણે રાજ્યમાં 7 મહિના કરતા વધારે સમયથી રાજ્યનું તમામ શિક્ષણ લગભગ બંધ થઇ ચુક્યું છે. જો કે ગુજરાત સરકાર હવે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની તૈયારીઓ લાગી ગઇ છે. જેના કારણે શિક્ષણ વિભાગે દિવાળી બાદ કોલેજો અને ધોરણ 9થી 12 શરૂ કરવા અંગેની ચર્ચા કરવા માટે તમામ યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોવિડ 19 માટેની નવી ગાઇડલાઇન્સ નક્કી કરવામાં આવશે. જેને જોતા દિવાળી બાદ તુરંત જ કોલેજો શરૂ થાય તેવી શક્યતાઓ છે. કોલેજો બાદ તબક્કાવાર શાળાઓના વિવિધ વિભાગો પણ શરૂ કરવામાં આવશે. સૌ પ્રથમ ઉચ્ચતર માધ્યમીક, ત્યાર બાદ માધ્યમીક અને ત્યાર બાદ પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવશે. 

Nov 5, 2020, 08:06 PM IST

ગાંડો હશે તો ચાલશે પણ ગદ્દાર તો નહી જ: ધાનાણીનું એક ટ્વીટ અને રાજકીય ખળભળાટ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને પગલે ગુજરાતમાં રાજકીય ગરમી વધી ચુકી છે. તેવામાં વિવિધ નેતાઓના નિવેદનોના કારણે પણ પક્ષો અવારનવાર ચર્ચામાં આવતા રહે છે. વિધાનસભાના વિપક્ષી નેતા અને ટ્વીટ ( twitter)ર પર રાજકીય યુદ્ધ ખેલવામાં મોખરે એવા પરેશ ધાનાણી (Paresh Dhanani)એ ફરી એકવાર ટ્વીટ ( twitter) કરીને ચકચાર મચાવી છે. ભાજપનાં જોડાયેલા કોંગ્રેસનાં કેટલાક ધારાસભ્યોને પરેશ ધાનાણી (Paresh Dhanani) અગાઉ જ જયચંદો ગણાવી ચુક્યા છે. જો કે હવે તેમણે ઉમેદવારો અંગે કોંગ્રેસની નીતિ સ્પષ્ટ કરતા હોય તે પ્રકારનું ટ્વીટ ( twitter) કરતા લખ્યું કે, ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહી હાલે. 

Oct 20, 2020, 05:22 PM IST

BRTS ના ડ્રાઇવરે કર્યું એવું કામ કે તમે કરશો સલામ, પણ ઘટના બાદ તત્કાલ નિપજ્યું તેનું મોત

બીઆરટીએસ બસોના ડ્રાઇવરો બેફામ રીતે બસ ચલાવી લોકોનો જીવ લેતા હોવાના સમાચારો હમેશાં ચર્ચામાં રહેતા હોય છે, સુરત પણ આવી ઘટનામાંથી બાકાત નથી. જોકે સુરતની બીઆરટીએસ બસના એક ડ્રોઇવરે એવું કામ કર્યું છે કે તેને સલામ કરવાનું મન થઇ શકે છે. જોકે દુઃખની વાત એ છે કે તેને જે કામ કર્યું હતું, ત્યાર બાદ તેને અંતિમશ્વાસ લીધો હતો. 

Oct 5, 2020, 11:25 PM IST

Lockdown: વર્ક ફ્રોમ હોમ નોકરીઓ શોધી રહ્યા છે ભારતીય, આટલા ટકાનો થયો વધારો

Lockdownની વચ્ચે હવે નોકરી કરવા માટે તમામ સમીકરણ બદલાઈ રહ્યાં છે. પહેલા લોકો માત્ર મોટી સેલેરી તરફ આકર્ષિત થતા હતા. હવે બધુ જ બદલાઈ ગયું છે. હવે મોટાભાગના લોકો કોરોના વાયરસથી બચવા માટે વર્ક ફ્રોમ હોમવાળી નોકરી શોધી રહ્યાં છે. નોકરી કરતા લોકોના વિચારમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે.

May 24, 2020, 06:29 PM IST
System Started Work Of Minor Canal In Patan PT4M14S

Zee 24 Kalak Impact: માઇનોર કેનાલમાં તંત્રએ હાથ ધરી કામગીરી

પાટણમાં ઝી 24 કલાક ચેનલ અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. ઝી 24 કલાકના અહેવાલ બાદ નર્મદા તત્ર દોડતું થયું છે. સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામના ખેડૂતોની વ્હારે ઝી 24 કલાક આવ્યું છે. મઢુંત્રા ગામમાં નર્મદાની માઈનીર કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાને લઈ અહેવાલ પ્રસારિત કરાયો હતો.

Feb 3, 2020, 06:10 PM IST
Ahmedabad Maldhari Protest Again AMC's Animal Catching Team's Work PT2M19S

અમદાવાદના માલધારીઓએ કયા કારણે એએમસી વિરુદ્ધ રેલી યોજી

અમદાવાદમાં રખડતા ઢોર અંગે તંત્રની કડક કામગીરીને લઈને માલધારી સમાજે વિરોધ રેલી યોજી મ્યુનિસિપલ કમિશનરને આપ્યું આવેદન પત્ર,પશુઓને ચરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા, પશુ દીઠ 100 સ્કેવરફીટ ફાળવણી કરવા આવે તેવી કરી માગ

May 20, 2019, 03:55 PM IST
Valsad Child Labor Work Video Viral PT1M49S

વલસાડમાં કોણ કરાવતું હતુ બાળકો પાસે મજૂરી, જુઓ અહેવાલ

વલસાડઃ બાળકો પાસે બાળમજૂરી કરાવાતી હોવાનો વીડિયો વાયરલ, રેલવે કોલોનીમાં દીવાલ બનાવવાનું કામ કરાવવાનો વીડિયો, કોન્ટ્રાક્ટર બાળકો પાસે મજૂરી કરાવતો હોવાનો વીડિયો

May 17, 2019, 04:05 PM IST
Tapi Bridge Block Due To Maintenance Work PT1M57S

તાપીના વાપી-શામળાજી નેશનલ હાઈવે પરનો માર્ગ કરાયો ડાયવર્ટ

વાપી-શામળાજી નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો માટે મોટા સમાચાર, તાપીના વાલ્મિકી નદીના પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાપી-શામળાજી નેશનલ હાઈવેને આ પુલ જોડે છે. નદી પર પુલના બાંધકામને પગલે વાહનવ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ જાહેરનામુ બહાર પાડીને 15 જૂલાઈ સુધી વાહનવ્યવહારને ડાયવર્ઝન આપ્યો છે.

May 16, 2019, 05:40 PM IST