MLA ના આક્ષેપ બાદ સરકાર દોડતી થઇ, ગમે તે ક્ષણે ઉચ્ચ IPS અધિકારીઓની બદલીનો દોર

પોલીસ કમિશનરર હપતા લેતા હોવાનો સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્યના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. હવે આક્ષેપોના ગંભીર પડઘા ભાજપ સરકાર અને સંગઠનમાં પડ્યા છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓની પ્રક્રિયા ચાલી રહી છે. 
MLA ના આક્ષેપ બાદ સરકાર દોડતી થઇ, ગમે તે ક્ષણે ઉચ્ચ IPS અધિકારીઓની બદલીનો દોર

રાજકોટ : પોલીસ કમિશનરર હપતા લેતા હોવાનો સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્યના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. હવે આક્ષેપોના ગંભીર પડઘા ભાજપ સરકાર અને સંગઠનમાં પડ્યા છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓની પ્રક્રિયા ચાલી રહી છે. 

જેમાં આજે રાજકોટ પોલીસ કમિશનર સામે થયેલા આક્ષેપો બાદ રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની બદલીના ઓર્ડર કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત પોલીસ અધિકારી સામે રાજકીય નેતાઓએ કરેલા આક્ષેપોને ધ્યાનમાં રાખીને આવા અન્ય ઉચ્ચ અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાય તેવી શક્યતા છે. 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ સામે આક્ષેપો અને ફરિયાદો વધી રહી છે. સામાન્ય નાગરિકથી માંડીને સત્તાધારી પક્ષના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓની કામગીરી સામે શંકા વ્યક્ત કરી હતી. જેના પગલે ગૃહમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરી રહ્યાં છે. આજે રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે એક મોટા ઘટસ્ફોટ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ હપતા લેતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. 

ગુજરાતમાં IPS અધિકારીઓની બદલી લાંબા સમયથી અપેક્ષીત છે. આ આક્ષેપો બાદ હવે ગમે ત્યારે IPS અધિકારીની બદલીઓ આવી શકે છે. જેમાં અમદાવાદ પોલીસ કમિશનર, સુરત અને રાજકોટ પોલીસ કમિશનરની બદલીઓ નિશ્ચિત હોવાનું સુત્રો ગણગણી રહ્યા છે. આ ઉપરાંત રેન્જ આઈજીઓની પણ બદલી થવાની છે. હવે ગમે ત્યારે બદલીના ઓર્ડર પર મહોર લાગવાની તૈયારી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news