Mahakumbh 2025: હિમાલયમાં એકાંતવાસમાં રહેતા નાગા સાધુઓના ત્રણ રહસ્યો, તમે પણ જાણો
Mahakumbh 2025: નાગા સાધુઓની રહસ્યમયી દુનિયાને લઈને દરેકના મનમાં ઉત્સુકતા રહે છે. આજે અમે તમને નાગા સાધુઓના કેટલાક રહસ્યો વિશે જાણકારી આપીશું.
Trending Photos
Kumbh Mela 2025: મહાકુંભ મેળાની શરૂઆત આ વર્ષે પ્રયાગરાજમાં થવાની છે. અહીં સૌથી પહેલા 13 જાન્યુઆરીના દિવસે નાગા સાધુઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવશે. મોટી સંખ્યામાં નાગા સાધુ કુંભ મેળામાં આવે છે. પરંતુ બાકીના સમયમાં તે એકાંતવાસ કરે છે, હિમાલયના દુર્ગમ શિખરો પર તે દુનિયાથી અલગ રહી ગુપ્ત રીતે યોગ-ધ્યાન અને સાધના કરે છે. પરંતુ તેવામાં સવાલ ઉઠે ઠે કે તેને મહાકુંભની જાણકારી કઈ રીતેમળે છે અને કઈ રીતે મહાકુંભ દરમિયાન મોટી સંખ્યામાં નાગા સાધુ પવિત્ર ઘાટો પર પહોંચી જાય છે. નાગા સાધુઓની દુનિયા સાથે જોડાયેલા ત્રણ રહસ્યો વિશે આજે અમે તમને જણાવીશું.
પ્રથમ રહસ્યઃ કઈ રીતે મહાકુંભની માહિતી મળે છે
નાગા સાધુ 12 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યા બાદ પૂર્ણ રૂપથી દીક્ષિત થાય છે. પોતાના દીક્ષા કાળ દરમિયાન નાગા સાધુ હિમાલયના દુર્ગમ પહાડોમાં તપ કરે છે. પરંતુ જ્યારે પણ મહાકુંભનું સ્નાન હોય છે તો રહસ્યમયી રીતે તે જગ્યા પર પહોંચી જાય છે. તેમની પાસે સંપર્કના કોઈ સાધનો જેમ કે મોબાઈલ કે હોતું નથી. તેવામાં સવાલ ઉઠે છે કે તે કઈ રીતે જાણી લે છે કે ક્યારે અને કયાં મહાકુંભના મેળાનું આયોજન થશે? આ વાત જરાક ચોંકાવનારી છે. જો તમારા મનમાં પણ સવાલ હોય તો તેનો જવાબ તમને જણાવીશું.
હકીકતમાં નાગાઓના બધા 13 અખાડાના કોટવાલ મહાકુંભથી ખુબ પહેલા મહાકુંભની તારીખ અને સ્થાનની જાણકારી આપવાનું શરૂ કરી દે છે. કોટવાલ દ્વારા સ્થાનીક સાધુઓને સૂચના આપવામાં આવે છે, ત્યારબાદ શ્રૃંખલા બનતી રહે છે. ત્યારબાદ નાગા સાધુ તે સ્થાન તરફ કૂચ કરવાનું શરૂ કરે છે, જ્યાં મહાકુંભનું આયોજન થવાનું છે. તો કેટલાક લોકો તે પણ માને છે કે યોગથી મેળવેલી સિદ્ધિઓ દ્વારા નાગા સાધુઓ ગ્રહો-નક્ષત્રોની ચાલથી મહાકુંભની તારીખ અને સ્થાનની જાણકારી મેળવી લે છે.
બીજુ રહસ્યઃ નાગાઓની ધુણીનું રહસ્ય
જ્યાં નાગા સાધુઓ રહેતા હોય છે ત્યાં તે ધુણી જરૂર સળગાવે છે. આ ધુણીને ખુબ પવિત્ર માનવામાં આવે છે અને તેના નિયમ પણ છે. ધુણીની આગને સાધારણ આગ માનવામાં આવતી નથી. તે સિદ્ધ મંત્રોના પ્રયોગથી સાચા મુહૂર્તમાં પ્રગટાવવામાં આવે છે. તેને સળગાવવા માટેનો એક નિયમ છે કે નાગા સાધુ ગુરૂના આદેશ કે સાનિધ્ય વગર ધુણી પ્રગટાવતા નથી. એકવાર ધુણી શરૂ કર્યા બાદ તે સાધુને તેની નજીક રહેવું પડે છે. જો કોઈ પરિસ્થિતિમાં નાગા સાધુએ ધુણીની પાસેથી જવું પડે તો તેનો સેવક જરૂર ત્યાં હોવો જોઈએ. નાગા સાધુઓ પાસે જે ચીમટી હોય છે તે પણ માત્ર ધૂનીની અગ્નિની વ્યવસ્થા કરવા માટે જ હોય છે. નાગા સાધુઓનું માનવું છે કે જો કોઈ નાગા સાધુ પવિત્ર ધૂની પાસે બેસીને કંઈક બોલે તો તે ચોક્કસથી પૂર્ણ થાય છે. જ્યારે નાગા સાધુઓ મુસાફરી કરે છે, ત્યારે તેઓ તેમની સાથે ધૂપ લાકડીઓ રાખતા નથી, પરંતુ તેઓ જ્યાં પણ પડાવ નાખે છે ત્યાં તેઓ ચોક્કસપણે ધૂપ લાકડીઓ બાળે છે.
ત્રીજું રહસ્યઃ નાગા સાધુઓના નિર્વસ્ત્ર રહેવાનું રહસ્ય
નાગા સાધુઓને તમે જરૂર જોયા હશે. તે હંમેશા નિર્વસ્ત્ર રહે છે. તેની પાછળ નાગા સાધુઓ જે તર્ક આપે છે કે મનુષ્ય દુનિયામાં નિર્વસ્ત્ર આવ્યો છે. પ્રાકૃતિક રૂપથી વ્યક્તિએ સંસારમાં રહેવું જોઈએ, તેથી નાગા સાધુ વસ્ત્રો પહેરતા નથી. બીજી ધારણા છે કે વસ્ત્ર ધારણ કરવાથી તેની સાધનામાં વિઘ્ન આવે છે. જો સાધુ વસ્ત્રોની માયાજાળમાં ફસાયેલો રહેશો તો તેના કારણે ઘણો સમય ખરાબ થશે. આ કારણે નાગા સાધુઓ વસ્ત્રો ધારણ કરવાનું પસંદ કરતા નથી. તે પ્રાકૃતિક રૂપથી રહી સરળતાથી દરેક કાર્યો કરે છે. યોગ કરી નાગા સાધુ પોતાના શરીરને એટલું મજબૂત બનાવી દે છે કે દરેક પરિસ્થિતિ અને જળવાયુમાં તે નિર્વસ્ત્ર જીવી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. ઝી 24 કલાક તેની સત્યતાનું પ્રમાણ આપતું નથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે