હનિટ્રેપ: ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી યુવતીએ યુવાન પાસે માંગી 12 લાખની ખંડણી

રાજકોટમાં વધુ એક હનિટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ સોશિયલ મીડિયા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી ચાર શખ્સો સાથે મળી યુવાનને માર મારી તેનો મોબાઇલ લૂંટી લીધો હતો અને 12 લાખની ખંડણી માંગી હતી.

Updated By: Oct 14, 2018, 03:21 PM IST
હનિટ્રેપ: ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી યુવતીએ યુવાન પાસે માંગી 12 લાખની ખંડણી

રાજકોટ: રાજકોટમાં વધુ એક હનિટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ સોશિયલ મીડિયા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી ચાર શખ્સો સાથે મળી યુવાનને માર મારી તેનો મોબાઇલ લૂંટી લીધો હતો અને 12 લાખની ખંડણી માંગી હતી. આથી યુવાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તમામ આરોપીને પકડી પાડ્યા છે.

રાજકોટનાં ભગવતીપરા વિસ્તારમાં છેલ્લા બે માસથી પોતાના પરિવારથી અલગ રહેતી નિમિષા ઠકરાર તેના મિત્રો સાથે મળી રૂપિયા પડાવવા પ્લાન ઘડ્યો હતો. અને બાદમાં નીતુ રાવલ નામનું ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. જેના મારફત નિમિષાએ રાજકોટના એક બીઝનેશમેન યુવાનને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી 4 દિવસ સુધી ચેટીંગ કર્યા બાદ ગઈકાલે સાંજના સમયે રેસકોર્સ ગાર્ડન ખાતે મળવા બોલાવ્યો હતો અને બાદમાં નક્કી કરાયેલ પ્લાન મુજબ નિમિષાના મિત્રો તેમના ભાઈ બની યુવાનને માર મારી તેની પાસેથી 12 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. યુવાન પાસે રહેલ મોબાઈલ ફોનની લુટ ચલાવી હતી આ બાબતે ફરીયાદી યુવાને પોલીસને જાણ કરતા પોલીસે ગણતરીની કલાકોમાં તમામ પાંચે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેવી રીતે કરતા હનીટ્રેપ..?
પોલીસનાં કહેવા પ્રમાણે, આરોપી  નિમિષા ઠકરાર દ્વારા ફેસબુકમાં નીતુ રાવલ નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. અને બાદમાં તે એકાઉન્ટ મારફત યુવાનોને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી બાદમાં તેની સાથે મિત્રતા કેળવી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મારફત ચેટીંગ કરતી હતી અને બાદમાં તેણે કોઈ જગ્યા એ મળવા બોલાવી અને તેના મિત્રો મારફત ફેસબુક ફ્રેન્ડ ને માર મારી રૂપિયા પડાવતી હતી. યુવાનોને પ્રેમજાળ અને મિત્રતામાં ફસાવીને હનીટ્રેપનો શીકાર કરતી ટોળકીને પોલીસે જેલનાં સળીયા ગણતી કરી દીધી છે. જોકે મહત્વનું છે કે, રાજકોટ શહેરમાં અવાર નવાર આ પ્રકારનાં ગુનાઓ સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસ આરોપીઓ પાસેથી વધુ કેટલા ગુનાઓની કબુલાત કરાવી શકે છે તે જોવું રહ્યું..?