હનીટ્રેપ

શરીરસુખ માણવા માટે નક્કી કર્યા 1 હજાર રૂપિયા અને હનીટ્રેપમાં ફસાયા

વરાછા વિસ્તારમાં રહેતા લેસપટ્ટીના કારખાનેદાર અને તેના મિત્રને હનીટ્રેપમાં ફસાવી પોલીસ કેસ કરવાની ધમકી આપી 2 લાખ પડાવી લેનાર બે ભેજાબાજ અને ત્રણ મહિલા સહિત 7 વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

Oct 30, 2020, 01:10 PM IST

‘મારો પતિ ઘરે નથી..’ કહીને પત્ની પુરુષોને બોલાવતી, અને પછી....

યુવાનોને અંગતપળ માણવા ઘરે બોલાવી બાદમાં તેની પાસેથી રૂપિયા પડાવી ફસાવીને હનીટ્રેપનો શિકાર કરતી ટોળકીને પોલીસે જેલનાં સળિયા ગણતી કરી દીધી

Oct 9, 2020, 02:17 PM IST

જો કોઇ મહિલા હોટલમાં મળવા બોલાવે તો સાવધાન, આ પ્રકારે લાખો રૂપિયાનો લાગી શકે છે મોટો ચુનો

શહેરના સેટેલાઇટ પોલીસે હનીટ્રેપ કેસમા તાજેતરમાં જ બે આરોપીઓને ઝડપ્યા હતા. ત્યારે વધુ એક આરોપીની ધરપકડ અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ કરી છે. પકડાયેલા આરોપી આશિક હુસેન દેસાઈ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસ હિરાસતમાં ઉભેલા આરોપીનું નામ છે આશિક હુસેન દેસાઈ. પ્રોહીબિશનના ત્રણેક ગુનામાં વોન્ટેડ આશીકહુસેન છેલ્લા ઘણા સમયથી પોલીસને માત આપી નાસતો ફરતો હતો. પરંતુ આખરે પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સનાતન સર્કલ નજીક થી આરોપીને ચોક્કસ હકીકત આધારે ઝડપી લીધો હતો. કુખ્યાત આરોપી આશિક હુસેન માત્ર પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે એવું નથી અગાઉ પણ મારામારી, લૂંટ અપહરણ, ખંડણી, ક્રિકેટ સટ્ટો અને હનીટ્રેપ કેસમાં પકડાઈ ચૂક્યો છે.

Sep 20, 2020, 05:28 PM IST

હાઈ કેમ છો ડાર્લિંગ!! આવો મેસેજ આવે ચેતી જજો! શાનમાં સમજી જાવ તો ઠીક નહીંતર...

આ ટોળકીએ લીલીયા તાલુકાના ભોરીંગડા ગામ ના ખાનગી નોકરી કરતા વિજય ભાઈને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો સૌથી પહેલા ગુડ મોર્નિંગનો મેસેજ કરે અને ગુડ મોર્નિંગ બાદ હાઈ કેમ છો ડાર્લિંગ આવો મેસેજ કરવામાં આવે. 

Sep 8, 2020, 12:03 AM IST

જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવી તોડ કરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદના સોલા વિસ્તારમાં હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. એક યુવતીએ પોતાના પ્રેમી સાથે મળી ગેંગના સાગરીતોના સાથથી એક યુવકને પ્રેમ જાળમાં ફસાવી તેની પાસેથી ખંડણી લઈ લીધી. આ મામલે પોલીસે 6 લોકોની ધરપકડ કરી લીધી છે.

Jul 10, 2020, 11:37 PM IST

ભરૂચ : બહેનપણીના ઘરે બોલાવીને મહિલાએ વૃદ્ધના કપડા કાઢી બાથમાં લીધા... પણ કરી નાંખી મોટી ભૂલ 

ભરૂચ નબીપુરના 80 વર્ષીય વૃદ્ધે ઉછીના આપેલા રૂા.1.50 લાખ પરત લેવાના મુદ્દે ગામની જ મહિલાએ હનીટ્રેપ ગોઠવી હતી. મહિલાએ વૃદ્ધને બહેનપણીના ઘરે રૂપિયા આપવા બોલાવી ગેલેરીમાં જવાનો ઇશારો કર્યો હતો. વૃદ્ધ ગેલરીમાં જતાં તેમના કપડાં કાઢી બાથમાં લઇ લીધા હતાં. પાછળથી મહિલાના સાગરિત મહેબૂબે વાયરથી વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લાશને ધોળા દિવસે કારમાં લઇ ઇટોલા પાસેના ઠીકડિયા બ્રીજ પરથી ફેંકી દીધી હતી. બહેનપણીના ઘરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે 102 કલાક લાશની શોધખોળ કરી બાદ 2 મહિલા સહિત 6 સામે ગુનો નોંધી ચારની ધરપકડ કરી અન્ય બેની શોધખોળ હાથ ધરી છે.

Feb 5, 2020, 07:02 PM IST

સ્વરૂપવાન યુવતીએ ધનાઢ્ય વેપારી પાસે માંગી લિફ્ટ માંગી અને...

જિલ્લામાં અવાર નવાર હની ટ્રેપ કરતી ગેંગ સક્રિય થઈ છે સુખી સંપન્ન લોકોને ટાર્ગેટ બનાવી મહિલા દ્વારા મોહજાળમાં ફસાવી રૂપિયા ખખેરતી ગેંગ પાટણ પોલીસ ના હાથે  ઝડપાઈ જવા પામી છે. જેમાં હારીજ તાલુકા અને પાટણના ઈસમો ભેગા મળી ગેંગ બનાવી કાવતરું રચી રોડ પરથી પસાર થતા એક ગાડી ચાલક પાસે મહિલા દ્વારા લીફટ માંગી હતી. બીજું સાગરીતોને આ બાબતની જાણ કરી અન્ય ગાડીમાં સાગરીતો આવી ગાડીને ઉભી રખાવી છરીની અણી બતાવી માર મારી ડરાવી મહિલા સાથે બિભસ્ત વિડિઓ ઉતારી પૈસા પડાવતી ગેંગને પાટણ પોલીસે ઝડપી પાડી. હનીટ્રેપના ગુનાહનો ભેદ ઉકેલવામાં સફળતા મળવા પામી છે, ત્યારે હાઇવે પર થી પસાર થતા વાહન ચાલકોને હવે લીફટ આપવી હવે લાલ બત્તી સમાન બનવા પામ્યું છે. 

Jan 25, 2020, 12:13 AM IST
1512 Shocking revelation of Swaminarayan monk s honey trap PT2M44S

જૂનાગઢ સ્વામિનારાયણ સાધુ હનીટ્રેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો...

જૂનાગઢ સ્વામિનારાયણ સાધુ હનીટ્રેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા ધરપકડનો દોર ચાલુ કરવામાં આવ્યો છે.

Dec 15, 2019, 11:35 PM IST

માંગરોળના સ્વામિનારાયણ મંદિરના સ્વામીને હનીટ્રેપમાં ફસાવી 50 લાખની ખંડણી માગી

આરોપીઓએ અંગત પળોની ક્લીપ વાયરલ કરી દેવાની ધમકી આપીને સ્વામીજી પાસે રૂ.50 લાખની ખંડણી માગી હતી. અમદાવાદના નવરંગપુરામાં આવેલી હનીબની હોટલમાં સ્વામીજીને બોલાવીને તેમની બિભત્સ ક્લીપ ઉતારવામાં આવી હતી. 
 

Dec 15, 2019, 08:32 PM IST
1512 The Saint of the Swaminarayan sect was trapped in Honeytrap PT1M20S

સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓને હનીટ્રેપમાં ફસાવતી ગેંગની ધરપકડ...

સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓને હનીટ્રેપમાં ફસાવતી ગેંગની ધરપકડ કરવામાં આવી છે. મહિલા આરોપી ઉપરાંત હોટલનાં કર્મચારી સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Dec 15, 2019, 07:50 PM IST

જુનાગઢના વેપારીને હનીટ્રેપમાં ફસાવીને કરાયું અપહરણ, માગી 10 લાખની ખંડણી

જુનાગઢમાં શ્રીજી ઈન્ડસ્ટ્રીઝના માલિક જયંતીલાલ સંઘાણીને એક મહિલા દ્વારા મેસેજ કરીને મળવા બોલાવવામાં આવ્યા હતા. વેપારી જ્યારે મળવા ગયા ત્યારે મહિલાની સાથે આવેલા અન્ય બે શખ્સોએ ભેગા મળીને જયંતીલાલનું તેમની જ કારમાં અપહરણ કરી લીધું હતું. ત્યાર પછી મહિલા સાથે તેમના ફોટા પાડીને બદનામ કરવાનું કહી રૂ.10 લાખની ખંડણી માગી હતી.
 

Sep 12, 2019, 04:59 PM IST

અમરેલી હીરાનો વેપારી હનીટ્રેપમાં ફસાયો, ત્રણ જિલ્લાની પોલીસે કરી 2ની ધરપકડ

અમરેલીના હીરાના વેપારી હનીટ્રેપમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ પોલીસે ભાવનગર, અમરેલી અને આણંદ પોલીસ સાથે મળી ગેંગના બે આરોપીની ધરપકડ કરી છે. અમરેલીમાં રહેતા મુકેશભાઇ રાદડિયા લિલિયા રોડ પર રાધેશ્યામ ડાયમંડ નામની ઓફિસ ધરાવી હીરા લે-વેચનો ધંધો કરે છે. જેને મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો છે. 

Aug 11, 2019, 04:14 PM IST
Vadodara Padra Honey trap PT2M14S

જુઓ વડોદરા પાદરા હનીટ્રેપનો મામલે શુ કરાઈ કાર્યવાહી

વડોદરા પાદરા હનીટ્રેપનો મામલે ફાર્મ હાઉસના માલિકોને ફસાવનાર 6 લોકોના બે દિવસના રિમાન્ડ કર્યો મંજૂર, બળાત્કારના ગુનામાં ફસાવી કરી હતી રૂપિયાની માગ

Jun 8, 2019, 01:55 PM IST

હીરાના વેપારીને અર્ધનગ્ન હાલતમાં પકડી હનીટ્રેપમાં ફસાવી પોલીસ કોન્સ્ટેબલે કર્યો તોડ

સુરતના વરાછાના હીરાના વેપારીને હની ટ્રેપમાં ફસાવવાના મામલે પુણા પોલીસે હેડ કોન્સ્ટેબલ જિતેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો. સુરતના વરાછા વિસ્તારમા રહેતો ધર્મેશ સાવલીયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 29મીએ ધર્મેશભાઇ પર્વત પાટિયા ખાતેની અક્ષર ટાઉનશીપમા એક મહિલા પાસે શરીર સુખ માણવા ગયો હતો. જ્યા થોડી જ ક્ષણોમા પોલીસ વર્દી અને સાદા ડ્રેસમા બે શખ્સો તેમના રૂમમા આવી પહોંચ્યા હતા. 
 

May 17, 2019, 04:53 PM IST

હનીટ્રેપ: મહિલાએ વેપારીને ફસાવી રૂપિયા પડાવા રચ્યું ષડયંત્ર, ત્રણની ધરપકડ

શહેરના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જૂની અદાવતમાં વેપારીને બરબાદ કરવાનાં ઈરાદે આરોપીઓએ લાખો રૂપિયા પડાવવા ષડયંત્ર ગોઠવ્યુ. પણ આરોપીઓના મનસૂબા પાર પડે તે પહેલાં જ પોલીસે ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી દ્વારા પોલીસને તમામ માહિતી સમયસર આપવામાં આવતા હનીટ્રેપના ષડયંત્ર ફસાતા બચ્યા હતા. હાલ તો અમદાવાદ ગ્રામ્ય LCB અને અસલાલી પોલીસના ઓપરેશનમાં હનીટ્રેપ ગેંગમાં સંડોવાયેલ એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
 

Apr 14, 2019, 09:40 PM IST

રાજકોટમાં હનીટ્રેપ: યુવતિએ સાગરિત સાથે મળી યુવક પાસેથી પડાવ્યા રૂપિયા

રાજકોટમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. મોરબીના યુવાન સાથે આશરે આઠ મહિનાથી પરિચિત રાજકોટની યુવતીએ મળવા બોલાવી આશરે 96 હજાર રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેતા યુવાને શહેરના બી ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે યુવાનને હનીટ્રેપમા ફસાવનાર એક યુવતી અને તેના સાગરીત શખ્સની ધરપકડ કરી છે તો સાથે જ સંડોવાયેલ વધુ એક નઝમાં નામની યુવતી અને અન્ય શખ્સની શોધખોળ હાથ ધરી છે.

Mar 30, 2019, 08:46 PM IST

વડોદરામાં હાઈવે પર 'હનીટ્રેપ'ની જાળ પાથરી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ

વડોદરામાં ડુપ્લીકેટ પોલીસની ઓળખ આપી બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી વેપારી પાસેથી રોકડા એક લાખ છાસઠ હજાર રૂપિયા પડાવી લેવાના ગુનામાં સમા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે આ ગુનામાં સામેલ અન્ય ત્રણ આરોપી ફરાર હોઈ તેઓની શોધખોળ આદરી છે

Feb 8, 2019, 10:48 PM IST

હનીટ્રેપ: રૂપિયાની માયા માટે ગોઠવાયેલા પ્લાનમાં થઇ હત્યા, જાણો મર્ડર મિસ્ટ્રી

શહેરમાં હનીટ્રેપમાં હત્યાની ઘટના સામે આવ્યો છે. શહેરના રૈયાધાર વિસ્તારમાં જામનગરના વેપારીને હનિટ્રેપમાં ફસાવવામાં આવ્યો અને તેનો બિભસ્ત વિડીયો ઉતારીને ઢોર માર મારવામાં આવ્યો. મારને કારણે વેપારીનું મોત નીપજ્યુ. માત્ર રૂપિયાની લાલચમાં ગોઠવાયેલી આ જાળ હત્યા સુધી પહોંચી અને તોડબાજ ટોળકીએ વેપારીને મૃતદેહને સગેવગે કરવાનો પ્લાન પણ બનાવી દીધો જો કે આ પ્લાનમાં તેઓ સફળ થાય તે પહેલા જ પોલીસ ત્યાં પહોંચી અને મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાય ગયો.

Jan 23, 2019, 08:00 PM IST

હનીટ્રેપ: લાલચ આપી માતા પુત્રીએ મળીને ઘડ્યો સરપંચને લૂટવાનો પ્લાન

રાજકોટમાંથી વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. પૂજા ભટ્ટી, ચાર્મી ડોડીયા, ક્રિષ્ના ડોડીયા નામની યુવતીઓ લાલચ આપીને રૂપિયા પડાવતી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.

Dec 5, 2018, 06:56 PM IST

હનીટ્રેપઃ ભારતીય યુવાનોને ફસાવવા પાક. આતંકી સંગઠનોની નવી ચાલ

પોલીસને માહિતી મળી હતી કે, આતંકવાદીઓ શહેરમાં હથિયાર અને દારૂગોળાની દાણચોરી કરવાના પ્રયાસ કરી રહ્યા છે 

Dec 2, 2018, 08:34 PM IST