અહીંના કણ-કણ, જન-જનમાં ભારતીયતાની મહેક જોવા મળી રહી છેઃ પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે, "ભારત-આસિયાન શિખર સંમેલન અને અન્ય કાર્યક્રમો સહિત આસિયાન સાથે સંબંધિત શિખર સંમેલનમાં ભાગ લેવા થાઈલેન્ડ પહોંચ્યો છું. આ યાત્રા દરમિયાન વિસ્વના નેતાઓની સાથે-સાથે થાઈલેન્ડના ગતિશીલ ભારતીય સમુદાય સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું."
Trending Photos
બેંગકોકઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે શનિવારે બેંગકોક પહોંચ્યા હતા. અહીં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે અહીં એક સ્ટેડિયમમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે, "ભારત-આસિયાન શિખર સંમેલન અને અન્ય કાર્યક્રમો સહિત આસિયાન સાથે સંબંધિત શિખર સંમેલનમાં ભાગ લેવા થાઈલેન્ડ પહોંચ્યો છું. આ યાત્રા દરમિયાન વિસ્વના નેતાઓની સાથે-સાથે થાઈલેન્ડના ગતિશીલ ભારતીય સમુદાય સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું."
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સ્ટેડિયમમાં પહોંચ્યા ત્યારે લોકોએ મોદી-મોદીના નારા લગાવીને અભિવાદન કર્યું હતું. લોકો વડાપ્રધાનને આવકારવા માટે થનગની રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન...
- પ્રાચીન સ્વર્ણભૂમિમાં તમારી વચ્ચે આવીને એવું લાગી રહ્યું છ કે, તમે આ ભૂમિને પણ પોતાપણાથી રંગી નાખી છે.
- થાઈલેન્ડના કણ-કણ અને જન-જનમાં પણ પોતિકાપણું જોવા મળી રહ્યું છે. અહીંની ખાણીપીણી, સ્થાપત્ય, રહેણીકરણીમાં ક્યાંક ને ક્યાંક ભારતીયતાની મહેક જોવા મળે છે.
- થાઈલેન્ડના રાજ પરિવારનો ભારત પ્રત્યેનો લગાવ ઘનિષ્ઠ અને ઐતિહાસિક સંબંધ છે.
- થાઈલેન્ડના રાજકુમારી પોતે સંસ્કૃતના વિદ્વાન છે.
- ભગવાન રામની મર્યાદા અને ભગવાન બુદ્ધની કરુણા બંને દેશોની સંયુક્ત સંસ્કૃતિ છે.
- માત્ર ભાષાની દૃષ્ટિએ જ નહીં પરંતુ ભાવનાઓથી પણ આપણે જોડાયેલા છીએ.
- સ્વાસ્દી પીએમ મોદીમાં સ્વાસ્દી શબ્દ સ્વસ્તિક સાથે જોડાયેલો છે. જેનો અર્થ થાય છે સુ-અસ્તિ એટલે કે તમારું કલ્યાણ થાઓ.
- 130 કરોડ ભારતીયો આજે 'ન્યૂ ઈન્ડિયા'ના નિર્માણમાં લાગેલા છે. તમે જ્યારે પણ ભારત આવશો ત્યારે તમને સાર્થક પરિવર્તન જોવા મળશે.
- આ કારણે જ છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભારતીયોએ મોદી સરકારને ફરીથી ચૂંટી કાઢી છે.
- 60 વર્ષ પછી પ્રથમ વખત કોઈ સરકારને પહેલા કરતા વધુ બહુમત મળ્યો છે.
- જે કામ અગાઉ અશક્ય હતા, તે આજે શક્ય થવા લાગ્યા છે. જે લોકો કામ કરે છે તેને જ લોકો કામ સોંપે છે.
- 2022માં આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યાં સુધી દરેક ગરીબને પોતાનું પાકું મકાન આપવા માટે અમારી સરકાર પ્રયાસ કરી રહી છે.
- 5 વર્ષમાં દરેક ભારતીયને બેન્ક અને વિજળી કનેક્શન સાથે જોડ્યું છે, હવે દરેક ઘરને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવાનું લક્ષ્ય છે.
- ટૂરિઝમ ક્ષેત્રએ બંને દેશને એક-બીજાની વધુ નજીક લાવ્યા છે.
- આગામી 5 વર્ષમાં ભારત 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે.
- ભારત-મયાંમાર-થાઈલેન્ડ હાઈવે સંપૂર્ણ થઈ ગયા પછી ઉત્તર-પૂર્વનાં રાજ્યોનો થાઈલેન્ડ સાથે સીધો સંપર્ક થઈ જશે.
ત્રણ દિવસના પ્રવાસે બેંગકોક પહોંચેલા મોદી ત્રણ નવેમ્બરના રોજ 16મા આસિયાન-ભારત શિખર સંમેલન અને 14 નવેમ્બરના રોજ પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સાથે જ તેઓ 4 નવેમ્બરના રોજ ત્રીજા આરસીઈપી શિખર સંમેલનની બેઠકમાં ભાગ લેશે. મોદી ચાર નવેમ્બરના રોજ નેતાઓ માટે આયોજિત એક વિશેષ ભોજન સમારોહમાં ભાગ લેશે, જેનું આયોજન થાઈલેન્ડના વડાપ્રધાન દ્વારા આસિયાનના અધ્યક્ષ તરીકે કરવામાં આવશે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે