બાકઇના સ્ટન્ટ કરનારની ખેર નથી, પોલીસે આવા લોફરના ફોટા પાડવા માટે કરી અપીલ
Trending Photos
મોરબી : સોશિયલ મિડીયામાં જુદાજુદા માર્ગો પર બાઇક અને સ્કૂટર ઉપર સ્ટંટ કરનારા શખ્સોના વિડીયો વાઇરલ થયા હતા. જેથી કરીને પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. બાઇક અને સ્કૂટર ઉપર સ્ટંટ કરનારા બે શખ્સની ધરપકડ કરેલ છે, તેમજ ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવનારા સામે પોળી વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. બાઇક ઉપર સ્ટંટ કરનારા બે શખ્સની ધરપકડ કરીને અન્ય ૧૫ જેટલા વાહન ચાલકોની સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબીના યુવાને એમ.એક્સ. ટકાટક પ્લેટફોર્મ ઉપર બાઇક સ્ટંટનો વિડીયો મુકેલ હતો. તે વિડીયો મોરબીના શનાળા રોડ ઉપરનો હોવાનું સામે આવેલ હતું. જેથી કરીને શનાળા રોડ ઉપર જે યુવાને ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર સ્ટંટ કર્યા હતા. પકડવા માટે એસપી સુબોધ ઓડેદરાએ અધિકારીઓને જરૂરી સૂચન આપી હતી. જેના આધારેએ ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ગુનામાં મહેન્દ્ર્પરા શેરી નંબર-૧૪ પંચસર રોડના નાકે રહેતા ધનરાજસિંહ શાંતુભા મકવાણાની ધરપકડ કરેલ છે, ત્યાર બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નવલખી રોડ સહિતના વિસ્તારમાં બાઇક ઉપર સ્ટંટ કરનારા શખ્સની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
જે ગુનામાં પોલીસે પોકેટ કોપ , સીસીટીવી કેમેરા, જિલ્લાની ટેકનીકલ ટીમ હ્યુમન રીસોર્સની મદદથી અવેશ તૈયબભાઇ સામતાણીની બાઇક નંબર જીજે ૩૬ એચ ૦૨૨૦ સાથે ધરપકડ કરેલ છે. નિયમોનો ભંગ કરતા અન્ય ચારને મોટર સાયકલો સાથે ઝડપી પાડીને તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવેલ છે. અલગ અલગ કલમો હેઠળ ૧૫ વાહન ચાલકો વિરૂધ્ધ દાખલા રૂપ કાર્યવાહી પોલીસ કરેલ છે. વધુમાં મોરબી જિલ્લામાં કોઇપણ જગ્યાએ આવા ધૂમ સ્ટાઇલથી વાહન ચલાવતા હોય, તેવા કે પછી સ્ટન્ટ કરતા વાહન ચાલકો ધ્યાનમાં આવે તો આવા વાહન ચાલકોના ફોટા, વાહનના રજીસ્ટ્રેશન નંબર, સ્થળની વિગત વગેરે માહિતી મોરબી જિલ્લાના પોલીસ કન્ટ્રોલરૂમના ફોન નં.૦૨૮૨૨-૨૪૩૪૮૦ પર કે પછી મોબાઇલ નંબર ૭૪૩૩૯ ૭૫૯૪૩ પર મોકલીને જાણ કરવા માટે પોલીસ લોકોને અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે