રસ્તામાં ખાડો... કે ખાડામાં રસ્તો? આણંદમાં કમરના મણકા ખસી જાય તેવી રોડની સ્થિતિ
ગોધરાથી નડીયાદને જોડતા મુખ્ય રાજય ધોરી માર્ગ પર ઉમરેઠ બસસ્ટેન્ડથી ઓડ ચોકડી સુધીનો માર્ગ વરસાદમાં ધોવાઈ જતા માર્ગ પર ખાડા પડી ગયા છે. વાહન ચાલક એક ખાડાથી બચવાનો પ્રયાસ કરે તો બીજા ખાડામાપડે તેવા સમગ્ર માર્ગ પર ખાડા પડી ગયા છે.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: જિલ્લાનાં ઉમરેઠની ઓડ ચોકડી પાસે ગોધરાથી નડીયાદને જોડતા મુખ્ય રાજય ધોરી માર્ગ વરસાદમાં ધોવાઈ જતા માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જતા રોડ પર ખાડા છે કે પછી ખાડામાં રોડ છે, તે સમજાતું નથી, કમરનાં મણકા પણ ખસી જાય તેવા ખાડા વાળા રોડ પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
ગોધરાથી નડીયાદને જોડતા મુખ્ય રાજય ધોરી માર્ગ પર ઉમરેઠ બસસ્ટેન્ડથી ઓડ ચોકડી સુધીનો માર્ગ વરસાદમાં ધોવાઈ જતા માર્ગ પર ખાડા પડી ગયા છે. વાહન ચાલક એક ખાડાથી બચવાનો પ્રયાસ કરે તો બીજા ખાડામાપડે તેવા સમગ્ર માર્ગ પર ખાડા પડી ગયા છે. આ માર્ગ પરથી દિવસ દરમિયાન હજારો વાહન ચાલકો પસાર થતા હોય છે. પરંતુ ખાડાઓનાં કારણે વાહનચાલકો ભારે હાલાકી અનુભવી રહ્યા છે. વરસાદ સમયે પાણી ભરાતા રોડ પર વાહન ચાલકોને ખબર જ નથી પડતી કે કયાં ખાડો છે અને કયાં નથી જેનાં કારણે ટુ-વ્હીલર ચાલકો ખાડામાં પટકાતા વાહનચાલકનાં હાથ પગ ભાંગે છે. છેલ્લા એક સપ્તાહમાં આ માર્ગ પર ખાડાઓનાં કારણે ચારથી વધુ વાહનચાલકો પટકાયા છે,અને ધાયલ થયા છે.
સ્થાનિક લોકોનાં જણાવ્યા અનુસાર રોડ પર પાણીનાં નિકાલ માટેની જે નિકાસની લાઈન હતી તે તંત્ર દ્વારા પુરી દેવામાં આવતા પાણીનો નિકાલ થતો નથી અને વરસાદી પાણી રોડ પર ભરાઈ રહેવાનાં કારણે રોડ ધોવાઈ જાય છે અને ખાડાઓ પડી જાય છે. સમગ્ર માર્ગ પર ગણ્યા ગણાય નહી તેવા ખાડાઓ પડયા છે. જેનાં કારણે વાહન ચાલકની કમરનાં મણકા પણ ખસી જાય તેવી પીડા અનુભવે છે.
અમે આપને જે દ્રષ્ય બતાવીએ છે તેમાં એક એમ્બ્યુલન્સ વાન જાણે ડીસ્કો કરતી હોય તેમ રોડ પરથી ખાડાઓ વચ્ચેથી પસાર થઈ રહી છે, ત્યારે એમ્બ્યુલન્સમાં જે દર્દીની સ્થિતિ કેવી હશે તે કલ્પના કરવી રહી. જયારે બીજી તરફ નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા ખાડાઓ પુરવાની કામગીરી ચાલુ હોવાનાં દાવાઓ કરવામાં આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે