ભુજના ત્રિમંદિર સંકુલમાં વિવાદ! વનભોજન કરી રહેલા મહિલાઓ સાથે અભદ્ર વ્યવહારનો આરોપ
સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મહિલાઓ સાથેના ડખામાં કેર ટીમના સભ્યના ગુસ્સાવાળા તથા હાથ જોડતા અલગ અલગ પ્રકારના તેવરની ઘટનાના કારણોમાં અધિક માસની ધાર્મિક ઉજવણી હોવાથી લોકોની લાગણી દૂભાઇ છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ભુજ: એરપોર્ટ રિંગ રોડ ઉપર આવેલા ત્રિમંદિરના બગીચામાં અધિકમાસનું વનભોજન કરી રહેલા મહિલાઓના જૂથનો મંદિર ટ્રસ્ટના સભ્યો દ્વારા ડખો થવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મહિલાઓ સાથે આ રીતની ઉગ્ર બોલાચાલીની ઘટના એટલા માટે ચર્ચામાં આવી છે કે, મંદિર પરીસરમાં અંતેવાસી મહિલાઓ દ્વારા ચાલતા ફૂડ કાઉન્ટરના વેચાણ સહિતના મામલે સવાલો ઉભા થયા છે.
સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મહિલાઓ સાથેના ડખામાં કેર ટીમના સભ્યના ગુસ્સાવાળા તથા હાથ જોડતા અલગ અલગ પ્રકારના તેવરની ઘટનાના કારણોમાં અધિક માસની ધાર્મિક ઉજવણી હોવાથી લોકોની લાગણી દૂભાઇ છે. લોકોમાંથી જાણવા મળેલી ફરિયાદના સૂર સાથેની વિગતો મુજબ, કેટલીક મહિલાઓનું જૂથ ત્રિમંદિર પરીસરના બગીચામાં બપોરે ભોજન કરી રહ્યું હતું. તે દરમિયાન મંદિરના વહીવટ સાથે સંકળાયેલા લોકોએ આવીને બધું દૂર કરવાની સૂચના આપી હતી અને તે બાબત ઉગ્ર બોલાચાલીમાં પરિણમી હતી.
‘તમને જે કરવું હોય તે કરજો’, ‘ઉપાડીને ઘા કરીએ..... પોલીસની ગાડી આવે છે.....’ જેવા વાક્યો વાયરલ વીડીયોમાં સંભળાઇ રહ્યા છે. ત્રિમંદિર વતી ત્રણ જણ મહિલાઓના જૂથને જાણે નિયમોના નામે હેરાન કરવા જ પહોંચ્યા હોય તેમ વીડિયોમાં જોવાઇ રહ્યું છે. ખુરશી ઉપર બેઠેલા મહિલા તરફ પણ અંગુલિ નિર્દેશ કરીને કંઇક કહેવાય છે. મહિલાઓ દ્વારા વીડિયો ઉતારવાનું શરૂ કરાતાં આ કાર્યકર હાથ જોડવાની સ્થિતિમાં આવી ગયા હતા.
ત્રિમંદિરમાં ભોજનશાળા સહિતનું સંચાલન થાય છે. જ્યારે દર રવિવારે અંતેવાસી બહેનો દ્વારા કેટલીક વાનગીઓના કાઉન્ટર ગોઠવીને શુદ્વ વાનગીઓ પીરસાતી હોવાનો દાવો કરાય છે. આ વેંચાણ સંદર્ભે પણ વીડિયો વાયરલ થયા બાદ સવાલ ઉઠાવાયો હતો કે, તેમને કોઇ નિયમ કેમ નથી નડતા ? તેની અમલવારીના નિયમ ક્યાં હોય છે. સરવાળે અધિક માસની ઉજવણી પર રોક લગાવાતાં મહિલાઓ સહિત ધાર્મિક લોકોની લાગણી દૂભાઇ હોવાનું જાણવા મળ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે