રોબોટ

અંતરિક્ષમાં ઉપગ્રહોનું રિપેરિંગ થશે સરળ અને સસ્તું, રોબોટ બચાવશે નાણા

અમેરિકાની સિનસિનાટી યુનિવર્સિટીના(Cincinaty Professor) પ્રોફેસર ઓઉ માએ જણાવ્યું કે, 'મોટા વાણિજ્યિક ઉપગ્રહ મોંઘા હોય છે. તેઓ ઈંધણ સમાપ્ત થઈ ગયા પછી કામ કરવાનું બંધ કરી લે છે. સૌથી ઉપયોગી ઉપગ્રહ રિપેરિંગ થયા પછી અને કામ પૂરા કરવામાં સક્ષમ હશે.'

Nov 29, 2019, 05:35 PM IST

રોબોટ માટે બનાવાઈ 'કૃત્રિમ માનવ ત્વચા', માનવી જેવો જ અનુભવ કરાવશે રોબોટને

સાયન્સ જનરલમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર ત્વચાનો દરેક પોઈન્ટ એક માઈક્રોપ્રોસેસર અને સેન્સર ધરાવે છે અને તેના આધારે રોબોટ સંપર્ક, આવેગ, નિકટતા અને તાપમાનનો અનુભવ થશે. આ પ્રકારની કૃત્રિમ ત્વચા રોબોટને તેમની આજુબાજુના વિસ્તારમાં ચાલી રહેલી ગતિવિધીઓનો વિગતવાર અને વધુ સંવેદનશીલતા સાથે અહેસાસ કરાવશે. 

Oct 26, 2019, 11:18 PM IST

આ રોબોટ હિન્દીમાં પુછે છે 'નમસ્તે, આપ કૈસે હૈં', એક દેશની નાગરિક્તાની પણ મળી છે!!!

સોફિયા વિશ્વની પ્રથમ પ્રથમ રોબોટ છે જેને કોઈ દેશનું નાગરિકત્વ મળ્યું હોય. ઓક્ટોબર, 2017માં સાઉદી અરેબિયા તેને નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. સોફિયા લોકો સાથે હિન્દીમાં વાત કરી શકે છે, તેમનું પેઈન્ટિંગ બનાવી શકે છે. સોફિયાના ચહેરાના હાવભાવ પણ માનવી જેવા જ છે અને તે સ્માઈલ પણ આપે છે. સોફિયાને ભારત કેટલું ગમે છે એ પણ તે જણાવે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સોફિયા 50 જેટલા ચહેરાના હાવભાવ બદલી શકે છે. 

Oct 18, 2019, 12:03 AM IST

થાણેની આ હોટલમાં 'બેબી ડોલ' પીરસે છે ભોજન, એક ઝલક જોવા જામે છે ભીડ

મુંબઈને અડીને આવેલા થાણે વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ ભોજન પીરસવા માટે 'બેબી ડોલ' નામનું રોબોટ લાવ્યા છે. આ બેબી ડોલ ખુબ જ સુંદરતાથી અને સચોટતા સાથે પોતાનું કામ કરે છે. સાથે જ જમવાનું પીરસ્યા પછી 'એક્સક્યુઝ મી' અને 'થેન્ક યુ' પણ બોલે છે. 

Sep 19, 2019, 09:58 PM IST

અમદાવાદ : શાંતિ બિઝનેસ સ્કૂલમાં યોજાઈ રોબોટ ચેમ્પિયનશિપ, 1200 સ્ટુડન્ટ્સને લીધો ભાગ

શાંતિ બિઝનેસ સ્કુલમાં બે દિવસીય રોબોટ ચેમ્પિયનશિપ 2019 યોજાઈ હતી. આ ચેમ્પિયનશિપના ઈનોગ્રેશનમાં ચીફ ગેસ્ટ તરીકે આઈએએસ અધિકારી ડો. વિનોદ રાવ અને રીહો ક્રુવ અને નિલેશ કોરગાવકરે હાજરી આપી હતી.

Jul 28, 2019, 02:02 PM IST
Robot for borewell rescue PT2M7S

બોરવેલમાંથી બચાવ માટે ખાસ ટેકનોલોજીવાળો રોબોટ

રાજુલાના ગરીબ ખેડૂતના ઈજનેર દીકરાએ આધુનિક ટેક્નિક અને પોતાની સુજ બૂજથી બોરવેલ માંથી બાળકને જીવિત બહાર કાઢી શકાય તેવો રોબોટ વિકસાવ્યો છે. નાના એવા રાજુલામાં ખેતી કરતા આ યુવાને ઈજનેરનો અભ્યાસ કર્યો છે. આ ટેકનોલોજીમાં પોતાના સેલ ફોનથી ગમે તેવા ઊંડા બોરવેલ અંદર ખાબકેલ બાળકને રોબોટની મદદ વડે બહાર કાઢી શકાય તેમ છે.

Jun 23, 2019, 10:50 AM IST

આ ખેડૂત પુત્રએ બોરવેલમાં પડેલા બાળકને જીવિત બહાર કાઢે તેવો ‘રોબોટ’ બનાવ્યો

રાજુલાના ગરીબ ખેડૂતના ઈજનેર દીકરાએ આધુનિક ટેક્નિક અને પોતાની સુજ બૂજથી બોરવેલ માંથી બાળકને જીવિત બહાર કાઢી શકાય તેવો રોબોટ વિકસાવ્યો છે. નાના એવા રાજુલામાં ખેતી કરતા આ યુવાને ઈજનેરનો અભ્યાસ કર્યો છે. અને પોતાના સેલ ફોનથી ગમે તેવા ઊંડા બોરવેલ અંદર ખાબકેલ બાળકને રોબોટની મદદ વડે બહાર કાઢી શકાય તેમ છે જે ટેક્નિક અતિ આધુનિક છે. અને આ મહેશ આહીર નામના ઇન્જેરે રાજુલામાં રહી પોતાની કોઠા સુજથી વિકસાવી છે.

Jun 22, 2019, 10:14 PM IST

હવે નહિ જાય ગટરમાં ઉતરતા સફાઈ કર્મચારીઓનો જીવ, વડોદરામાં આવ્યો રોબોટ

સ્માર્ટ સીટી વડોદરા માં ડ્રેનેજની સફાઈ હવે રોબોટ કરશે. કારણ કે કોર્પોરેશને કેરલની એક કંપની પાસેથી રોબોટ મંગાવી તેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. આ રોબોટ આગામી સમયમાં વડોદરાના માર્ગો પર ડ્રેનેજની સાફ સફાઈ કરતા જોવા મળશે. 

Mar 31, 2019, 12:45 PM IST
Vadodara Mahanagar Palika going to buy robots for sewage cleaning PT3M13S

Video : સ્માર્ટ સિટી વડોદરામાં ડ્રેનેજની સફાઈ હવે રોબોટ કરશે

વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ગટર લાઇનો ની સફાઈ માટે એક નવી વ્યવસ્થા અપનાવી રહી છે. વડોદરા મહાનગરપાલિકાએ રોબોટની ખરીદી કરવાની વિચારણા કરી રહી છે. જેના માટે છેલ્લા પાંચ દિવસથી રોબોટથી ગટરની સાફ સફાઈ કરાવી ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. વડોદરા કોર્પોરેશન કેરલની જેન રોબોટિક્સ સ્ટાર્ટ અપ કંપનીના યુવાનો પાસે રોબોટની આચારસંહિતા બાદ ખરીદી કરશે. વડોદરાના મેયરે કહ્યું કે ડ્રેનેજની સફાઈ કરતા સમયે કેટલીકવાર કર્મચારીઓના મૃત્યુ થાય છે. રોબોટ આવ્યા બાદ કર્મચારીઓને ડ્રેનેજમાં નહી ઉતારાય.

Mar 31, 2019, 11:25 AM IST

આ હોટલમાં રોબોટ પીરસે છે ભોજન, માત્ર એક ઈશારામાં સમજે છે ગ્રાહકનો ઓર્ડર

ચીનની ઈ-કોમર્સ વેબસાઈટ અલીબાબા જૂથ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને રોબોટથી સજ્જ એક એવી હોટલ ખોલી છે જેને 'ભવિષ્ય'ની હોટલ કહેવામાં આવી રહી છે

Dec 19, 2018, 08:30 AM IST

ZEE જાણકારી: ભારતમાં થયેલી આ 3 શોધની દુનિયાભરમાં થઇ રહી છે ચર્ચા

હવે આપણે ભારતના તે ઇનોવેશની વાત કરીશું જેની ચર્ચા આખી દુનિયામાં થઇ રહી છે. આ આજના સૌથી પોઝિટિવ સમાચાર છે. અને તેમાં એક નહી... પરંતુ 3 ઇનોવેશન છે. તેમાં પ્રથમ ઇનોવેશન છે ગુજરાતમાં થયેલી એક હાર્ટ સર્જરી, જેને એક ભારતીય ડોક્ટરે ઓપરેશન થિયેટરથી 32 કિલોમીટર દૂર બેસીને રોબોટની મદદથી કર્યું. આ દુનિયાની પ્રથમ Tele-Robotic સર્જરી છે. 

Dec 8, 2018, 07:30 AM IST

EXCLUSIVE: બેંકમાં નહી લગાવવી પડે લાઇન, ઇરા કરશે મદદ, આવા છે ફિચર્સ

બેંક આધુનિક ટેક્નોલોજીનો પ્રયોગ કરી સામાન્ય લોકોને સારી અને સરળ રીતે સેવા આપવાનું કામ કરી રહી છે. એવામાં બેંક દ્વારા રોબોટ ઇરા વડે પણ લોકોને બેંકિંગ સુવિધાઓ પુરી પાડવામાં આવશે.  

Nov 28, 2018, 11:57 AM IST

ગાંધીનગરઃ મુખ્ય સચિવની બેઠકમાં રોબોટે મુલાકાતીઓને પીવડાવ્યા ચા-પાણી

 ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આવા કુલ 50 રોબોટ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

Nov 20, 2018, 05:43 PM IST

ગાંધીનગર : ચીફ સેક્રેટરીની ઓફિસમાં ચા-પાણી લઈ આવનારને જોઈ ચોંકી ગયા મુલાકાતીઓ

સચિવાલયમાં બ્લોક નંબર-1ના પાંચમા માળે ચીફ સેક્રેટરી ડો.જે.એન.સિંઘની ઓફિસ આવેલી છે. સોમવારે અહી પેન્ટ્રી રૂમમાં બે રોબોટ મૂકવામાં આવ્યા હતા. જેઓ પેન્ટ્રીથી કોન્ફરન્સ હોલ અને સીએચ ચેમ્બરની વચ્ચે પ્લેટ લઈને ચા-નાસ્તો, પાણી લઈને આવતા જતા દેખાયા હતા.

Nov 20, 2018, 07:58 AM IST

ભારતના યુવાનો નોકરીમાં અનામતની માગમાં ગુંચવાયા છે અને તેમની નોકરી ખાઈ રહ્યા છે મશીનો

વિલિસ ટાવર્સ વોટસનના એક સર્વે અનુસાર, ભારતીય ફેક્ટરીઓમાં આગામી ત્રણ વર્ષ દરમિયાન ઓટોમેશન બેમણુ થઈ જશે

Sep 27, 2018, 08:43 PM IST

2025 સુધીમાં વિશ્વની 50 % નોકરીઓ રોબોટના કારણે ખવાઇ જશે:WEF

જે પ્રકારે સતત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વિસ્તરણ થતું જાય છે તેમ તેમ માણસની રોજગારી સતત ઘટી રહી છે

Sep 17, 2018, 10:19 PM IST

VIDEO : સરકારી ઓફિસોમાં કામ કરતાં જોવા મળશે રોબોટ, ખેતરોમાં પણ કરશે કામ

જયપુર આઇડી ડેના અવસરે રાજ્યના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને કોમ્યુનિકેશન્સ વિભાફે આઇટી એક્સપોનું આયોજન કર્યું. રવિવારથી શરૂ થયેલા આ ચાર દિવસીય આઇટી મેળામાં દેશભરમાંથી લગભગ 100 ટેક્નોલોજી કંપનીઓએ ભાગ લીધો. પરંતુ આ ભવ્ય આયોજનમાં લોકોને જેણે સૌથી વધુ આકર્ષિત કર્યા હતા તે હતા રોબોટ્સ. કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં સરકારી ઓફિસોમાં રોબોટ્સ કામ કરતા જોવા મળશે. સાથે જ પર્યટકોને પર્યટન સ્થળ વિશે પુરી જાણકારી પણ આપશે. એટલું જ નહી દાવો કરવામાં રહી રહ્યો છે કે આ રોબોટ્સ દ્વારા પાકની તપાસ કરાવવામાં આવશે. આ ભવ્ય આઇટી એક્સપો જયપુરની કોર્મસ કોલેજ અને જવાહર કલા કેંદ્રમાં આયોજિત કરવામાં આવ્યો. 

Mar 21, 2018, 03:22 PM IST