અમદાવાદ: નહેરુનગર BRTS બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

શહેરના નહેરુનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ફોન શહેર પોલીસ કંટ્રોલ રૂમને આવતા પોલીસ દોડતી થઇ હતી. અમદાવાદ શહેર પોલીસને શનિવારે સાંજના સમયે કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો અને અજાણ્યા શખ્શે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા બીઆરટીએસ બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. 
 

અમદાવાદ: નહેરુનગર BRTS બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરના નહેરુનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ફોન શહેર પોલીસ કંટ્રોલ રૂમને આવતા પોલીસ દોડતી થઇ હતી. અમદાવાદ શહેર પોલીસને શનિવારે સાંજના સમયે કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો અને અજાણ્યા શખ્શે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા બીઆરટીએસ બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. 

અજાણ્યા શખ્શે શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને BRTSના બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો નહેરુનગર પહોંચ્યો હતો. સાથે જ બોમ્બ સ્કોર્ડ અને ડોગ સ્કોર્ડ પણ ઘટના સ્થળે પહોંચી હતી. લોકોનો સૌથી વધારે ઘસારો રહેતો હોય છે. શહેર પોલીસને આ અંગેની જાણ થતા ક્રાઇમબ્રાંન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

શહેર કંટ્રોલ રૂમમાં ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે આગામી 3 દિવસમાં નહેરુનગર BRTS બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દઇશ. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા તપાસ શરૂ ફોન કરનાર યુવક શાહઆલમ વિસ્તારનો હોવાનું બહાર આવ્યું છે. અને આ યુવકની વીએસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news