scam

કૌભાંડથી ઉર્જા વિભાગમાં પહોંચેલી યુવતીને પરીક્ષામાં કેટલા માર્ક આવ્યા તેની જ માહિતી નથી, કહે મમ્મીને પુછીને કહું?

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પ્રેસ કોન્ફરન્સ કરીને આજે વધારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં યુવરાજસિંહે વધારે વચેટિયાના નામ જાહેર કરતા ખળભળાટ મચ્યો છે. યુવરાજસિંહે જણાવ્યું કે, દિલીપ પટેલ, અરવિંદ પટેલ નામના વ્યક્તિઓ મુખ્ય કૌંભાડી છે. તેમણે પોતાના પરિવારના 45 લોકોને ખોટી રીતે સેટિંગ કરીને નોકરી અપાવી છે. ખોટી રીતે ભરતી થયેલા ઉમેદવારો હાલ ફરજ પર છે. યુવરાજે જણાવ્યું કે, તમામ કૌભાંડના આધાર – પુરાવા ઉપલબ્ધ છે. તથા હેડક્લાર્કનો આરોપી પિનાકીન પણ સંડોવાયેલો છે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આરોપીઓની સંપત્તિ જપ્ત કરવા અને SIT સમિતિ રચી તપાસ કરવા માટે અપીલ કરી હતી. 

Jan 10, 2022, 09:34 PM IST

ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના આરોપ બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું મહત્ત્વપૂર્ણ નિવેદન

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો અભિગમ પારદર્શક પરીક્ષા લેવાનો છે. તેમણે આજના આક્ષેપ વિશે જણાવ્યું હતું કે, જે માહિતી હશે તે એકત્ર કરી ભુતકાળમાં પગલાં લીધા છે, તેવી રીતે આગામી સમયમાં પગલા લેવાશે

Jan 4, 2022, 03:05 PM IST

અડધા ગુજરાતનાં વાહનો બિનકાયદેસર જાહેર થાય તેવું કૌભાંડ, તમારી ગાડી તો કાયદેસર છે કે પછી...

RTOની બનાવટી આરસી બુક બનાવી જૂની ગાડીઓનું વેચાણ કરતી આંતર રાજ્ય ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. 8 બનાવટી આરસી બુક કબ્જે કરી 2 આરોપીઓની ધરપકડ કરતા ખુલાસો થયો કે જે કારની આરસી બુક ના હોય કે જે કાર પર લોન ચાલતી હોય તેવા વાહનોની વિગતો મેળવી આ શખ્સો 4 થી 5 હજારમાં બનાવટી આરસી બુક બનાવી આપતા હતા. 

Nov 19, 2021, 06:29 PM IST

સૌરાષ્ટ્ર યુનિ.ની વિદ્યાર્થીનીએ VCને ફરિયાદ કરી, ‘2007થી 2020 સુધી મારી સાથે રેપ થયો’

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) માં વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. વિવિધ કૌભાંડો બાદ હવે આ યુનિવર્સિટી કૌભાંડો (scam) નો અખાડો બની ગયો છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કાયદા ભવનના હેડ વિરૂધ્ધ દુષ્કર્મનો આક્ષેપ ઉઠ્યો છે. કાયદા ભવનના હેડ આંનદ ચૌહાણે PHDમાં પાસ કરાવી દેવા માટે લાલચ બાદ દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ સામે આવ્યો છે. તો બીજી તરફ, ઉભરી રહેલા કૌભાંડોની વાત ગાંધીનગર સુધી પહોંચી છે. જેથી દિવાળી બાદ સૌરાષ્ટ્ર યુનિને હાઇકમાન્ડનું તેડુ આવ્યું છે.  

Oct 30, 2021, 11:02 AM IST

સૌરાષ્ટ્ર યુનિ.ના કૌભાંડોની ફાઈલો ખૂલતા જ ભાજપના રાજ્યસભાના સાંસદ પિક્ચરમાં આવ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) શૈક્ષણિક સંસ્થાના બદલે રાજકીય અખાડો બની હોય તેવું લાગી રહ્યું છે. બુધવારે થયેલી સિન્ડીકેટ બેઠકમાં એબીવીપીના હોબાળો બાદ ખુદ રાજ્યસભાના સાંસદ મેદાને આવ્યા છે. સાંસદ રામ મોકરિયા (Ram Mokariya) એ કુલપતિ સાથે મુલાકાત કરી એબીવીપી સામે ફરિયાદ ન કરવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે સિન્ડિકેટની બેઠક બાદ થયેલ ઘર્ષણમાં પોલીસે ગુંડાઓ જેવું વર્તન કર્યું હતું. વિદ્યાધામમાં આવા કૌભાંડો ના ચલાવી લેવાય. સમગ્ર મામલે હાઈ કમાન્ડ સુધી રજૂઆત કરી છે. સાથે જ તેમણે હાથ જોડીને ભલામણ કરી કે વર્ષોથી યુનિવર્સિટીમાં બેઠલા સિન્ડીકેટ સભ્યોને હટાવો. હવે બીજા નવા યુવાનોને તક આપવી જોઈએ. હવે યુનિવર્સિટીમાં ધ્યાન આપવાની જરૂર છે. જેથી હું પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અનને મુખ્યમંત્રીને રજૂઆત કરીશ.

Oct 28, 2021, 11:09 AM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગજબનું કૌભાંડ, જે એન્જિનિયર બિલ મૂકશે તે જ પાસ પણ કરશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વિવાદ સામે આવ્યો છે. બાંધકામ વિભાગમાં જુનિયર ઈજનેરની સમિતિના નિષ્ણાત તરીકે નિમણૂક કરતા આ અંગે ડીન ડૉ. નિદ્દત્ત બારોટે કુલપતિને ફરિયાદ કરી આ નિમણૂંક રદ કરી કોઈ બાંધકામ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતી વ્યક્તિને પસંદ કરવા માગણી કરી છે. 

Oct 17, 2021, 03:51 PM IST

GODHRA: ગરીબોના મોઢેથી અનાજનો કોળીયો છીનવી પોતાનું ઘર ભરનાર વિરુદ્ધ પોલીસની ઉદાહરણીય કાર્યવાહી

શહેરા સરકારી અનાજના ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાનો ૧૪ હજાર ઉપરાંત બોરીઓનો જથ્થો સગેવગે કરવાના પ્રકરણમાં ગોધરા Dy.SPએ કથિત ષડ્યંત્રના મુખ્ય સૂત્રધાર અને તત્કાલીન ગોડાઉન મેનેજર કે.એન.રોતની તેના વતનમાંથી આઠ માસ બાદ ધરપકડ કરી છે. અત્રે નોંધનીય છે કે, ચાર વ્યક્તિઓ સામે શહેરા મામલતદારે શહેરા પોલીસ મથકે અનાજના જથ્થાની ૩.૬૭ કરોડ રિકવરી રેટ અંગે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ ભારે ચકચાર મચી ગઇ હતી. 

Oct 5, 2021, 07:30 PM IST

'મહાકૌભાંડ' જેમા પુતિન સહિત 91 દેશના નેતાઓ અને અધિકારીઓ ફસાયા, સામે આવ્યો છૂપો ખજાનો

હાલમાં જ લીક થયેલા દસ્તાવેજોમાં દુનિયાના 91 દેશોના 330થી વધુ નેતાઓ, સરકારી અધિકારીઓ, ભાગેડુઓ, ચોરો, કલાકારો, હત્યારાઓ, અને મોટી મોટી હસ્તીઓના નામ છે.

Oct 4, 2021, 11:41 AM IST

એક્સપાયરી આયુર્વેદિક દવાની તપાસ તેજ, સીરપમાં કરાયો અમદાવાદની કંપનીના FSSAIનો ઉપયોગ 

  • આરોપી પરેશ પટેલ, પત્ની સહિત ત્રણ આરોપીઓ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર
  • પરેશ પટેલ અગાઉ પણ 2008માં બોગસ તબીબ તરીકે ઝડપાયો હતો
  • તંત્રને ઊંધા ચશ્મા પહેરાવવા પોતાના નામ આગળ ગેઝેટમાં 'ડોકટર' લખાવ્યું

 

Sep 6, 2021, 11:18 AM IST

સસ્તા અનાજનું કૌભાંડ આચરવા વેપારીઓએ બોગસ સોફ્ટવેરનું નામ રાખ્યું હતું 'ઢીંગલી' ! જાણો ક્યાંથી આવી ઢીંગલી?

સાબરકાંઠા જિલ્લામાંથી ઝડપાયેલા સસ્તા અનાજના કૌભાંડના તાર રાજકોટ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા રાજકોટ જિલ્લામાં 100 વેપારીઓ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. એટલું જ નહીં વેપારીઓએ ચેકીંગ થી બચવા માટે બોગસ સોફ્ટવેરનું નામ 'ઢીંગલી' રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. 

Sep 6, 2021, 10:58 AM IST

બે કિડનીનું શું કરશો એક કિડની પર પણ જીવી શકાય, એક કિડની વેચો અને કરોડપતિ બનો! જુઓ કૌભાંડ

થોડા સમય પહેલા સુરતમાં કિડની કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડના મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારતની અલગ અલગ પ્રખ્યાત હોસ્પીટલોના નામની ફેક વેબસાઇટ બનાવડાવી કિડની વેચાણ કરવાથી ચાર કરોડ રૂપીયા મળશે તેવી જાહેરાતો આપવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં જાહેરાત વાઈરલ કરી આર.બી.આઇ.ના નામના ફેક ઇ-મેઇલ આઇડીથી ભારતના તથા અન્ય દેશોના લોકોને અલગ અલગ ચાર્જ જણાવી રૂપીયા પડાવવામાં આવતાં હતાં. આ અંગે એક યુવકે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. જેમાં સમગ્ર મામલો સામે આવ્યાં બાદ સાઇબર ક્રાઇમ પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો. જેની વધુ તપાસ હાથ ધરીને મુખ્ય નાઇજીરીયન આરોપીને હરીયાણા ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. 

Aug 31, 2021, 06:50 PM IST

વડોદરા પાલિકા કૌભાંડનું ઘર બની, કર્મચારીઓને કાયમી કરવા લાખોનું ઉઘરાણું કરાયું

  • શિક્ષણ સમિતિના કર્મચારીઓને કાયમી કરવા પૂર્વ સભ્યએ 29 લાખનુ ઉધરાણુ કર્યાના આરોપ
  • કૌભાંડ ખૂલતા 104 કર્મચારીઓના ખાતામા 16 લાખ જમા કરાવી દીધા હોવાનો કર્મચારી સંધના પ્રમુખનો આરોપ
  • કર્મચારીઓને કાયમી કરવાની દરખાસ્ત મેયર પાસે જતા મેયરે નાણાં લીધા હોય તો પરત કરોની ટકોર કરતા મામલો બહાર આવ્યો

Aug 19, 2021, 02:34 PM IST

રૂપિયાની ભૂખી પત્નીએ પતિને જીવતેજીવ મારી નાંખ્યો, અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો

  • વીમા પોલિસીની રકમ પકવવા પત્નીએ પતિનું ડેથ સર્ટિફિકેટ બનાવી લાખોની રકમ મેળવી 
  • ક્રાઇમ બ્રાન્ચે આરોપી મહિલા અને સર્ટી બનાવનાર ડોક્ટરની કરી ધરપકડ

Jul 9, 2021, 07:39 AM IST

વલસાડના પોસ્ટ ઓફિસના કર્મચારીએ કર્યું લાખોનું કૌભાંડ, નાગરિકોના રૂપિયા બારોબાર ઉપાડી લીધા

  • સરકારી પગારથી પણ વધુ કમાવાની લાલચ સુનિલના મનમાં જાગી હતી અને તેના જ કારણે આજે તેને જેલની હવા ખાવી પડી
  • લાંબા સમય સુધી કોઈપણ પ્રકારના લેવડ-દેવડ ન થયું હોય તેવા ખાતામાં જમા રહેલી રકમ બારોબાર જાતે જ ઉપાડી લીધી

Jun 16, 2021, 09:38 AM IST

મોટા કૌભાંડનો થયો પર્દાફાશ: ગાડી ભાડે ચડાવતાં પહેલાં સો વાર વિચારજો..!!! નહીતર ક્યાંક પસ્તાવાનો વારો આવશે

સુરત (Surat) માં કાર ભાડે લઈને બારોબાર વેચી તેમજ સગેવગે કરી દેવાના કૌભાંડ (Scam) નો પર્દાફાશ થયો છે. જેમાં ટુર એન્ડ ટ્રાવેલ્સ (Tour and Travels) નો ધંધો કરતા ઇસમે આવી રીતે અલગ અલગ લોકો પાસેથી કુલ ૨૫૪ ગાડીઓનું આ કૌભાંડ (Scam) આચર્યું છે.

Jun 7, 2021, 02:13 PM IST

ડુપ્લીકેટ RT-PCR રિપોર્ટ બનાવવાનું કૌભાંડ, 300માં નેગેટિવ અને 800માં પોઝિટિવ

કોરોના કાળ દરમિયાન તમામ ડુપ્લીકેટ વસ્તુઓનો રાફડો ફાટ્યો હતો. પછી તેમાં ડોક્ટરથી માંડીને સેનિટાઇઝર સુધી તમામ વસ્તુઓ ડુપ્લીકેટ મળી રહી હતી. તેમાં કેટલાક અસામાજિક તત્વોએ કરોડો રૂપિયા બનાવ્યા હતા. જો કે આવા જ એક RT-PCR ટેસ્ટ કૌભાંડનો વડોદરા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. રાજ્યબહાર જવા માટે, કંપનીઓમાં રજા મેળવવા અને કંપનીઓમાં આર્થિક લાભ લેવા માટે તથા મેડિક્લેમ સહિતના વિવિધ ઉપયોગ માટે પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ વેચી રહેલા એક ભેજાબાજ અને ટ્રાવેલ્સ સંચાલકની પોલીસે ધરપકડ કરી છે. 

Jun 1, 2021, 04:53 PM IST

કોઇને ડોક્યુમેંટ આપતાં પહેલાં સો વિચારજો! ભંગારના વેપારીએ કરોડો આચર્યું રૂપિયાનું કૌભાંડ

રીતેશના આધારકાર્ડ, પાનકાર્ડ અને ફોટાનો ઉપયોગ કરી રોયલ એન્ટરપ્રાઇઝ નામે કરંટ એકાઉન્ટ ખોલાવી સપ્ટેમ્બર 2020થી એપ્રિલ 2021 દરમિયાન રૂ. 13.13 કરોડના ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા.

May 31, 2021, 04:18 PM IST

RAJKOT: માલિકને 5 લાખ રૂપિયાનો ગોટાળો લાગ્યો તપાસ કરી તો કરોડોનું કૌભાંડ બહાર આવ્યું

કોરોનાના કપરાકાળમાં આપણે ઘોર કળિયુગના એકથી વધુ દ્રષ્ટાંતો જોઈ રહ્યાં છીએ. ક્યાંક મૃતદેહ પરથી કફનની ચોરીને તેનો વેપલો તો ક્યાંક 2-5 કિલોમીટર એમ્બ્યુલન્સના 5થી 10 હજાર પડાવવાનો ઘોર અપરાધ. તેવામાં રોજે રોજ ચલણી નાણાં સાથે વ્યવહાર કરનારા એક કર્મચારીએ કળિયુગ અનુસાર જ હરકત કરી. અને પોતાની જ આંગડિયા પેઢીને લગાવ્યો કરોડોનો ચૂનો. 

May 16, 2021, 11:36 PM IST

PANCHMAHAL: લ્યો હવે તો સરકારી રેપિડ ટેસ્ટ કીટને પણ સગેવગે કરવાનું કૌભાંડ!

એક તરફ કોરોનાના કારણે ઘણાં એવા લોકો છે 24 કલાક સેવામાં રચ્યાં પચ્યાં રહે છે જ્યારે બીજી તરફ એવા પણ લોકો છે જે કોરોના દર્દીઓ અને તેના પરિવારજનોની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું ચૂકતાં નથી. નકલી રેમડેસિવિર અને ઈન્જેક્શનની કાળા બજારીના કિસ્સા તો અનેક સાંભળ્યા પણ અહીં તો સરકારી રેપિડ ટેસ્ટ કિસ્ટને સગેવગે કરી ખાનગી ટેસ્ટ કરી રૂપિયા પડાવવાનું કૌભાંડ ઝડપાયું છે. 

May 14, 2021, 11:28 PM IST

HNGUમાં MBBS પાસ કૌંભાડના પુરાવો થયો વાયરલ, પુનઃ મુલ્યાંકનમાં જોવા મળી વિસંગતતા

ત્રણ વિદ્યાર્થીઓના પુનઃ મુલ્યાંકનમાં વિસંગતતા જોવા મળી હતી, પુનઃ મુલ્યાંક કરનાર નિરીક્ષકની સહી નથી. બ્લોક રિપોર્ટમાં અને ઉત્તરવાહી ઉપર કરેલ જુનિયર સુપરવાઈઝરની સહી જુદી પડે છે.

Mar 29, 2021, 03:41 PM IST