તૈયારી વગરનું તંત્ર: કોઇ ટ્રાફીક નહી હોવા છતા UP જતી IRCTC ની વિશેષ ટ્રેન મોડી ઉપડી

ભારતમાં સરકાર દ્વારા રેલવે સમયસર પહોંચે તે માટે અનેક સરકારો દ્વારા અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે. જો કે રેલવે તંત્ર જ જાણે રેલવે મોડી ઉપડે તે પ્રકારે ટેવાય ગયું હોય તેવું લાગે છે. સામાન્ય દિવસોમાં તો ટ્રેક અને ટ્રાફીકનાં બહાના હેઠળ મોડી પડતી ટ્રેનોની સમસ્યાને છાવરી લેતા તંત્ર સામે હવે પ્રશ્નાર્થ સર્જાયો છે.
તૈયારી વગરનું તંત્ર: કોઇ ટ્રાફીક નહી હોવા છતા UP જતી IRCTC ની વિશેષ ટ્રેન મોડી ઉપડી

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ : ભારતમાં સરકાર દ્વારા રેલવે સમયસર પહોંચે તે માટે અનેક સરકારો દ્વારા અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે. જો કે રેલવે તંત્ર જ જાણે રેલવે મોડી ઉપડે તે પ્રકારે ટેવાય ગયું હોય તેવું લાગે છે. સામાન્ય દિવસોમાં તો ટ્રેક અને ટ્રાફીકનાં બહાના હેઠળ મોડી પડતી ટ્રેનોની સમસ્યાને છાવરી લેતા તંત્ર સામે હવે પ્રશ્નાર્થ સર્જાયો છે.

હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનમાં વધારે 2 અઠવાડીયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે 17 મે સુધી લોકોએ ઘરમાં જ રહેવું પડશે. જો કે તેવામાં અધિરા બનેલા પરપ્રાંતિય શ્રમજીવીઓ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા સંકલન સાધીને ખાસ ટ્રેન દોડાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના અનુસંધાને આજે અમદાવાદથી 2 ટ્રેન યુપી માટે જ્યારે સુરતથી એક ટ્રેન ઓરિસ્સા જવા માટે રવાના થવાની છે. આ ટ્રેન અમદાવાદથી ઉપડ્યા બાદ સીધી જ ગંતવ્ય સ્ટેશન પર જ ઉભી રહેશે. વન સ્ટોપ ટ્રેનમાં ભોજન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

જો કે 4 વાગ્યે ઉપડનારી ટ્રેન 5 વાગવા છતા પણ ઉપડી નથી. ઉપરાંત આ ટ્રેન હજી 2-3 કલાક સુધી ઉપડે તેવી કોઇ શક્યતા જ નથી. તંત્ર દ્વારા તમામ શ્રમજીવીઓનું સ્ક્રિનિંગ ચાલી રહ્યું છે. અનેક બસો હજી પણ વેઇટિંગમાં ઉભી છે. આ તમામ શ્રમજીવીઓનું સ્ક્રિનિંગ સહિતનું કાર્ય વહેલું ચાલુ થઇ જવું જોઇતું હતું તે મોડે મોડે ચાલુ કરવામાં આવ્યું અને આખરી સમયે અફડા તફડીનો માહોલ રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો. ટિકિટથી લઇને પરવાના સુધી તંત્રના અધિકારીઓમાં સંકલનનો ખુબ જ અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે શ્રમજીવીઓએ ભોગવવો પડ્યો હતો. એક તરફ પોલીસ દ્વારા સતત ઘોંચ પરોણા કરવામાં આવી રહ્યા હતા. બીજી તરફ તંત્રના બાબુઓ દ્વારા તેમને ધક્કા ખવડાવાઇ રહ્યા હતા. તેવામાં 2 લોકડાઉનથી પરિવારથી દુર બેઠેલા શ્રમજીવીઓ અકળાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news