સુરતથી નીકળેલા યુપી-બિહારના પરપ્રાંતિયો રસ્તામાં અનેક સ્થળોએ અટવાયા

કેન્દ્ર સરકાર દ્વારા પરપ્રાંતીયોને જવાની છૂટછાટ આપવામાં આવી ત્યારથી તેઓ પોતાના વતન જવા તત્પર બન્યા છે. પણ તેઓને વિવિધ પોતાના વતનમાં પહોંચવા માટે વિવિધ પ્રોસેસનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતથી વતન જવા નીકળેલા પરપ્રાંતયો (migrants) આજે વડોદરામા અટવાયા હતા. પોલીસ દ્વારા દરજીપુરા મેદાનમાં વાહનો રોકી દેવામા આવ્યા હતા. પાસ પરમીટ હોવા છતા વડોદરા પોલીસે રોકતા પરપ્રાંતીઓ રોષે ભરાયા હતા. પરપ્રાંતિયોની બસો અને ટ્રકો વડોદરા રોકવામા આવી હતી. યુપી બિહાર તરફ જવા નીકળેલા પરપ્રાંતિયો મુશ્કેલીમાં મૂકાયા હતા. બીજી તરફ અકળાયેલા પરપ્રાંતિયો હાઈવે પર આવી ગયા હતા. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. સોશિયલ મીડિયા માં વિડીયો વાઇરલ થતા તંત્ર પણ દોડતું થયું હતું.

સુરતથી નીકળેલા યુપી-બિહારના પરપ્રાંતિયો રસ્તામાં અનેક સ્થળોએ અટવાયા

ઝી મીડિયા/બ્યૂરો :કેન્દ્ર સરકાર દ્વારા પરપ્રાંતીયોને જવાની છૂટછાટ આપવામાં આવી ત્યારથી તેઓ પોતાના વતન જવા તત્પર બન્યા છે. પણ તેઓને વિવિધ પોતાના વતનમાં પહોંચવા માટે વિવિધ પ્રોસેસનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતથી વતન જવા નીકળેલા પરપ્રાંતયો (migrants) આજે વડોદરામા અટવાયા હતા. પોલીસ દ્વારા દરજીપુરા મેદાનમાં વાહનો રોકી દેવામા આવ્યા હતા. પાસ પરમીટ હોવા છતા વડોદરા પોલીસે રોકતા પરપ્રાંતીઓ રોષે ભરાયા હતા. પરપ્રાંતિયોની બસો અને ટ્રકો વડોદરા રોકવામા આવી હતી. યુપી બિહાર તરફ જવા નીકળેલા પરપ્રાંતિયો મુશ્કેલીમાં મૂકાયા હતા. બીજી તરફ અકળાયેલા પરપ્રાંતિયો હાઈવે પર આવી ગયા હતા. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. સોશિયલ મીડિયા માં વિડીયો વાઇરલ થતા તંત્ર પણ દોડતું થયું હતું.

સુરતથી MP જતા શ્રમિકો વેગા ચોકડી અટવાયા હતા. 11 ટેમ્પા ભરીને જતા મધ્યપ્રદેશના રંગપુર પોલીસે તમામ લોકોને વેગા ચોકડી ખાતે અટકાવ્યા હતા. તમામને પોલીસ દ્વારા પાણી પીવડવામાં આવ્યું હતું. અંદાજે 800 જેટલા લોકો અટવાયા હતા. તમામને કરજણ મોકલવા તંત્ર મજબૂર બન્યું હતું. 

દાહોદ-હાલોલ રોડ પર પરપ્રાંતીયોએ પોલીસ પર પથ્થરમાર્યો કર્યો

તો વડોદરાના કરજણમાં હજારો પરપ્રાંતિયો અટવાયા હતા. પોતાના વતન જઈ રહેલા લોકોને પોલીસે રોક્યા હતા. કરજણ ટોલ નાકા પાસે આ કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો. બે-બે કિલોમીટર સુધી લાઈનો લાગી હતી. કરજણ હાઇવે પર પરપ્રાંતિયો મોડી રાતથી અટવાયા હતા. કરજણ પોલીસે પરપ્રાંતિયોને વતન જવા પરવાનગી આપી હતી. બાદમાં ટ્રાફિક ખુલ્લો કરી દેવાયો હતો. 

સુરતથી પંચમહાલ પહોંચેલા શ્રમિકો અટવાયા 
આજે સુરતથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા પરપ્રાંતિય શ્રમિકો રસ્તા વચ્ચે અટવાયા હતા. ખાનગી વહાનોમાં જઈ રહેલ 200 ઉપરાંત પરપ્રાંતિયોને કાલોલ પોલીસે અટકાવ્યા હતા. આ કારણે પરિવાર સાથે સુરતથી ઉત્તર પ્રદેશ અને બિહાર વતન વાપસી કરી રહેલ પરપ્રાંતિયોની હાલત કફોડી બની હતી. અંગ દઝાડતી ગરમીમાં હાઇવે ઉપર ઉભા વાહનોમાં સવાર પરપ્રાંતિય શ્રમિક પરિવારો દયાજનક સ્થિતિમાં મૂકાયા હતા. પંચમહાલ પોલીસે હાલ સમજાવટ કરી તમામ લોકોને પરત સુરત રવાના કરવા પ્રયાસ હાથ ધર્યા હતા. પોલીસે માનવીય અભિગમ દાખવી અટવાયેલા પરપ્રાંતિય લોકોની જમવા સાથે થોડા સમય માટે રોકાવાની વ્યવસ્થા કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news