CORONA ની સહાય માટે કોઇ દોડાદોડીની જરૂર નથી, અહીં એપ્લાય કરો 30 દિવસમાં પૈસા આવી જશે

કોરોનાના મૃતકોને સત્વરે સહાય મળે એ માટે રાજયસરકાર કટિબધ્ધ છે તેવું મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનું લોન્ચીગ રાજ્યના મહેસુલ મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. વારસદારોએ મૃતકનું મરણ પ્રમાણપત્ર અને આરોગ્ય વિભાગે નિયત કરેલ પુરાવા અપલોડ કરવાના રહેશે અને તેનાં ૩૦ દિવસમાં જ સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા થઇ જશે. 

CORONA ની સહાય માટે કોઇ દોડાદોડીની જરૂર નથી, અહીં એપ્લાય કરો 30 દિવસમાં પૈસા આવી જશે

ગાંધીનગર : કોરોનાના મૃતકોને સત્વરે સહાય મળે એ માટે રાજયસરકાર કટિબધ્ધ છે તેવું મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનું લોન્ચીગ રાજ્યના મહેસુલ મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. વારસદારોએ મૃતકનું મરણ પ્રમાણપત્ર અને આરોગ્ય વિભાગે નિયત કરેલ પુરાવા અપલોડ કરવાના રહેશે અને તેનાં ૩૦ દિવસમાં જ સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા થઇ જશે. 

મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએઆ પોર્ટલના લોન્ચિંગ પ્રસંગે જણાવ્યું કે, વૈશ્વિક મહામારી કોરોનાના કારણે રાજયમા જે નાગરિકોના મૃત્યું થયા છે તેમના વારસદારોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર સત્વરે સહાય મળી રહેશે. કોઇએ ઉતાવળ કરવાની જરૂર નથી. આ માટે રાજયસરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યુ છે. જેમાં તેઓ ખુબ જ સરળતાથી એપ્લાઇ કરી શકશે. કોઇ લાંબી લચ પ્રોસેસ વગર નિયત ડોક્યુમેન્ટ અપલોડ કરવાનાં રહેશે. વારસદારના ખાતામાં નાણા જમા થઇ જશે. 

આ પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી શકશો Iora.gujarat.gov.in

આજે ગાંધીનગર ખાતેથી આ મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનું લોન્ચીંગ કરતા રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ પોર્ટલ દ્વારા વારસદારોને સત્વરે સહાય મળશે. કચેરીઓમા જવાનો સમય બચશે અને સહાય તેમના બેંક એકાઉન્ટમા સીધી જમા થશે. તેના માટે કોઇની સાથે કોઇ જ વ્યવહાર કરવાની જરૂર નથી. આ પ્રક્રિયા સરકાર દ્વારા ખુબ જ સરળતાથી પુર્ણ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news