એક ઝાટકે મેડિકલ કોલેજોમાં 80 ટકાનો ફી વધારો, શું મોઘું શિક્ષણ સસ્તું કરશે ગુજરાત સરકાર?

રાજ્ય સરકારે 13 GMERS કોલેજમાં ફી વધારો કર્યો છે. અને આ ફી વધારો સામાન્ય નહીં પણ 87 ટકા સુધીનો તોતિંગ ફી વધારો કરાયો છે...જેનો વિરોધ મેડિકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.

એક ઝાટકે મેડિકલ કોલેજોમાં 80 ટકાનો ફી વધારો, શું મોઘું શિક્ષણ સસ્તું કરશે ગુજરાત સરકાર?

ઝી બ્યુરો/ગાંધીનગર: મેડિકલ શિક્ષણમાં સરકારે ફી વધારો કર્યો તેનો આકરો વિરોધ થઈ રહ્યો છે. ફી વધારા સામે હવે ABVPના કાર્યકરોએ પણ જોડાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં GMERS મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મેડિકલ શિક્ષણ મોંઘુ છે અને હવે વધારે મોંઘુ થવાનું છે. કારણ કે સરકારે મેડિકલ શિક્ષણમાં ફરી એકવાર ફીમાં વધારો કર્યો છે. જેનો વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો. ફી વધારાના વિરોધમાં વિદ્યાર્થીઓની સાથે ABVP અને NSUIના કાર્યકરો પણ જોડાયા હતા. 

  • મેડિકલ શિક્ષણમાં ફી વધારાનો વિરોધ
  • વિદ્યાર્થીઓની સાથે ABVP પણ જોડાયું
  • સોલા મેડિકલ કોલેજમાં ઉગ્ર પ્રદર્શન 
  • તોતિંગ ફી વધારો પાછો ખેંચવા માટે માગ 

રાજ્યના ત્રણ મહાનગરની વાત છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની GMERS મેડિકલ કોલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકરો એકઠા થયા હતા અને માથા પર કાળી પટ્ટી બાંધીને ફી વધારો પરત ખેંચવામાં આવે તેવી માગણી કર હતી. તો ગાંધીનગર GMERS મેડિકલ કોલેજ બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને તાત્કાલિક અસરથી ફી વધારો પાછો ખેંચવાની માંગણી કરાઈ હતી. તો વડોદરાના ગોત્રીમાં આવેલી GMERS મેડિકલ કોલેજમાં NSUIએ હલ્લાબોલ કર્યો હતું. ફી વધારો પાછો ખેંચવા માટે માગણી કરી હતી.

વડોદરાના ગોત્રીમાં આવેલી GMERS મેડિકલ કોલેજમાં NSUIના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. NSUIના ઉગ્ર પ્રદર્શનને કારણે મેડિકલ કોલેજમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ રાજ્ય સરકાર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો. જેના કારણે પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.

રાજ્ય સરકારે 13 GMERS કોલેજમાં ફી વધારો કર્યો છે. અને આ ફી વધારો સામાન્ય નહીં પણ 87 ટકા સુધીનો તોતિંગ ફી વધારો કરાયો છે...જેનો વિરોધ મેડિકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. સરકારે જે વધારો કર્યો તેની વાત કરીએ તો, સરકારી કોટામાં ફી 3.40 લાખથી વધારીને 5.5 લાખ કરાઈ છે, તો મેનેજમેન્ટ કોટામાં ફી 9.07 લાખથી વધારીને 17 લાખ કરાઈ છે, જ્યારે NRI કોટામાં 9.07 લાખથી વધારીને 17 લાખ ફી કરવામાં આવી છે. તો ફી વધારા પર જ્યારે ઝી 24 કલાકના કોન્કલેવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કંઈક આવો જવાબ આપ્યો હતો. 

ફીમાં કરાયો કેટલો વધારો?

  • ફી વધારો સામાન્ય નહીં પણ 87 ટકા સુધીનો તોતિંગ ફી વધારો કરાયો 
  • સરકારી કોટામાં ફી 3.40 લાખથી વધારીને 5.5 લાખ કરાઈ
  • મેનેજમેન્ટ કોટામાં ફી 9.07 લાખથી વધારીને 17 લાખ કરાઈ 
  • NRI કોટામાં 9.07 લાખથી વધારીને 17 લાખ ફી કરવામાં આવી

શિક્ષણ દરેક નાગરિકનો હક્ક છે. પરંતુ જો સરકાર જ પ્રાઈવેટ કે ખાનગી કોલોજોની માફક ફીમાં તોતિંગ વધારો કરશે તો વિદ્યાર્થીઓ ભણશે કેવી રીતે?...સરકારી કોટામાં હોશિયાર અને ગરીબ ઘરના વિદ્યાર્થીઓ આવતા હોય છે. જે ધનાઢ્ય છે તેઓ તો ખાનગી કોલેજમાં એડમિશન લઈને તોતિંગ ફી ભરી શકે છે. પરંતુ જે ગરીબ મા-બાપના સંતાનો હોય તેઓ આટલી ફી ક્યાંથી ભરી શકે? સરકારે શિક્ષણને સસ્તુ કરવું જ પડશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news