છેતરપીંડી

સિનીયર સિટીઝન્સને સસ્તામાં પ્લોટ આપવાનું કહી છેતરપીંડી કરનાર ભાવેશ જાની પકડાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડીના ગુનામાં એક બિલ્ડરની ધરપકડ કરી છે. સિનીયર સિટીજનોને ટાર્ગેટ કરી સસ્તા ભાવે પ્લોટ આપવાના બહાને છેતરપીંડી કરતા રૂચિ નિર્માણ પ્રા.લિ.ના ડિરેક્ટર ભાવેશ જાની તથા આસિસ્ટન્ટ ડિરેક્ટર નાનજી બારીયાએ અનેક લોકોને ભોગ બનાવ્યાનુ સામે આવ્યું છે. 

Dec 24, 2020, 08:05 AM IST

અમદાવાદની આ રૂપાળી મહિલા ડોક્ટર પર લાગ્યો હોસ્પિટલમાંથી મહત્વના ડેટા ચોરીનો આરોપ

  • અમદાવાદના તબીબી આલમમાં ચકચાર જગાવે તેવો કિસ્સો સામે આવ્યો છે.
  • ડો.હેત દેસાઈએ ડો.સુનિતા પટેલ પર હોસ્પિટલના ડેટા ચોરવાનો આરોપ લગાવ્યો

Oct 23, 2020, 11:09 AM IST

જમીન પચાવી પાડવાનો ખેલ હવે ગુજરાતમાં નહિ ખેલાય, આવ્યા મોટા બદલાવ

ખોટા નામે જમીન પચાવી પાડી-બીજાને વેચાણ કરી દેનારા ભૂમાફિયા તત્વોની હવે ખેર નથી. કારણ કે, લેન્ડ ગ્રેબિંગ-ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડવી, પાવર ઓફ એટર્નીના દુરૂપયોગથી થતા દસ્તાવેજો સામે હવે કડક હાથે કામ લેવા ગુજરાત સરકારે નિર્ધાર કર્યો 

Sep 9, 2020, 09:46 AM IST

સુરત: યુવતીઓ દ્વારા લોકોને કરવામાં આવતા કોલ, 6 યુવતી સહિત 19ની અટકાયત

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી સુરત PCB દ્વારા કોલ સેન્ટર ઝડપી પાડ્યુ હતું. આ કોલ સેન્ટર વિકાસ મહેતા અને તેની પત્ની નેહા મહેતા દ્વારા ચલાવવામાં આવતુ હોવાની બાતમી મળી હતી. જેના આધારે આજે પીસીબીની ટીમ દ્વારા જહાંગીરપુરા વિસ્તારમાં છાપો મારવામાં આવ્યો હતો

Aug 18, 2020, 12:09 PM IST

ભરૂચ : વિધવા મહિલાને વિદેશથી આવ્યું કરોડોનું પાર્સલ, 8.90 લાખ ટેક્સ ભર્યો પછી ખબર પડી કે...

ભરૂચની એક પ્રખ્યાત શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા એક વિધવા મહિલા છેતરાઇ ગઇ છે. મહિલાએ પોતાની પ્રોફાઇલ એક મેટ્રોમોનિયલ વેબસાઇટ પર પોતાની પ્રોફાઇલ અપડેટ કરી હતી. દરમિયાન 11 ફેબ્રુઆરી વિદેશી નંબરથી તેના મોબાઇલ પર એક વ્યક્તિએ સંપર્ક કર્યો હતો. પોતે જીન રિચર્ડ હોવાની અને તે લગ્ન કરવા માંગતો હોવાની વાત કરીને શિક્ષિકાને ભોળવી હતી. શિક્ષિકા પણ તેની વાતોમાં આવી ગઇ હતી. બંન્ને વચ્ચે ઘણા લાંબા સમય સુધી વાતો ચાલતી રહી હતી.

Mar 9, 2020, 06:46 PM IST

અમદાવાદ: ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવાનાં બહાને નવરંગપુરાનાં યુવક સાથે છેતરપીંડી

શહેરના નવરંગપુરામાં રહેતા યુવક સાથે ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાઇને સેંકડો રૂપિયા કમાવાની લાલચ આપીને છેતરપીંડી કરી હતી. રજીસ્ટ્રેશનનાં નામે યુવક પાસેથી 44 હજાર રૂપિયા પડાવી લીધા હતા. નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે. મુળ મહેસાણાનો રહેવાસી અને નવરંગપુરામાં સ્થાનકવાસી જૈન છાત્રાલયમાં અભ્યાસ કરતો વૈભવ શાહ સી.એનો અભ્યાસ કરે છે. 20 નવેમ્બરે તેને ઓનલાઇન ફ્રેન્ડશીપ માટે સર્ચ કર્યું હતું. જેથી ક્લબમાં જોડાવા માટે ત્રણ માસનાં એક હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી. 

Jan 19, 2020, 11:15 PM IST

નઘરોળ તંત્રને જગાડવા ખેડૂતે કરી આત્મહત્યાની અરજી, ગેલેક્ષી ગ્રુપ ખાઇ ગયું કરોડો રૂપિયા

શહેરના નરોડાના ગેલેક્ષી ગ્રુપના બિલ્ડર વિરુદ્ધ કરોડોની છેતરપિંડીની ફરિયાદ છે. નરોડા પાસેના મુઠીયા ગામની જમીન 47 કરોડ મા ખરીદવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી હતી. વારંવાર રજૂઆતો થી કઁટાળીને અંતે ખેડૂતે ઈચ્છા મૃત્યુ ની માંગ કરી છે. પોલીસ ની ઢીલી નીતિના કારણે છ વર્ષ ની લડતબાદ ફરિયાદ નોંધવામાં આવી છે. 

Jan 3, 2020, 09:51 PM IST

અંબુજા કમ્પનીમાં નોકરી અપાવવાના બહાને છેતરપીંડી કરતા 9 શખ્સોની સાયબર ક્રાઇમે કરી ધરપકડ

આરોપીઓ દિલ્હીમાં HDFC બેંકના ક્રેડિટ કાર્ડ સેલ કરવાના બહાને એક કોલ સેન્ટર ચલાવતા. આ લોકોએ nokri.comના ભળતા નામથી એક વેબસાઈટ બનાવી હતી અને તેમાં લોકો દ્વારા ભરવામાં આવતા બાયોડાટાના આધારે છેતરપિંડી આચરતા હતા.

Nov 27, 2019, 11:42 PM IST

વિદેશમાં નોકરી આપવવાના બહાને છેતરપીંડી કરનાર કેમરૂનીયન ગેંગના એક શખ્સનીં ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઘટનામાં પકડવામાં આવેલા આરોપીનું નામ ફાઉડજે ક્રિસ્ટેલ ઓબેહી અને તે મૂળ નાઇજીરિયાનો રહેવાસી છે. આરોપી દિલ્હીમાં રહી હતો હતો અને તેણે પોતાની ગેંગનું નામ કેમરૂનિયન ગેંગ રાખ્યું હતું. 

Nov 27, 2019, 10:42 PM IST

દુબઇમાં નોકરી અપાવવાના બહારે 18 લાખનું ફુલેકુ ફેરવ્યું, અનેક મોટા નામ ખુલે તેવી વકી

કબૂતરબાજીના નામે છેતરપિંડી કરતા દંપતિ સહિત 3 આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. જોકે આ ગુનાનો અન્ય એક આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આરોપી એ ફરિયાદી અને તેના પરિચીતને દુબઈ મોકલવાના બહાને 18 લાખની છેતરપિંડી કરી હતી. આરોપીની ધરપકડ બાદ આરોપી અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તેની તપાસ હાથ ધરી છે. 

Nov 13, 2019, 09:24 PM IST

પોરબંદર : વિજ્ઞાન જાથાએ પરપ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો પાડ્યો, વિધીના નામે લોકોને લૂંટતો હતો

‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે...’ આ કહેવત અનેકવાર સાચી સાબિત થઈ છે. જ્યોતિષ (Jyotish) બતાવવા, નસીબ ચમકાવી આપવા વગેરે જેવા જાતજાતના પ્રલોભનો આપીને લોકોને લૂંટવામાં આવે છે. તાજેતરમાં જ રૂપાલની ઢબુડી માતા (Dhabudi Mata) નો કિસ્સો તાજો છે, ત્યાં પોરબંદર (Porbandar) માં પરપ્રાંતીય જ્યોતિષનો પર્દાફાશ થયો છે. ભારત જન વિજ્ઞાન જાથા (Vigyan Jatha) દ્વારા પર પ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો કરાયો છે.

Oct 9, 2019, 01:52 PM IST
Rajkot: Scam By Aarsh Vidhyamandir In Name Of Refundable Fee Scheme PT9M18S

રાજકોટઃ રિફન્ડેબલ ફીની સ્કીમ આપી વાલીઓ સાથે કરવામાં આવી છેતરપીંડી

રાજકોટઃ ત્રંબાની આર્ષ વિદ્યામંદિરે છેતરપિંડી કરી હોવાનો આરોપ વાલીઓએ મુક્યો છે. શાળા બંધ થઈ જતા વાલીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. 85 હજારથી 2 લાખ સુધીની ફી વસુલવામાં આવી રહી હતી. હજુ સુધી કોઈ વાલીઓને ફી પરત કરવામાં આવી નથી.

Sep 11, 2019, 01:35 PM IST

સુરત: વીમાના નામે ફોન કરીને 44 લાખની છેતરપીંડી કરનાર શખ્શ ઝડપાયો

જો તમે વીમા માટે કોઈના ફોન આવતા હોય તો થઇ જજો સાવધાન કારણ કે, સુરત પોલીસના હાથે એક એવો આરોપી પકડાયેલ છે જે પહેલા તો વીમા માટે લોભામણી સ્કીમ આપીને પોલિસી આપતો અને ત્યાર પછી સરકારી ખોટા કાગડો આપી પેમેંન્ટ રિલીઝના નામે રૂપિયા માગવી છેતરપીડી કરતો હતો. આરોપી સામે રૂપિયા 44 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલ છે.
 

Aug 14, 2019, 05:17 PM IST

સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી લાખોની છેતરપીંડી કરતી ટોળકીની ધરપકડ

હાલોલના એક કરિયાણાની દુકાન ધરાવનાર વેપારી સાથે આ ટોળકીએ પણ આજ રીતે છેતરપીંડી આચારીને રૂપિયા 15,000 લાખ સેરવી લીધા હોવાનો કિસ્સોં સામે આવ્યો છે જેની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

Aug 12, 2019, 08:31 PM IST

અમદાવાદ: સસ્તુ સોનું આપવાની લાલચે વેપારી સાથે લાખોની ઠગાઈ કરનારની ધરપકડ

અમદાવાદમાં સસ્તા ભાવે સોનુ આપવાના નામે છેતરપીંડી કરનાર ગેંગનો પ્રર્દાફાશ કરી સરખેજ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત અને દિલ્હીના લોકોની સંયુકત ગેંગ બનાવીને પોતાની અલગ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરતી આ ટોળકી સોસીયલ મિડીયા મારફતે લોકોને ટાગ્રેટ કરીને ચીટીંગ કરતી હોવાનું સામે આવ્યું છે.

Aug 6, 2019, 04:23 PM IST
Ahmadabad Nigerian gang scam PT1M13S

ફેસબુક ઉપયોગ કરનાર માટે લાલબતી સમાન કિસ્સો, જુઓ આ રીતે કરાય છે છેતરપીંડી

ફેસબુક ઉપયોગ કરનાર માટે લાલબતી સામાન એક કિસ્સો સામે આવ્યો છે, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે એક એવી નાઝીરીયન ગેંગ ઝડપી પાડી છે જે ગેંગ ફેસબુકમાં દેખાવડી મહિલાની ફેક આઈડી બનાવીને ભારતીય લોકોને ફ્રેંન્ડશિપ રિકવેસ્ટ મોકલી તેની સાથે વાત ચિત કરી, મિત્રતા કેળવીને ભારત મળવા આવશે તેને એમ કહી ભારત આવીને કસ્ટમ વિભાગ અને આરબીઆઇ વિભાગ પાસે પૈસા ભરવા પડશે તેમ કહી છેતરપિંડી આચરતી હતી

Jul 25, 2019, 12:55 PM IST

ઔડાનાં મકાન સસ્તા ભાવે અપાવવાના બહાને છેતરપીંડી કરનાર બંટી બબલી સામે ફરિયાદ

સસ્તા મકાન અપાવવાની લાલચે છેતરપિંડી કરતી ટોળકી ફરી સક્રિય થઇ છે. અગાઉ માધુપુરા અને દરિયાપુર પોલિસ સ્ટેશનમાં ઝડપાઈ ચુકેલા બંટી બબલી કારંજ વિસ્તારમાં પણ 12થી વધુ લોકોને મકાન અપાવવાની લાલચે લાખો રૂપિયાની છેતરપિંડી કરી ચૂક્યા છે. જેને લઇ પોલીસે હવે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  ફરિયાદીઓને એક દિવાસ્વપ્ન દેખાયું હતું કે પોતે ભાડાના મકાનમાં રહેતા હોય સસ્તી કિંમતે મકાન મળી જાય. પરંતુ હકીકતે  સસ્તા મકાન મળશે તે સપનું જ રહયુ અને આ લાલચ મનમાં જાગતા એક બંટી-બબલીના પરિચયમાં આવ્યા.  

Jun 8, 2019, 06:00 PM IST

ગાંધીનગર સચિવાલયમાં નોકરીની લાલચ આપી યુવક પાસેથી 37 લાખ પડાવ્યા

ગાંધીનગર સચિવાલયમાં વર્ગ-3 ની નોકરી આપવાનુ કહીને વડનગરના યુવાન સાથે 37 લાખની છેતરપીંડી કરવામાં આવી છે. આ મામલે છેતરપીંડી કરનારા 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે. 

May 19, 2019, 02:24 PM IST

અમદાવાદ: સાયબરક્રાઇમ બ્રાંન્ચે ગત 7 મહિનામાં 14 કોલ સેન્ટરો પર પાડ્યા દરોડા

ભારતની રાજધાની દિલ્હીમાં લોકોને છેતરવાના કોલ સેન્ટર ધમધમી રહયા છે. સાયબર ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશન શરૂ થયા બાદ 14 કોલસેન્ટર અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પડયા છે.  છેલ્લા સાત મહિનામાં સાયબર ક્રાઇમ બ્રાંચે 14 કોલ સેન્ટર ઝડપી પડયા છે. 
 

May 17, 2019, 06:51 PM IST

સુરત : ગરીબોના રૂપિયા ચાઉં કરી જનાર આસ્થા ગ્રૂપ ઓફ કંપનીનો એક આરોપી પકડાયો

દેશના વિવિધ 16 જેટલા રાજયોમાં આસ્થા ગ્રુપ ઓફ કંપનીના નામે લોભામણી સ્કીમો આપી ગરીબો પાસેથી કરોડો રૂપિયા પડાવી લેનાર ટોળકી પૈકી એકને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આરોપીઓએ 167 લોકો પાસેથી 12 કરોડ રૂપિયાની માતબર રકમ પડાવી રફુચક્કર થઇ ગયા હતા.

May 16, 2019, 03:37 PM IST