ઉડતા ગુજરાત: ડ્રગ્સનાં 61 લાખનાં જથ્થા સાથે 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે અગાઉથી મળેલી બાતમીના આધારે કાલુપુર રેલવે સ્ટેશન નજીક મુંબઇથી લવાયેલા મેકેડ્રોન તથા કોકેઇનનો 61 લાખ રૂપિયાના જથ્થા સાથે 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રેલવે વિભાગમાં છેલ્લા 25 વર્ષથી કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા કેટરિંગનાં બિઝનેસમાં વેઇટરની નોકરી કરતો રમેશ રાઠોડ ડ્રગ ડિલર્સના સંપર્કમાં હતો. મુંબઇથી અમદાવાદ આવતી શતાબ્દી ટ્રેનમાં તે નશીલા પદાર્થો પેન્ટ્રીમાં છુપાવી દેતો હતો. અમદાવાદથી પોતાના સાગરીતને આપી દેતો હતો. કાલે આવેલો જથ્થો તે ફિરોઝ અને તેની પત્ની અંજુમને આપતો હતો. 

Updated: Nov 17, 2019, 11:36 PM IST
ઉડતા ગુજરાત: ડ્રગ્સનાં 61 લાખનાં જથ્થા સાથે 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી

અમદાવાદ : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે અગાઉથી મળેલી બાતમીના આધારે કાલુપુર રેલવે સ્ટેશન નજીક મુંબઇથી લવાયેલા મેકેડ્રોન તથા કોકેઇનનો 61 લાખ રૂપિયાના જથ્થા સાથે 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રેલવે વિભાગમાં છેલ્લા 25 વર્ષથી કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા કેટરિંગનાં બિઝનેસમાં વેઇટરની નોકરી કરતો રમેશ રાઠોડ ડ્રગ ડિલર્સના સંપર્કમાં હતો. મુંબઇથી અમદાવાદ આવતી શતાબ્દી ટ્રેનમાં તે નશીલા પદાર્થો પેન્ટ્રીમાં છુપાવી દેતો હતો. અમદાવાદથી પોતાના સાગરીતને આપી દેતો હતો. કાલે આવેલો જથ્થો તે ફિરોઝ અને તેની પત્ની અંજુમને આપતો હતો. 

જસદણના શિવરાજપુર ગામે ચેકડેમમાં બળદગાડુ ખાબક્યું, મહિલાનું મોત

અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ અનુસાર અઝરુદ્દીન શેખ તથા અરબાઝ કુરેશી નામના બે શખ્સો ટુ વ્હીલર દ્વારા મોતી મહેલ હોટલ નજીક આવેલા એએમટીએસનાં બસ સ્ટેન્ડ પર ઉભા હતા. જો કે અગાઉથી મળેલી બાતમીનાં આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આ તમામને ઝડપી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા શખ્સો પાસેથી 30 લાખ રૂપિયાથી વધારે કિંમતનું મેફોડ્રોન તથા 30 લાખથી વધારે કિંમતનું કોકેઇન પણ ઝડપાયું હતું. આ ઉપરાંત 3 લાખ 4 હજાર રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. 

કેવડિયા: કર્ણાટકનાં 800 પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરકાવ્યો 1000 ફુટ લાંબો ત્રિરંગો

અલંગ-ભાવનગરમાં ગુંડારાજ સામે વેપારીઓએ બાંયો ચડાવી, તંત્ર કડક કાર્યવાહીના મુડમાં
ફરાર ફિરોઝને પકડવા માટે ક્રાઇમબ્રાંચ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મુદ્દે મુખ્ય આરોપી ફિરોઝ શેખ અગાઉ બિનકાયદેસર હથિયારોની હેરાફેરી કરવા મુદ્દે, ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીનાં ગુનામાં ઝડપાયો હતો. આ ઉપરાંત પણ તેની સામે કોઇ ગુના છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ડ્રગ્સના નશાખોરો ખુબ જ ચિંતાજનક હદે વધી રહ્યા છ.