વડોદરામાં યોજાયેલી સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનું સમાપન

ગુરૂવારથી શરૂ થયેલી આ શિબિરમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ શિબિરમાં સરકારના મંત્રીઓ સહિત અનેક અધિકારીઓએ હાજરી આપી હતી. 

 

વડોદરામાં યોજાયેલી સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનું સમાપન

વડોદરા: રાજ્ય સરકાર દ્વારા આયોજીત ત્રિદિસીય ચિંતિન શિબિરનું આજે સમાપન થયું હતું. ત્રણ દિવસ સુધી અનેક મુદ્દાઓ પર આ શિબિરમાં ચર્ચા કરવામાં આવી હતી. સમાપન સમારોહમાં સંબોધન કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૌ અધિકારીઓને પીપલ્સ પરસેપ્શન બદલવાની માનસિકતા અપનાવવાનું આહ્વાન કર્યું હતું. સીએમે કહ્યું કે, ગુડ ગર્વનન્સ માટેની પ્રથમ શરત સરકારની છબી જનમાનસમાં પારદર્શી અને સંવેદનશીલ સરકારની હોય તે જરૂરી છે. 

સીએમ રૂપાણીએ કહ્યું કે, આપણા સૌનું લક્ષ્ય દંગામુક્ત, બેકારીમુક્ત, ઝૂંપડપટ્ટીમુક્ત, ગરીબીમુક્ત, કુપોષણમુક્ત, સ્ત્રીભૃણ હત્યામુકત, અંધારામુક્ત, બાળમજૂરીમુક્ત, પ્રદૂષણમુક્ત,ગુંડાગીરીમુક્ત અને છેવાડાના માનવીના કલ્યાણયુક્ત ગુજરાત બને તે છે.
 સર્વસુખી તો સુખી આપણે’ નો  કર્મયોગ  ભાવ જ ટિમ ગુજરાતની શક્તિ બનશે. વિજય રૂપાણીએ આ ચિંતન શિબિરનું વિચાર મંથન અમૃત ગુજરાતના ભાવિ વિકાસનો રોડ મેપ કંડારશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

તેમણે આ શિબિર પછી સરકારનું ફોક્સ ઉપેક્ષિત જિલ્લા ઉપેક્ષિત વિભાગો પ્રત્યે રહેશે તેમ જણાવતાં આહ્વાન કર્યું કે આ નબળી કડીઓ સુધારવાનો પડકાર ઉપાડવા કોઇએ દધીચિ, વશિષ્ઠ બનવું જ પડશે. સીએમે સૌ અધિકારીઓને એસર્ટિવ બની ટેકનોલોજીનો વિનિયોગ કરીને પારદર્શી સ્વચ્છ પ્રશાસન માટે અનુરોધ કર્યો હતો.

તેમણે અધિકારોનો ઉપયોગ કરી ફરજ નિષ્ઠાથી કર્તવ્યરત રહીને સુશાસન તેમજ સામાન્ય માનવીના ભલા માટે વૈષ્ણવજન જેવા નિષ્કામભાવનો અનુરોધ કર્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news