સુરતઃ માંડવી પાસે આવેલા રામેશ્વર મંદિર નજીક તાપી નદીમાં ડૂબી જતાં ત્રણ લોકોના મોત


ત્યાં નજીકમાં આવેલી તાપી નદીમાં ન્હાવા પડ્યા હતા. પરંતુ તેઓ થોડીવારમાં તો નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.

સુરતઃ માંડવી પાસે આવેલા રામેશ્વર મંદિર નજીક તાપી નદીમાં ડૂબી જતાં ત્રણ લોકોના મોત

સુરતઃ  સુરત જિલ્લાના માંડવી તાલુકાના રામેશ્વર મંદિર નજીક તાપી નદીમાં એક બાળક સહિત ત્રણ લોકો ન્હાવા ગયા હતા. આ દરમિયાન ત્રણેયના ડૂબી જવાથી મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ નદીમાંથી ત્રણેયની લાશ બહાર કાઢવામાં આવી હતી. 

ધુળેટીના તહેવાર શોકમાં પલટાયો
હાલ હોળી-ધુળેટીની રજાઓ ચાલી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો માંડવી ખાતે આવેલા રામેશ્વર મંદિરે દર્શન માટે ગયા હતા. આ દરમિયાન તાપી નદીમાં ન્હાવા પડેલા સુરતના ત્રણ લોકોના મોત થયા છે. જે લોકોના મોત થયા છે તેમાં એકની ઉંમર 35 બીજા ભાઈની ઉંમર 42 વર્ષ અને એક 9 વર્ષના બાળકનું મોત થયું છે. 

ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢ્યા
રાજ્યભરમાં હોળીના તહેવારની રજાઓ ચાલી રહી છે. ત્યારે સુરતના આ લોકો રામેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારબાદ ત્યાં નજીકમાં આવેલી તાપી નદીમાં ન્હાવા પડ્યા હતા. પરંતુ તેઓ થોડીવારમાં તો નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. ત્યાં હાજર રહેલા લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે આવીને ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા. 

જુઓ Live tv

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news