PM મોદીના મંત્રીમંડળમાં ગુજરાતનો દબદબો, ત્રણ નવા મંત્રી સામેલ તો બેને પ્રમોશન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ આજે સાંજે થશે. ત્યારે આ મંત્રીમંડળમાં ગુજરાતમાંથી ત્રણ નવા મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે પહેલાથી મંત્રીમંડળમાં સામેલ બે મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે

PM મોદીના મંત્રીમંડળમાં ગુજરાતનો દબદબો, ત્રણ નવા મંત્રી સામેલ તો બેને પ્રમોશન

હિતેન વિઠ્ઠલાણી/ દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ આજે સાંજે થશે. ત્યારે આ મંત્રીમંડળમાં ગુજરાતમાંથી ત્રણ નવા મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે પહેલાથી મંત્રીમંડળમાં સામેલ બે મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. ગુજરાતમાંથી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા પહેલાથી કેન્દ્રમાં છે, જેમને હાલ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે સુરતના સાંસદ દર્શના જરદૌશ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય બે નેતાઓને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળના વિસ્તરણમાં નવા ચહેરા અને પ્રમોશન પામનારા મળીને કુલ 43 નેતાઓ મંત્રીપદના શપથ લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 6 વાગે આ મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. ત્યારે ગુજરાતમાંથી પહેલેથી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા કેન્દ્રમાં છે, જેમને પ્રમોશન આપવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના અન્ય નેતાઓના નામની પણ ચર્ચા થઈ હતી.

મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને પ્રમોશન
ગુજરાતમાંથી હાલ કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી તરીકેની જવાબદારી નીભાવી રહેલા પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પ્રમોશન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતથી પણ ત્રણ નવા ચેહરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રી અમિત શાહ સાથે મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલા પહેલેથી જ કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતનું નૈઋત્વ કરી રહ્યા છે. ત્યારે વધુ ત્રણ ચહેરાને કેન્દ્રમાં સ્થાન મળ્યું છે. 2022 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 7, 2021

અન્ય ત્રણ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળમાં નવા ચહેરા તરીકે સુરતના સાંસદ દર્શના જરદૌશનું નામ સામે આવ્યું હતું. ત્યારે દર્શના જરદૌશને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડાના દેવુસિંહ ચૌહાણ અને સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપુરાને પણ આ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news