GUJARAT CORONA UPDATE: સુધરી જજો! અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા, જાણો રાજ્યના કુલ કેસ

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5279 એક્ટિવ કેસ છે. જેમાંથી 09 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5270 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,30,470 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે.

GUJARAT CORONA UPDATE: સુધરી જજો! અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા, જાણો રાજ્યના કુલ કેસ

ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના કેસમાં આજે ફરી કેસમાં વધારો થયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના 884 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 770 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીઓનું મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.70 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5279 એક્ટિવ કેસ છે. જેમાંથી 09 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5270 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,30,470 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,959 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

રાજ્યમાં કોરોના વાયરસના આંકડા
જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 324 કેસ નોંધાયા છે અને એકનું મોત થયું છે, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 69, સુરત કોર્પોરેશનમાં 51 અને એકનું મોત થયું છે, મહેસાણામાં 49, ગાંધીનગર 44, કચ્છ 37, ગાંધીનગર કોર્પોરેશનમાં 35, રાજકોટ કોર્પોરેશનમાં 25, સુરત 21, પાટણ 20, રાજકોટ 20, આણંદ, સાબરકાંઠા અને વલસાડમાં 15-15-15 કેસ નોંધાયા છે. ભાવનગર કોર્પોરેશનમાં 14 કેસ અને એકનું મોત થયું છે. નવસારીમાં 14, બનાસકાંઠામાં 13, ભરૂચ 11, દેવભૂમિ દ્વારકા 11, જામનગર કોર્પોરેશનમાં 10 અને સુરેન્દ્રનગરમાં 10 એમ કુલ 884 કેસ નોંધાયા છે.

ગુજરાતના રસીકરણના આંકડા
જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,47,459 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 2587 ને રસીનો પ્રથમ અને 6717 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 225 ને રસીનો પ્રથમ અને 1178 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 40327 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 2188 ને રસીનો પ્રથમ અને 3236 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 291001 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,33,90,214 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news