હેડ ક્લાર્કનું  પેપર લીક કરનાર માસ્ટર માઈન્ડના નામનો ખુલાસો, બે ભત્રીજાના નામ પણ ખૂલ્યા

હેડ ક્લર્કની પરીક્ષાનું પેપર લીક થયાનો સરકારે સ્વીકાર કર્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગૌણ સેવાના અધ્યક્ષ અને સચિવને પુરાવાઓ આપ્યા હતા. ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાનું સ્પષ્ટ થયું છે.

હેડ ક્લાર્કનું  પેપર લીક કરનાર માસ્ટર માઈન્ડના નામનો ખુલાસો, બે ભત્રીજાના નામ પણ ખૂલ્યા

ઝી ન્યૂઝ/બ્યુરો: હેડ ક્લાર્કનું પેપર લીક કરવાનો માસ્ટર માઈન્ડ જયેશ પટેલ હોવાનો ખુલાસો થયો છે. તેના બે ભત્રીજાએ પેપરલીકનું  ષડયંત્ર કર્યું હતું. પેપર દેવલ નામનો વ્યક્તિ લઈ આવ્યો હતો. દેવલનું ઉંછા ગામની સીમમાં ઘર છે. તેના ઘરે જ પેપર લીક મામલે હિલચાલ થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. હાલમાં આ બંને કાકા અને ભત્રીજો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

હેડ ક્લર્કની પરીક્ષાનું પેપર લીક થયાનો સરકારે સ્વીકાર કર્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગૌણ સેવાના અધ્યક્ષ અને સચિવને પુરાવાઓ આપ્યા હતા. ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાનું સ્પષ્ટ થયું છે. પેપર લીક થયા મામલે ગૌણ સેવા આયોગે સાબરકાંઠા પોલીસને ઇમેઇલ કર્યો છે. 

સાબરકાંઠા પોલીસ પેપર લીક મામલે 10 થી 12 વિરુદ્ધ ગુનો નોંધે તેવી શક્યતા છે. પોલીસને એક પછી એક કડી જોડવામાં સફળતા મળી છે. ગૌણ સેવા આયોગ વધુ એકવાર પરીક્ષા સફળતાથી લેવામાં નિષ્ફળ રહી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news