Gujarat Rain: ગુજરાતમાં આવતીકાલનો દિવસ છે ખુબ જ ભારે! જાણો ક્યા વિસ્તારમાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain 2022: હવામાન વિભાગે કચ્છ, દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, અરવલ્લી, રાજકોટ, જામનગર, દ્વારકા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.
Trending Photos
Gujarat Monsoon 2022: રાજ્યમા હાલ વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હાલ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જેણા કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે (11 ઓગસ્ટ) રાજ્યના મોટાભાગની જગ્યાએ વરસાદ પડ્યો હતો. ત્યારે આવતીકાલે (12 ઓગસ્ટ) પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરી છે.
હવામાન વિભાગે કચ્છ, દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, અરવલ્લી, રાજકોટ, જામનગર, દ્વારકા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી, દીવ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી
હાલ અરબી સમુદ્રમાં એક સાથે 2 લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં 12મીએ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં પહોંચ્યું છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક નવી લો-પ્રેશર સિસ્ટમ બની છે. સંભાવના છે કે, આગામી 48 કલાકમાં આ લો-પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધશે.
આ બંને સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં 12 ઓગસ્ટે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે તેમજ મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 11 અને 13 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેને લઈ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પણ જણાવાયું છે. વધુમાં વહેતા નદી નાળામાંથી પસાર ન થવું અને નદી-ડેમના પટ્ટમાં અવર-જવર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે