Black Fungus નો 'રેયર કેસ' સામે આવ્યો, નાના આંતરડામાં મળ્યો મ્યુકોરમાઇકોસિસ

દિલ્હીમાં બે દર્દીઓના નાના આંતરડામાં બ્લેક ફંગસ (Black Fungus) નું સંક્રમણ જોવા મળ્યું છે. એક દર્દીની ઉંમર 58 તો બીજાની 68 વર્ષ છે. બન્ને ડાયાબિટિસના દર્દી છે. 
 

Black Fungus નો 'રેયર કેસ' સામે આવ્યો, નાના આંતરડામાં મળ્યો મ્યુકોરમાઇકોસિસ

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી (Coronavirus) હજુ છુટકાકો મળ્યો નથી આ વચ્ચે મ્યૂકર માઇકોસિસ બ્લેક ફંગસ (Black Fungus) એ ચિંતા વધારી દીધી છે. દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં બ્લેક ફંગસનો 'રેયર કેસ' સામે આવ્યો છે. બે દર્દીઓમાં નાના આંતરડા (small intestine) માં મ્યૂકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસ મળી છે. ડોક્ટર પણ આ કેસને એક નવા પ્રકારનો મામલો માની રહ્યાં છે. 

ડોક્ટરો માની રહ્યાં છે 'રેયર કેસ'
જે બે દર્દીઓમાં બ્લેક ફંગસ  (Black Fungus) મળી છે તેમાંથી એક વ્યક્તિની ઉંમર 58 વર્ષ તો બીજાની 68 વર્ષ છે, બન્ને ડાયાબિટિસના દર્દી છે. તેમાંથી એકને સ્ટેરોઇડ આપવામાં આવ્યા હતા, જ્યારે બીજાએ સ્ટેરોઇડ લીધા નથી. પેટમાં અને મોટા આંતરડામાં બ્લેક ફંગસ મળી શકે છે પરંતુ નાના આંતરડામાં બ્લેક ફંગસ મળવી રેયર માનવામાં આવે છે. બન્નેની સારવાર ગંગારામ હોસ્પિટલમાં સર્જરી દ્વારા કરવામાં આવી છે.

સુરતમાં પણ મળ્યો ચોંકાવનારો કેસ
મહત્વનું છે કે આ પહેલા શુક્રવારે બ્લેકફંગસનો એક નવો કેસ સુરતમાં સામે આવ્યો હતો. જેમાં ફંગસ દર્દીના મગજ સુધી પહોંચી ગઈ. બ્લેક ફંગસથી જોડાયેલો આ પ્રકારનો દેશમાં પ્રથમ કેસ છે. જાણકારી પ્રમાણે સુરતમાં એક 23 વર્ષીય યુવકના મગજમાં બ્લેક ફંગસનું ઇન્ફેક્શન જોવા મળ્યું. ડોક્ટરોનું કહેવું છે કે દર્દીના મગજમાં ઇન્ફેક્શનની જાણકારી મળી. બીમારીની જાણકારી મળ્યા બાદ ડોક્ટરે દર્દીની સર્જરી કરી પણ તેને બચાવી શક્યા નહીં. સર્જરીના ચોથા દિવસે દર્દીનું મોત થયું હતું. 

કોને થાય છે આ સંક્રમણ?
લાંબા સમય સુધી સ્ટોઇરેડ્સ લેતા લોકોમાં બ્લેક ફંગસનો ખતરો વધુ રહે છે. ઇમ્યૂનિટ નબળી થવા પર ફંગસ એટેક કરે છે. ડાયાબિટિસના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. જેથી આ ફંગસ તેને શિકાર બનાવે છે. 

અન્ય 5 કંપનીઓને દવા બનાવવાનું લાયસન્સ જારી
મહત્વનું છે કે દેશના અલગ-અલગ ભાગમાં બ્લેક ફંગસના અત્યાર સુધી 8848 કેસ સામે આવ્યા છે, જેમાંથી 219 લોકોના મોત થયા છે. દેશમાં વધતા બ્લેક ફંગસના કેસને કારણે તેની દવાની પણ અછત સર્જાય છે. તેવામાં કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. સરકારે બીમારીનો સામનો કરવા માટે શુક્રવારે મહત્વના પગલા ભર્યા હતા. કેન્દ્રએ દેશમાં કોરોના મહામારીની સાથે વધી રહેલા બ્લેક ફંગસની દવા બનાવવા માટે વધુ પાંચ કંપનીઓને લાયસન્સ જારી કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news