ગુજરાતમાં કોરોનાની 5 મી લહેરની એન્ટ્રી, રાજકોટ કોર્પોરેશન કોવિશિલ્ડ રસીની માંગ કરી

Gujarat Records Covid cases : ગુજરાતમાં કોરોનાની 5મી લહેરની ધીમા પગલે શરૂઆત.... સાવધાનીના ભાગરૂપે તમામને માસ્ક પહેરવા ZEE 24 કલાકની અપીલ

ગુજરાતમાં કોરોનાની 5 મી લહેરની એન્ટ્રી, રાજકોટ કોર્પોરેશન કોવિશિલ્ડ રસીની માંગ કરી

Gujarat Corona Entry : દુર્ઘટના સે દેરી ભલી... હાઈવે પરથી પસાર થતા સમયે આવા અનેક બોર્ડ લગાવાયા હોય છે. ત્યારે હવે પૃથ્વી પર કોરોના ફરી વકરતા ગુજરાતીઓએ સાવધાન રહેવાની જરૂર આવી છે. કોરોનાની 5મી લહેરની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે. ગુજરાતમાં હાલ કોરોનાના કુલ 23 એક્ટિવ કેસ છે. જેથી ગુજરાતમાં ફરીથી કોરોના કેસે ચિંતા વધારી છે. અમદાવાદમાં કોરોનાના નવા 2 કેસ, રાજકોટમાં કોરોનાના નવા 2 કેસ અને બનાસકાંઠામાં કોરોનાનો 1 કેસ નોંધાયો છે. કોરોનાથી ડરવાની નહીં પણ સાવચેતીની જરૂર છે. લોકોએ ફરીથી માસ્ક પહેરવાનું શરૂ કરી દેવુ જોઈએ. ભીડવાળી જગ્યા પર માસ્ક પહેરવાની સૂચના સરકાર દ્વારા આપી દેવાઈ છે. જેમા જણાવાયુ કે, કોરોનાના લક્ષણ દેખાય તો તાત્કાલિક ટેસ્ટ કરવો. BF 7 વેરિયન્ટ ચીનમાં કહેર મચાવી રહ્યો છે. તો ગુજરાતમાં પણ તેની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે આ શરૂઆતના સમયમાં સાવચેતી રાખવી જરૂરી છે. જો કોરોનાને હરાવવું હોય તો સાવચેતી જ મોટું હથિયાર છે.

દુનિયામાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. છેલ્લાં 24 કલાકમાં આંકડાની વાત કરીએ તો, વિશ્વમાં 5 લાખ 37 હજાર 731 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કારણે 1396 લોકોના મૃત્યુ થયા છે. જાપાનમાં 24 કલાકમાં 2 લાખથી વધારે કેસ નોંધાયા છે. દક્ષિણ કોરિયામાં 88,172 કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં 24 કલાકમાં 54,613 કેસ નોંધાયા છે. અમેરિકામાં 50,544 કેસ અને બ્રાઝિલમાં 44,415 કેસ નોંધાયા છે.     

વિશ્વમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે રાજકોટ કોર્પોરેશને કોવિશિલ્ડ રસીની માંગણી કરી છે. રાજકોટમાં કો-વેક્સિનની જગ્યાએ, કોવિશિલ્ડ વેક્સીનનો વધુ ઉપયોગ કરાયો છે. લાખો લોકોના પ્રિકોશન ડોઝ હજી બાકી છે. હાલ રાજકોટ કોર્પોરેશન પાસે કોવિશિલ્ડનો જથ્થો નથી. રાજકોટ પ્રિકોશન ડોઝની કામગીરી 23 ટકા પૂર્ણ થઈ છે. 9 લાખ કરતા વધુ લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ બાકી છે. 

ભાવનગર શહેરની વાત કરીએ તો, ભાવનગરના અઢી લાખ લોકોને રસીનો ત્રીજો ડોઝ બાકી છે. 18 વર્ષથી વધુ વયના 2.58 લાખ લોકોએ ત્રીજો ડોઝ નથી લીધો. ભાવનગરના 4,47,625 પૈકી 1,89, 515 લોકોએ ત્રીજો ડોઝ લીધો છે. આરોગ્ય વિભાગે બાકી લોકોને ત્રીજો ડોઝ લેવા અપીલ કરી છે. મહત્વનું છે કે કોરોનાના વધી રહેલા સંક્રમણની વચ્ચે રસીકરણની પ્રક્રિયા પૂરી થઈ જાય તે જરૂરી છે.

કોરોનાની સ્થિતિ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.દિલીપ માવળંકરે જણાવ્યું કે, ઓમિક્રોનનો નવો વેરિએન્ટ હોય તેવુ લાગે છે. આ વેરિએન્ટ કેટલો ઘાતક તેના આંકડા નથી. સોશિયલ મીડિયામાં ચીનના વીડિયો વાયરલ થયા છે. જે ખરાબ સ્થિતિ દર્શાવે છે, તે હકીકત સામે નથી આવી. બુસ્ટર ડોઝ અંગે સરકારે સમીક્ષા કરી ભાર મૂકવો જોઈએ. વિદેશથી આવતાનો ટેસ્ટ ફરજિયાત કરવો જોઈએ. 1 મહિનાના કેસ, હોસ્પિટલમાં દાખલ વ્યક્તિની તપાસ કરો. ચીન અને આસપાસના દેશથી પ્રવાસીઓ પર નજર રાખવી જોઈએ. લોકોએ ભીડવાળી જગ્યાએ જતા ચેતવુ દોઈએ. કોરોનાના પ્રોટોકોલનું તમામ લોકોએ પાલન કરવુ જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news