ANAND ની આ જગ્યાએ કોઇ 10 મિનિટ પણ નથી ઉભા રહેવાતું, નહી તો ઉધરસ ચડે છે અને પછી શ્વાસ...
આણંદ પાલિકાની એક ભુલના કારણે હાલ આ સ્થળ પર કોઇ 10 મિનિટ પણ ઉભુ નથી રહી શકતું, સ્થિતિ એટલ ખરાબ કે...
Trending Photos
આણંદ : જિલ્લાનાં કરમસદમાં સંદેશર રોડ પર પાલિકાની ડંપીગ સ્ટેશનમાં રાત્રીનાં સુમારે ધન કચરો સળગાવવાનાં કારણે ફેલાતા ઝેરી ધુમાડાથી આસપાસમાં નજીકનાં વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીસો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. કચરો સળગાવવાનું બંધ કરવા માંગ કરી રહ્યા છે. સરદાર પટેલનાં પૈતૃક ગામ કરમસદમાં સંદેશર રોડ પર નગરપાલિકા દ્વારા ધન કચરાનાં નિકાલ માટે ડમ્પીંગ સાઈટ બનાવવામાં આવી છે. કરમસદ નગરનાં કચરાનો અહીયાં નિકાલ કરવામાં આવે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી રાત્રીનાં સુમારે ધન કચરો સળગાવવામાં આવતા તેનાંથી ઝેરી ધુમાડો આસપાસનાં વિસ્તારમાં પ્રસરી જતા નજીકનાં વિસ્તારમાં રહેતા લોકો આ ઝેરી ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ તેમજ ઉધરસ સહીતની બિમારીઓનો ભોગ બની રહ્યા છે,તેમજ આંખોમાં બળતરા સહીતની તકલીફોને લઈને ખાસ કરીને બાળકો તેમજ વૃદ્ધો ભારે મુશ્કેલીમાં મુકાય છે. આ ઉપરાંત માર્ગ પર રાત્રે ધુમાડો ફેલાવાનાં કારણે નજીકનાં અંતરનું પણ જોઈ શકાતું નથી. જેથી વાહનો વચ્ચે અકસ્માત સર્જાવાની પણ ભીતી રહેલી છે.
સ્થાનિક રહીશોનું કહેવું છે કે, ધન કચરો સળગાવવાનાં કારણે થતી તકલીફો અંગે પાલિકામાં રજુઆતો કરવા છતાં કચરો સળગાવવાનું બંધ કરાતું નથી. આ અંગે પાલિકાનાં વિપક્ષનાં નેતા નિરવ સોલંકીએ પણ પાલિકામાં રજુઆતો કરી ધનકચરો સળગાવવાનું બંધ કરવા જણાવ્યું છે, તેમ છતાં કચરો સળગાવવાનું બંધ કરાતું નથી. જયારે બીજી તરફ પાલિકાનાં પ્રમુખ નિલેશ પટેલ કોઈ અજાણી વ્યકિતઓ રાત્રીનાં સુમારે કચરો સળગાવી જતી હોવાનું જણાવી રહ્યા છે, તેમજ વોચ ગોઠવીને કચરો સળગાવનાર વ્યકિતને ઝડપી પાડી તેની સામે કાર્યવાહી કરવાનું જણાવી રહ્યા છે.
જો નગરપાલિકા દ્વારા આ કચરો સળગાવવામાં આવતું નથી તો પછી એ કોણ છે, જે કચરો સળગાવી જાય છે,અને કચરો સળગાવવામાં અજાણી વ્યકિતને શુ લાભ છે,તેવા અનેક સવાલો સર્જાઈ રહ્યા છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા રાત્રીનાં સુમારે કચરો સળગાવવામાં આવે નહી અને સ્થાનિક લોકોનું સ્વાસ્થય જોખમાય નહી તે માટે શુ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે