લો બોલો! દ્વારકામાં સમાધાન નહી થતા એક યુવકે આત્મહત્યા કરી લીધી

જિલ્લાના જામખંભાળિયાના એક યુવાને બે શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત એક કિશોરના ત્રાસથી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ યુવાને ગળાફાંસા પહેલા સુસાઈડ નોટ લખી છે.  અને એક વિડિયો બનાવ્યો છે. જેમાં તેણે આરોપીઓના નામ સ્પષ્ટ  રીતે ઉચ્ચારી આ શખ્સો જ પોતાની આત્મહત્યા પાછળ કારણભૂત હોવાની કેફિયત આપી છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી તપાસનો ધમધમાટ આરંભ્યો છે.

Updated By: Nov 30, 2021, 09:21 PM IST
લો બોલો! દ્વારકામાં સમાધાન નહી થતા એક યુવકે આત્મહત્યા કરી લીધી

દેવભૂમિ દ્વારકા : જિલ્લાના જામખંભાળિયાના એક યુવાને બે શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત એક કિશોરના ત્રાસથી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ યુવાને ગળાફાંસા પહેલા સુસાઈડ નોટ લખી છે.  અને એક વિડિયો બનાવ્યો છે. જેમાં તેણે આરોપીઓના નામ સ્પષ્ટ  રીતે ઉચ્ચારી આ શખ્સો જ પોતાની આત્મહત્યા પાછળ કારણભૂત હોવાની કેફિયત આપી છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી તપાસનો ધમધમાટ આરંભ્યો છે.

ભાજપનો નવો ઠરાવ: ગુજરાતમાં કોઇ સીગરેટ કે અન્ય નશો કરતા દેખાયા તો પોલીસ પહેલા ભાજપ...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા દિલીપભાઈ શાંતિલાલ ઉનડકટ ઉર્ફે દુલો નામના 40 વર્ષના યુવાનને આશરે છ માસ પૂર્વે જોધપુર ગેઈટ વિસ્તારમાં રીક્ષા રાખવા બાબતે અહીંના સંજય નાથા ચોપડા નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેના ભાઈ દેવા નાથા ચોપડા તથા અન્ય શખ્સ કિશન કાનજી બગડા નામના ત્રણ શખ્સોએ દિલીપભાઈને બેફામ મારી, ફ્રેકચર સહિતની ગંભીર ઇજા પહોંચાડી હતી. આ સંદર્ભે જે-તે સમયે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલુ હોય, જે સંદર્ભે ગત તારીખ 17 નવેમ્બરના રોજ કોર્ટની મુદ્દતમાં ગયેલા દિલીપભાઈ તથા તેમની સાથે ગયેલા તેમના નાનાભાઈ સુનિલભાઈ સાથે આરોપી શખ્સોએ સમાધાન કરી લેવાની વાત કરી હતી. પરંતુ તેઓ સમાધાન કરવાના મૂડમાં ન હોય, આરોપી શખ્સો દ્વારા બળજબરીપૂર્વક સમાધાન કરવા માટે દિલીપભાઈને દબાણ કરવામાં આવતું હતું. આટલું જ નહી આરોપી શખ્સો એ જો તે સમાધાન નહીં કરે તો પુનઃ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી પણ ઉચ્ચારી દીધી હોવાનું બહાર આવ્યું છે. 

હવે ઓનલાઇન RTI કરી શકાશે, સરકારનો વધારે એક ડિજિટલ પ્રયાસ

આ ત્રણ શખ્સોના ત્રાસથી કંટાળીને દિલીપભાઈ સોમવારે સાંજે પોતાના ઘરે દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આપઘાત પૂર્વે દિલીપભાઈએ આરોપીઓના નામજોગ સુસાઈડ નોટ તથા આ અંગેના વિડીયો પોતાના મોબાઈલમાં બનાવી અને આરોપી શખ્સોને કડક સજા કરવામાં આવે તેવી પણ અપીલ કરી હતી. આપઘાતનો એક માત્ર રસ્તો હોવાનું જણાતાં તથા દિલીપભાઈએ સુસાઇડ નોટ બનાવી મોબાઈલમાં વિડીયો ઉતારી અને મોતની સોડ તાણી લીધી હતી. મૃતક યુવાનના લગ્ન આજથી આશરે ચૌદ વર્ષ પૂર્વે જૂનાગઢ ખાતે એક યુવતી સાથે થયા હતા. તેમને હાલ 11 વર્ષની એક પુત્રી છે અને તેમની પત્ની હાલ રિસામણે હોવાનું તથા તેઓ અત્રે એકલા રહેતા હોવાનું વધુમાં જાણવા મળ્યું છે. બીજી બાજુ સમગ્ર મામલે પોલીસે બે શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે... જ્યારે આ બે શખ્સો સહિત એક કાયદાકીય કિશોર પણ હોવાનું DYSP એ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube