દલિત યુવકને માર મારવા મામલે બે આરોપીની ધરપકડ

દલિત યુવકને માર મારવા મામલે બે આરોપીની ધરપકડ

મેહસાણાઃ જિલ્લાના વિઠ્ઠલાપુર ખાતે દલિત યુવકને મારતો વિડીયો વાયરલ થયો હતો જેમાં યુવક અને તેના પરિવાર દ્વારા ચાર આરોપી સામે બેચરાજી પોલીસ સ્ટેસનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ગુનાની ગંભીરતાને લઈને મેહસાણા એસપી દ્વારા ૧૪ અલગ અલગ ટીમો તૈયાર કરી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંગત બાતમી આધારે આજે બે આરોપી જયદીપસિંહ ઝાલા ઉર્ફે જયલો અને ચેહરસંગ ઠાકોર ઉર્ફે ભયલુની અટકાત કરાઈ છે અને અન્ય બે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. 

દલિય યુવકને માર મારવાને મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જિલ્લાના પોલીસ વડા સાથે મુલાકાત કરી હતી. જિગ્નેશે કહ્યું કે, મુખ્યપ્રધાન ભોગ બનનાર પરિવારની મુલાકાત પણ લેતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news