કાકાની કાર નીચે ભત્રીજી ચગદાઇ: ફરી વળ્યું કારનું પૈડું, કાચા-પોચા હૃદયવાળા VIDEO ના જોતા...

પ્રીંજલ એકાએક કારની આગળના ભાગે આવી ગયી હતી અને ફોરવ્હીલ તેની માથે ચડી ગયી હતી આ અકસ્માતમાં કાર બાળકીના છાતીના ભાગે ચડી જતા તેણીને ગંભીર ઈજાઓ થઇ હતી. બીજી તરફ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

કાકાની કાર નીચે ભત્રીજી ચગદાઇ: ફરી વળ્યું કારનું પૈડું, કાચા-પોચા હૃદયવાળા VIDEO ના જોતા...

પ્રશાંત ઢીવરે/સુરત: ગોડાદરા વિસ્તારમાં કારની અડફેટે આવતા એક બાળકીનું મોત નીપજ્યું છે. બાળકી અન્ય બાળકો સાથે રમી રહી હતી તે વેળાએ કૌટુંબીક કાકાની જ કારની નીચે બાળકી કચડાઈ જતા ગંભીર ઈજાઓ થઇ હતી. બીજી તરફ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ બનાવમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરતમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં કાકાની જ કારની અડફેટે આવતા ભત્રીજીનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા વશરામભાઈ ગોબરભાઈ જીજાળા વ્યવસાયે બિલ્ડર છે. તેઓ પત્ની અને એક દીકરા અને દીકરી પ્રીંજલ સાથે ગોડાદરા સ્થિત શિવ સાગર રેસીડેન્સી ખાતે સાસરીમાં પ્રસંગમાં અર્થે આવ્યા હતા. આ દરમ્યાન તેઓની બાળકી પ્રીંજલ ઘર પાસે અન્ય બાળકો પાસે રમી રહી હતી તે દરમ્યાન વશરામભાઈનો મામાનો દીકરો એટલે કે બાળકીનો કાકો દિનેશભાઈ આહીર કાર લઈને નીકળ્યો હતો.

— Zee 24 Kalak (@Zee24Kalak) February 24, 2023

પ્રીંજલ એકાએક કારની આગળના ભાગે આવી ગયી હતી અને ફોરવ્હીલ તેની માથે ચડી ગયી હતી આ અકસ્માતમાં કાર બાળકીના છાતીના ભાગે ચડી જતા તેણીને ગંભીર ઈજાઓ થઇ હતી. બીજી તરફ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. દીકરીનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ દુઃખદ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે દીકરી રમી રહી હતી અને તે વેળાએ તેનો કાકો કાર લઈને ઘરના આંગણામાંથી નીકળે છે અને દીકરી પરથી કાર ફરી વળે છે.

આ ઘટના બાદ ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને દીકરીને હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ આ દુઃખદ ઘટનામાં દીકરીનું મોત નીપજ્યું હતું બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈને ગોડાદરા પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરંતુ આ ઘટના અનેક કાર ચાલકો માટે લાલબતી સમાન કિસ્સો છે. 

કાર ચાલકોએ કાર ચલાવતી વખતે પણ અનેક સાવચેતી રાખવાની જરૂર છે. ઘણી વખત સોસાયટી કે મહોલ્લામાં બાળકો રમતા હોય છે અને રમતા રમતા કાર પાસે આવી જાય છે અને આ પ્રકારની ઘટના બને છે. ત્યારે ગોડાદરામાં બનેલી આ ઘટનામાં દીકરીનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news