કેન્દ્રીય મંત્રી ભગવત કરડે કર્યો 'સત્તા'આસન યોગ: મહારાષ્ટ્ર સરકારમાં મોટી ઉથલ પાથલ

કેન્દ્રીય મંત્રી ભગવત કરડે કર્યો 'સત્તા'આસન યોગ: મહારાષ્ટ્ર સરકારમાં મોટી ઉથલ પાથલ

સુરતઃ મહારાષ્ટ્રમાં MLC ની ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ હડકંપ મચી ગયો છે. ફરી એકવાર ભાજપે મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષને હરાવીને મોટો ઝટકો આપ્યો છે. આ સ્થિતિની વચ્ચે મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલ ઊથલપાથલ મચી ગઈ છે. એનું એક કારણ મહારાષ્ટ્રના શિવસેનાના મોટા નેતા એકનાથ શિંદે છે છેલ્લા 24 કલાક કરતા વધારે સમયથી પણ સંપર્ક વિહોણા છે. જો કે આ સમચારમાં આવેલા અપડેટ અનુસાર શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે દ્વારા એક ડેલિગેશન તતત્કાલ રવાના કરવામાં આવ્યું હતું. 

જો કે બીજી તરફ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભગવત કરડની પણ ગુજરાતમાં સુચક હાજરી રહી હતી. તેમની અમદાવાદ હાજરીથી અનેક સવાલો ઉઠ્યા હતા. જો કે તેમણે દાવો કર્યો હતો કે હું તો અમદાવાદમાં સાબરમતી કિનારે આયોજીત યોગ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યો હતો. મને પણ મીડિયા દ્વારા જ માહિતી મળી હતી કે, મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથલપાથલ છે અને કેટલાક ધારાસભ્યો હાલ ગુજરાતના સુરતમાં આવી ચુક્યાં છે. જો કે આ અંગે મને જેટલી મીડિયાને માહિતી છે એટલી જ મને છે. તેનાથી વિશેષ કોઇ માહિતી નથી. 

જો કે આડકતરી રીતે તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી સરકાર વિરુદ્ધ નેતાઓ અને જનતામાં અવિશ્વાસ હતો. એમએલસીની ચૂંટણીમાં આ અવિશ્વાસ પર મહોર લાગી ગઇ હતી. જેથી હવે કદાચ સરકાર બદલાય જાય તો કોઇ નવાઇ નહી. પરંતુ આ અંગે મને કોઇ માહિતી નથી પરંતુ હું તો માત્ર રાજનીતિક સીનારિયોના આદારે આ વાત કરી રહ્યો છું. બાકી જે કાંઇ પણ થાય છે તે તમને અમરા કરતા પહેલા ખબર પડશે. તો જોઇએ શું થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news