વિદ્યાર્થીઓ ખાસ જાણે! ગુજરાતમાં ધોરણ. 10-12ના વિદ્યાર્થીઓ માટે યોજાશે પ્રિ-બોર્ડ પરીક્ષા

પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ભય દૂર કરવા DEO રોહિત ચૌધરીએ પહેલ કરી છે. ધોરણ 10માં 14 ફેબ્રુઆરીએ ગણિત, 16 ફેબ્રુઆરીએ વિજ્ઞાન અને 18 ફેબ્રુઆરીએ અંગ્રેજીની પરીક્ષા લેવાશે. DEO કચેરી દ્વારા પેપર કાઢી સ્કૂલને ઈમેલ કરાશે.

વિદ્યાર્થીઓ ખાસ જાણે! ગુજરાતમાં ધોરણ. 10-12ના વિદ્યાર્થીઓ માટે યોજાશે પ્રિ-બોર્ડ પરીક્ષા

અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યમાં પહેલી વખત અમદાવાદમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ પરીક્ષા યોજાશે. બોર્ડની પરીક્ષા આપતા ધોરણ 10ના વિધાર્થીઓમાં પરીક્ષાનો ડર વધારે  હોય છે. ત્યારે પરીક્ષાનો આ હાઉ દૂર કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ અનોખી પહેલ કરી રહ્યા છે. બોર્ડની પરીક્ષાની જેમ વિદ્યાર્થીઓને હોલ ટીકીટ પણ આપવામાં આવશે. 

પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ભય દૂર કરવા DEO રોહિત ચૌધરીએ પહેલ કરી છે. ધોરણ 10માં 14 ફેબ્રુઆરીએ ગણિત, 16 ફેબ્રુઆરીએ વિજ્ઞાન અને 18 ફેબ્રુઆરીએ અંગ્રેજીની પરીક્ષા લેવાશે. DEO કચેરી દ્વારા પેપર કાઢી સ્કૂલને ઈમેલ કરાશે.  તેવી જ રીતે ધોરણ 12 કોમર્સ અને સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પણ પ્રી -બોર્ડ પરીક્ષાનું આયોજન કરાશે. 

ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એકાઉન્ટ અને અંગ્રેજી વિષયની તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગણિત, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. અમદાવાદ શહેરમાં આવેલી અંદાજિત 600 જેટલી શાળાઓને પ્રિ -બોર્ડ પરીક્ષા લેવા જાણ કરાઈ છે. અમદાવાદ શહેરના 80 હજાર જેટલા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો માહોલ મળી રહે એ હેતુથી પ્રિ -બોર્ડ પરીક્ષા લેવાશે. જે વિદ્યાર્થી પરીક્ષા આપવા નાં માગતા હોય એમને છૂટ આપવામાં આવશે. પરીક્ષા આપવા ઈચ્છુક વિદ્યાર્થીઓની માહિતી પણ મંગાવવામાં આવશે. 

પહેલી વાર પરીક્ષા આપતા ધોરણ 10ના વિધાર્થીઓ બોર્ડની પરીક્ષાથી અજાણ હોય છે. પેપરસ્ટાઈલ કેવી હશે, પેપર કેવા હશે અને સૌથી મોટી ચિંતા પરીક્ષા માટે કઈ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં નંબર આવશે તે તમામ વિગતોને લઈને વિધાર્થીઓ ચિંતામાં હોય છે. તેની સીધી અસર પરીક્ષાની તૈયારીઓ પર પડતી હોય છે. જેથી વિશેષ આયોજન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે. 14 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા યોજાશે. જેમાં ધોરણ 10માં જ અંદાજે 11 લાખથી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news