ઘરઆંગણે બનાવ્યા 12 શિવલિંગ, પાર્વતિ બનીને કરે છે આરાધના, જૂનાગઢમાં એક ભક્તની અનોખી શિવપૂજા
શ્રાવણ મહિનાનું ખુબ વિશેષ મહત્વ છે. આ મહિનામાં ભગવાન શિવના ભક્તો મહાદેવની આરાધના કરતા હોય છે. ત્યારે જૂનાગઢમાં એક મહિલાની અનોખી શિવભક્તિ જોવા મળી છે.
Trending Photos
જૂનાગઢઃ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનો શિવ ભક્તો માટે ખુબ વિશેષ હોય છે. ભગવાન ભોળાનાથના ભક્તો અલગ-અલગ રીતે ભક્તિ કરતા હોય છે. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે આ મહિનામાં લોકો ઉપવાસ પણ કરતા હોય છે. શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર પણ જોવા મળતું હોય છે. આ દરમિયાન જૂનાગઢમાં એક શિવ સાંભ ભક્ત દ્વારા અનોખી રીતે ભક્તિ કરવામાં આવી રહી છે.
શ્રાવણ મહિનામાં અનોખી ભક્તિ
પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસ્ન કરવા માટે જૂનાગઢમાં ડો. અનુશ્રી સાંઈ મલ્લિકા દેવાધિદેવની અનોખી રીતે ભક્તિ કરી રહ્યાં છે. તેમના દ્વારા પોતાના ઘરના આંગણમાં માટીના બાર શિવલિંગ બનાવી મહાદેવની પૂજા કરી રહી છે. અનુશ્રી દ્વારા પાર્વતીના રૂપમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવી છે. તેમના દ્વારા ભગવાન શિવની મહાપૂજા અને રૂદ્રાભિષેક કરવામાં આવી રહ્યો છે.
શિવની ઉપાસનામાં લીન થઈ જાય છે અનુશ્રી
અનુશ્રી સાંઈ મલ્લિકા પોતાના ઘર આંગણે 12 શિવલિંગ બનાવી ભગવાન શિવની પૂજા કરી રહી છે. અનુશ્રી સાંઈ મલ્લિકા દ્વારા શ્રાવણ મહિનામાં બધા લોકોને ભગવાન શિવના આશીર્વાદ મળે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. શિવમય બનીને શિવની ભક્તિમાં અનુશ્રી લીન થઈ જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે