હાર્વર્ડની ઓફર માટે છોડી 21 વર્ષની જૂની નોકરી, સાયબર ફ્રોડની ખબર પડતા નિધિ રાઝદાન થઈ રહી છે ટ્રોલ

નિધિ રઝદાને ગત વર્ષ જૂન મહિનામાં ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, તેમને હાર્વર્ડ યુનિવર્સિટીમાં (Harvard University) એસોસિએટ પ્રોફેસરની (Associate Professor) નોકરી મળી છે, તેથી તેઓ પત્રકારત્વની તેમની કારકીર્દિને અલવિદા કહી રહી છે. જો કે, હવે સાત મહિના બાદ તેમણે ટ્વીટ કરી દાવો કર્યો છે કે, તે સાયબર ફ્રોડની (Cyber Fraud) શિકાર થઈ છે

હાર્વર્ડની ઓફર માટે છોડી 21 વર્ષની જૂની નોકરી, સાયબર ફ્રોડની ખબર પડતા નિધિ રાઝદાન થઈ રહી છે ટ્રોલ

નવી દિલ્હી: સાયબર ક્રાઇમના એકથી એક કેસ તમે જોયા અથવા સાંભળ્યા હતા. પરંતુ જાણીતી પત્રકાર નિધિ રઝદાન (Journalist Nidhi Razdan) સાથે જે થયું તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. એક ન્યૂઝ ચેનલની સાથે છેલ્લા 21 વર્ષથી જોડાયેલી નિધિ રઝદાને ગત વર્ષ જૂન મહિનામાં ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, તેમને હાર્વર્ડ યુનિવર્સિટીમાં (Harvard University) એસોસિએટ પ્રોફેસરની (Associate Professor) નોકરી મળી છે, તેથી તેઓ પત્રકારત્વની તેમની કારકીર્દિને અલવિદા કહી રહી છે. જો કે, હવે સાત મહિના બાદ તેમણે ટ્વીટ કરી દાવો કર્યો છે કે, તે સાયબર ફ્રોડની (Cyber Fraud) શિકાર થઈ છે અને આવી કોઈ નોકરી હાર્વર્ડ તરફથી ઓફર કરવામાં આવી નથી.

નિધિ રઝદાને શુક્રવારના ટ્વીટ કરી તેમની સાથે અત્યાર સુધીમાં થયેલા તમામ ઘટનાક્રમની જાણકારી આપી છે. નિધિ રઝદાને ટ્વીટ કરી જણાવ્યું કે, હું એક મોટા ફિશિંગ એટેકનો શિકાર થઈ છું, હું એક નિવેદન જારી કરી તમામ વસ્તુઓ ક્લિયર કરી રહી છું, આ ઉપરાંત સોશિયલ મીડિયા પર આ વિશે હું કંઈ પણ ડિસ્કસ કરીશ નહીં.

હાર્વર્ડ માટે છોડી હતી 21 વર્ષ જૂની નોકરી
નિધિએ પોતાના નિવેદનમાં કહ્યું કે, 'જૂન 2020માં મેં મારી 21 વર્ષીય પત્રકારત્વની કારકીર્દિને અલવિદા કહી આ જાહેરાત કરી હતી કે, હું આગામી થોડા દિવસોમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર (જર્નાલિઝમ) તરીકે જોડાવાની છું. મને કહેવામાં આવ્યું હતું કે મારે સપ્ટેમ્બર 2020 સુધીમાં જોડાવું પડશે. હું તૈયારી કરી રહી હતી કે મને ફરીથી કહેવામાં આવ્યું હતું કે મહામારીને કારણે મારા વર્ગો જાન્યુઆરી 2021માં શરૂ થશે. આ વચ્ચે મારી સાથે ચાલી રહેલા કોમ્યુનિકેશન દરમિયાન મને કેટલીક વહીવટી ભૂલો પણ જોવા મળી. શરૂઆતમાં, મેં તે વિચારીને આ વાતો પર ધ્યાન ન આપ્યું કે મહામારીમાં આ બધુ ન્યૂ નોર્મલ છે, પરંતુ તાજેતરમાં જે બન્યું તે વધુ પરેશાન કરનારું હતું.'

હાર્વર્ડમાં વાત કરી તો જાણવા મળ્યું સાયબર ફ્રોડની થઈ છે શિકાર
નિધિ રઝદાને જણાવ્યું કે, 'ત્યારબાદ મેં પરિસ્થિતિને સમજાવવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓનો સીધો સંપર્ક કર્યો. મેં તેમની સાથે તે તમામ કોમ્યુનિકેશન્સ શેર કર્યા જે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીનો પક્ષ જાણીને મને ખબર પડી કે હું એક અલગ પ્રકારનાં ફિશિંગ એટેકનો શિકાર બની છું અને હકીકતમાં મારી પાસે હાર્વર્ડ યુનિવર્સિટી તરફથી તેમના જર્નાલિઝમ વિભાગની ફેકલ્ટી બનવાની કોઈ ઓફર આવી નથી.

— Nidhi Razdan (@Nidhi) January 15, 2021

વાયરલ થઈ રહ્યું છે નિધિ રઝદાનનું કબૂલાતનામું, ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ બન્યું Harvard
નિધિ રઝદાનનું આ 'કબૂલાતનામું' ઘણું વાયરલ થઈ રહ્યું છે. તેમની ટ્વીટ બાદ Harvard ટ્વિટર પર ટોચનો ટ્રેન્ડ બની ગયો છે. એક તરફ લોકો નિધિ રઝદાન સાથે થયેલા આ મજાક માટે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે મોટાભાગના યુઝર્સ આ વાતથી આશ્ચર્યચકિત છે કે નિધિ રઝદાન જેવી વરિષ્ઠ પત્રકાર કેવી રીતે આવા સાયબર એટેકનો ભોગ બની. નિધિ રઝદાનની સપ્ટેમ્બરની ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે એક યુઝર્સને જવાબ આપતા લખ્યું કે તે હાર્વર્ડમાં ભણાવી રહી છે.

— buckyball (@Buckyball_60) January 15, 2021

વાયરલ થઈ રહી છે સપ્ટેમ્બરમાં કરવામાં આવેલી ટ્વીટ
આ ઉપરાંત સુરેશ એન. નામના અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે સપ્ટેમ્બરમાં જ આ સંભવિત સાયબર ફ્રોડ તરફ ધ્યાન દોર્યું હતું. સુરેશે સપ્ટેમ્બરમાં પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, 'નિધિ રઝદાને તેમના ટ્વિટર બાયોમાં લખ્યું છે કે તેઓ હાર્વર્ડ ખાતે ભણાવે છે, પરંતુ તેમનું નામ ફેકલ્ટીની સૂચિમાં નથી. આ ઉપરાંત જે સબ્જેક્ટનું નામ તેમણે લખ્યું છે તે યુનિવર્સિટીમાં સૂચિબદ્ધ નથી. શું આ વેબસાઇટ અપડેટ ન થવાને કારણે છે અથવા હાર્વર્ડએ પોતાનો વિચાર બદલ્યો છે?

— Suresh N (@surnell) September 4, 2020

પોલીસમાં નોંધાવી ફરિયાદ
જો કે, નિધિ રઝદાનએ આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ કરી છે અને આગળની તપાસ માટે તમામ દસ્તાવેજો હાર્વર્ડ યુનિવર્સિટી પ્રશાસનને પણ સોંપી દીધા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news